દુશ્મનની દોસ્તી – સાથે રહેવાવાળા દોસ્ત છે કે દુશ્મન એ ખરા સમયે જ ખબર પડે, લાગણીસભર વાર્તા..

રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 8 પર ગાડી ચલાવતો હતો અને મારો પરિવાર પણ ગાડીમાં હતો. ભારે વાહનોની અવર જવર પણ થતી હતી. રાતના આઠ વાગ્યા હશે. અચાનક જ આગળની ગાડીએ બ્રેક મારતા મારી ગાડી આગળની ગાડી સાથે અથડાઇ. એમાથી એક વ્યક્તિ આવીને મને અપશબ્દો કહેવા લાગ્યો. હુ ગાડીમાંથી બહાર નિકળ્યોને કહ્યુ તારો જે ખર્ચ થતો હોય એ લઈ લે. મારો પરિવાર સાથે છે તુ સભ્યતાથી વાત કર. છતા એના વર્તનમાં જરા પણ ફરક ન પડ્યો. એ જેમફાવે એમ બોલતો હતો. મારા પરિવારને ગાડીમાં બહાર ન આવવા સુચના આપી હતી. મે કચકચાવીને ગાલ પર એક તમાચો માર્યો.

અચાનક પ્રહારથી એ હેબતાઇ ગયો હતો. ગાડીમાંથી ડંડો લઈને આવ્યો પણ ફાવ્યો નહિ. બે ત્રણ જગ્યાએ એના મો પર ઘોબા પડિ ગયા હતા. એ તરત જ ફોન કરીને બધાને બોલાવવા લાગ્યો પણ પછી ખબર પડિ કે, એ પોલીસ અધિકારી હતો અને એ પણ સાદા ડ્રેસમાં હતો. મે પણ 100 નંબર પર ફોન કરી દિધો અને કાયદાકિય પ્રક્રિયામાં સહયોગ આપવા પણ જણાવ્યુ.

image source

થોડિવારમાં પંદરથી વીસ પોલીસની ગાડીઓ આવી ગઈ અને જાણે આતંકવાદિ હોય એમ ચારે તરફથી મને ઘેરી લીધો હતો પણ 100 નંબર ફોન કર્યો હોવાથી એ લોકો લિગલ કાર્યવાહિ કરવા બંધાયેલા હતા. મને પુછ્યુ મારુ નામ અને બધી વિગત લેતા હતા. ત્યા એક ગાડિમાં તેના સિનીયર અધિકારી આવ્યા. પેલો રીપોર્ટ લખતો હતો એ તરત જ એની પાસે ગયો. એણે રીપોર્ટ વાંચ્યો એ અધિકારી સીધો બહાર નિકળી મારી તરફ આવ્યો.

વર્ધી પરથી એસીપી હશે એવુ લાગતુ હતુ. નજીક આવ્યો તો વંચાયુ આર.આર.પંડ્યાનુ લેબલ વંચાયુ. આવીને મને શેક હેન્ડ કર્યુ અને કહ્યુ તેના પીએસઆઇને સુચન કર્યુ. આ લોકોને નજીકની હોટેલમાં આરામ કરાવો અને એમની ગાડી રીપેર કરીને અહિ પહોચાડી દેજો. મે કહ્યુ, સર કહિ સમજાયુ નહિ તમે કેમ આમ? મને કહે, તુ અન્યાય હદ વટાવી જાય પછી જ હાથ ઉપાડે એ તો મને ખબર જ છે. તારી સાથે દુશ્મની નિભાવી હુ પણ નસીબદાર બન્યો છુ, દોસ્ત હુ કઈ સમજ્યો નહિ સર, તમે શુ કહેવા માંગો છો?

અરે સર સર નહિ કર. આર.આર.મહેતા હોસ્ટેલ અને ભુલતો ન હોઉ તો રૂમ નંબર ડી.11? હા યાર સાચુ અને હુ ભુલતો ન હોઉ તો રાહુલ છો ને તુ? યસ માય ડિઅર યુ આર રાઈટ કહેતા એ મને ભેટી પડયો, પરિવારજન અને એનો સ્ટાફ બધા અચરજમાં હતા.

image source

મને કહ્યુ, દોસ્ત તુ હોટલમાં જમી લે અને તમે આરામ કરો. મારી ગાડી તમને મુકવા આવશે. ગાંધીનગરથી આઇજી સાહેબ આવ્યા છે એટલે એક મિટીંગ છે પતાવીને હુ ત્યા જ તને મળુ છુ. એમ કહેતા જ એ નિકળી ગયો. અમે પરિવાર સાથે પોલીસની ગાડિમાં અમારો સામાન લઈને બેઠા. મેં મારી ગાડીની ચાવી આપી એટલે એ પણ એ રિપેર કરાવવા ગયો.હાઇ વે પરની એક આલીશાન હોટલમાં અમને લઈ ગયો.

મારા પરિવારને હવે શાંતિ થઈ હતી. બધા હજુ થોડા થોડા આઘાતમાં જ હતા એવુ લાગતુ હતુ એટલે એ લોકો જમીને રૂમમાં પહોચી ગયા. હુ મારા મિત્રની રાહમાં ગાર્ડનની જ એક બેંચ પર બેઠો હતો. એ ઠંડો પવન અને આજુબાજુની શાંતિમાં ભુતકાળની એ ક્ષણો મને યાદ આવી ગઈ. આર.આર.મહેતા હોસ્ટેલ કેમ્પસમાં મે પગ મુક્યો હતો. મારી અનેક કલ્પાનાઓ કરતા અલગ હતી આ જગ્યા. શહેરના છેવાડાના વિસ્તારમાં એક વિશાળ કેમ્પસ હતુ. મોટા મોટા વૃક્ષો વાળુ મેદાન અને અંદર પ્રવેશ કરતા જ ચાર મોટા મોટા પચ્ચીસ ત્રીસ વર્ષ જુના ચાર માળના બિલ્ડિંગ.

એ જ હતી અમારી હોસ્ટેલ, અમારી કોલેજ અહિથી દસ મિનીટના અંતરે જ હતી. મે હોસ્ટેલના ગેટમાં પ્રવેશતા જ વોચમેનને પુછ્યુ ડિ-11 નંબર ક્યા આવશે? છેલ્લા બિલ્ડિંગમાં ચોથા માળ પર, દુરથી હાથ લંબાવતા કહ્યુ હુ ક્યારેય હોસ્ટેલમાં રહ્યો ન હતો. આ પહેલો જ અનુભવ હતો અને હોસ્ટેલના કિસ્સા સાંભળીને ક્યારેક ક્યારેક ચિંતા થતી હતી. હુ આમ તો બે દિવસ લેટ હતો એટલે મારા રૂમ મેટ આવી ગયા હશે.

image source

હા સાચે જ એવુ હતુ.ડિ બિલ્ડિંગમાં રૂમ નં. 11 માં પ્રવેશ કર્યો. એક તરફ કોમન ટોઇલેટ અને ત્રણ સિંગલ બેડ હતા. એમા 2 બેડ પર બે વ્યક્તિઓ પોતાની ધુનમાં હતા એટલે મને લાગ્યુ કે આ બેડ જ આપણો હશે. એમાથી એકે પુછ્યુ દોસ્ત નવુ જોઇનીંગ છે? મે કહ્યુ યસ અફકોર્સ મારો ચહેરો જોઇ બન્નેનો થોડી ખુશી થઈ હશે એવુ લાગતુ હતુ. અમે એક બીજાનો પરિચય કર્યો. એકનુ નામ ચિરાગ અને એક મયુર મે પુછ્યુ તમે અહિ કેટલા દિવસથી છો. એકે કહ્યુ 1 મહિનાથી અને 1 બે દિવસ પહેલા જ આવેલો.

અમે સાંજે સાથે જમવા માટે કેન્ટિનમાં ગયા. જમીને જ્યારે બહાર રોડ પર ચાલવા જતા હતા. ત્યારે બે છોકરાઓ કમ્પાઉન્ડની બહાર દારૂ પીતા હતા. મે એની સામે જોયુ મને થયુ વિધાર્થીઓના રહેવાની જગ્યા પર ટપોરીઓ દારૂ પીવે છે. મારી અને એની નજર એક થઈ એટલે એ ત્રાસી નજરથી ડરાવતો હોય એમ સામે જોતો હતો. યાર તુ એની સામે નહિ જો મોટા ટપોરી અને આપણી જ હોસ્ટેલના છે. મયુર કહે છે ઓહ એવુ છે તો તો આપણે કમ્પ્લેન કરવી જોઇએ. મે કહ્યુ

ચિરાગ કહે અલા આનો દિ ફર્યો છે કે શુ? શેની કમ્પ્લેન ? તારા હાથ પગ ભંગાવી નાખશે. હવે એની સામે જોતો પણ નહિ. ચાલ જલ્દિ અહિથી. મને થયુ કોલેજમાં રેગિંગ થવાની ઘટનાઓ બને છે. એ આવા જ તત્વો કરતા હશે. બધા એમ કહે છે જુનિયર હોય એ રેગિંગનો ભોગ બને છે. અમે જુનિયર જ છીએ. ખેર હજી તો સલામત છીએ. રુટીંગ કોલેજ ચાલુ થઈ છ સાત દિવસ થઈ ગયા હતા. બધુ નિયમિત ચાલતુ હતુ.

image source

તે દિવસે દારૂ પીનાર સુખી મા બાપની સુખી ઓલાદ અને નામ એનુ રાહુલ હતુ. એ સેકન્ડ યરમાં હતો. એવી માહિતિ મિત્રો પાસેથી મળેલી હવે તો કોલેજમાં સ્વભાવ પ્રમાણે ઘણા મિત્રો હતા. એક દિવસ કોલેજથી હોસ્ટેલ આવ્યા. અમે રૂમમાં ફ્રેશ થઈ નાઈટ ડ્રેસ પહેરી રૂમની બહાર નિકળ્યા. રાહુલ ત્યા જ ઉભો હતો. અમે કોઇએ એને બોલાવ્યો નહિ. એનો મુડ કઈક અલગ જ હતો. એણે પાછળથી બુમ મારી એ જુનિયરો પાણીની બોટલ હોય તો આપો મારે પીવુ છે. અમે સાંભળ્યુ મે કહ્યુ ચાલો આપણે લપ નથી કરવી.

મયુરને બોલાવીને કહ્યુ હેય બ્લુ ટી શર્ટ થર્ડ સેમ મિકેનીક તને કહુ છુ. અમે ત્રણેય ગયા. રૂમનો લોક ખોલી પાણીની બોટલ દિધી પણ એ રૂમમાં ઘુસીને પાણીની બોટલ અમારા બેડ પર ઢોળવા ગયો. મે બોટલ જુટવી લીધીને કહ્યુ પાણી પીવા માટે છે ઢોળવા માટે નહિ. અમે લગભગ સામસામે થઈ ગયા હતા પણ મયુર અને ચિરાગ કરગરવા લાગ્યા રાહુલ જવા દે પ્લીઝ આ નવો છે એને નથી ખબર તારી જવા દે. એ ત્યાથી જતો રહ્યો પણ મને તો ખુબ જ ચીડ હતી.

બીજે દિવસે કોલેજ મારા બેચ મેટ સાથે ઉભો હતો. ત્યારે એ ત્યાથી પસાર થયો અને મને કેતો ગયો કે તને એક વાર તો ભિના ગાદલામાં જ સુવરાવીશ. હુ કઈજ બોલ્યો નહિ. મારા બેચમેટ કહેવા લાગ્યા તુ આનાથી દુર રહેશે. ખોટી મગજમારીમાં ન પડતો. ફરી બે ત્રણ દિવસ ગયા. રવિવારનો દિવસ હતો. આજે અમે શહેરમાં જવાના હતા. સવારે દસેક વાગ્યા હશે. રાહુલ સીધો મારા રૂમમાં પાણીની બોટલ લઈને આવ્યો. મને કહે ક્યો બેડ છે તારો બોલ?

image source

મે કહ્યુ એ કરીને જ રહિશ પેલા બન્ને ફરી કરગરવા લાગ્યા. હુ શાંતિથી બધુ જોતો હતો. એણે પાણીની બોટલનુ ઢાંકણ ખોલ્યુ અને બોટલ ત્રાસી કરી મારો ગુસ્સો સાતમાં આસમાને હતો. ખોટુ સહન નહિ કરવાની ખરાબ આદતના ઘણા લોકો ભોગ બન્યા છે એમાનો એકનો વધારો થવાનો હતો. કચકચાવીને એક તમાચો ગાલ પર પડ્યો. બોટલ સાઇડમાં પડી ગઈ. એને પણ અંધારા આવવા માડ્યા. મે કોલર પકડીને રૂમની બહાર ધક્કો માર્યો. દારુ પી ને હાડકા ખોખલા થઈ ગયા હશે એવુ લાગતુ હતુ. એક ધક્કે તો રૂમની બહાર પડ્યો.

મે કહ્યુ ચાલ હવે તને ભીનામાં સુવરાવુ પણ એનામાં પ્રતિક્રિયા આપવાની તાકાત જ ન હતી. એક બે દિવસ થઈ ગયા હતા. સાઉથના મુવી પેલેથી ગમે એટલે મને ખબર હતી એ હવે બદલાની આગમાં સળગી રહ્યો હતો. એક દિવસથી કોલેજમાં જ ચાર કોલેજ બહારના ટપોરી લઈને આવ્યો.

image source

કોલેજમાં મારા બેચમેટ ત્યાના લોકલ રહેવાસી એટલે મારે કઈ જ ચિંતા ન હતી. એ લોકો મને મારવા માટે જ આવેલા હતા અને તુ તુ મે મે થઈ પણ ગયુ જ હતુ.બધા સમજાવટ કરતા હતા. એ દરમ્યાન રોહને મને કપાળ પર બેજબોલનુ દંડો માર્યો. લોહિથી મારા કપડા ભીના થતા હતા.હવે માહોલ ગરમ હતો. પેલા ટપોરીઓને મારા સાથીઓએ મારીને બેહાલ કરી દિધા હતા પણ રાહુલ ત્યાથી છટકી ગયો હતો.

મારા બેચમેટ મને હોસ્પિટલ લઈ ગયા. પાટા પિંડી કરીને ફરી હુ હોસ્ટેલ આવ્યો. હોસ્ટેલ અને કોલેજનો માહોલ ગરમ હતો. બધાને ખબર હતી કે રોહને મારી ઉપર છુપાઇને હુમલો કર્યો. પેલી વાર મે રાહુલને જ્યારે માર્યો ત્યારે આખી હોસ્ટેલ અંદર ખાને મારા વખાણ જ કરતી હતી પણ હુ અભ્યાસ કરવા આવ્યો હતો એટલે બદલો લેવાનો કોઇ ઇરાદો હતો જ નહિ.

શનિવારની રાત્રે હોસ્ટેલમાં 12 વાગ્યા સુધી એન્ટ્રી મળતી હતી એટલે અમે મુવી જોઇને આવતા હતા. હોસ્ટેલથી થોડા જ દુર હશુ. એક અવાવરી જગ્યામાં કેટલાક લોકો રાહુલને મારતા હતા. અમે જોયુ ચિરાગ કહે આ તો રોહનીયો છે, એને મારે છે બધા ભલો એ જ લાગનો છે ભલે ને મારતા મયુરે કહ્યુ પણ એને અંગત અદાવતમાં વધુ પડતો મારતા હતા. બેજબોલના દંડાથી માથામાં ફટકા મારતા હતા તો, એકે તો રેમ્બો છરો કાઢ્યો. મને મામલો વધુ પડતો ગંભીર લાગ્યો.

image source

મે કહ્યુ મેટર કઈક બીજી છે આ મરી જશે એવુ લાગે છે. આપણે બચાવવો જોઇએ. અમે રૂમમેટ અને બેચમેટ બધા થઈ સાત આઠ જણ હતા. કોઇએ હાથમાં પથ્થર તો કોઇએ બેલ્ટ કાઢ્યા અને આખી સેના એના બચાવવા દોડિ. પેલાને એમ થયુ કે એની ગેંગ આવી એટલે એ લોકો તો ભાગી ગયા. આખો લોહિલુહાણ હાલતમાં હતો. આખા શરીરે ઘાવ હતા. મે જોયુ તો શ્વાસ ધીમો પડી ગયો હતો.

મયુર 108 ને કોલ કર જલ્દિ. એને હોસ્પિટલમાં લાવ્યા. એકદમ સિરીયસ હતા ડોક્ટરે પોલીસ સ્ટેશનમાં જાણ કરી પણ અમારી હિમ્મતને બિરદાવી કે અમે તેને અહિ લઈને આવ્યા. હવે અમે બધા વેઇટીંગ રૂમમાં બેઠા હતા. ડોક્ટર રૂમની બહાર આવે એટલે બધા ડોક્ટરને ઘેરી લે કેમ છે ડોક્ટર એને? સારૂ થઈ જશે ને? બધા પુછવા લાગ્યા સાલુ એકબીજાના દુશ્મન હતા પણ આજ અચાનક જ લાગણી ક્યાથી આવી ગઈ? ચાલ્યા કરે ડોક્ટરે કહ્યુ એ હવે ખતરાની બહાર છે.

image source

એના મમ્મી પપ્પાને પણ કોલ કરીને બોલાવી લીધા હતા. અમે હોસ્ટેલ ગયા. ત્યાર પછી ક્યારેય એ હોસ્ટેલ આવ્યો જ નહિ. અને આજે આવી રીતે મને મળ્યો. સાલુ સંજોગ ક્યા કોને કઈ રીતે મુલાકાત કરાવી દે કોને ખબર ? એક સાયરન સંભળાઇ એટલે અંદાજ હતો એ જ હશે. હવે એ વર્દિમાં નહિ સાદા ક્પડામાં જ હતો. હુ બેંચ પરથી ઉભો થઈ એને મળવા ગયો.

હવે બધુ ઓકે છે ને? કાઈ ચિંતા નથી ને? એ પુછવા લાગ્યો મે કહ્યુ ના કઈ જ નહિ જો જમીને હુ તારી રાહ જોતો હતો અને આપણા એ ભુતકાળના દિવસો યાદ કરતો હતો. હા એ કેવા દિવસો હતા? સાચુ કહુ તો ક્યારેક એ દિવસોને યાદ કરૂ તો એમ થાય કે એ નર્ક હતુ.એ કહિને પણ જુની યાદમાં પહોચી જાય છે. રાહુલ સાચુ કહુ તો મને આજે તને જોઇને અચરજ લાગે છે. મે કહ્યુ એ દિવસ તો મને પણ યાદ છે. હુ મારા પૈસાના અભિમાનમાં ગમે તેની સાથે ઝઘડા કરી લેતો હતો. તારી જેમ જ મે એક ત્યાના લોકલ ટપોરી સાથે દુશ્મની કરેલી અને એ આખી ગેંગ લઈને મને મારવા આવેલો પણ તમે લોકો આવી ગયા અને હુ બચી ગયો.

પણ એ દિવસ પછી તુ કેમ ક્યારેય દેખાયો જ નહિ? મે કહ્યુ રાહુલ ઉભો થયો અને ટેબલને ટેકે ઉભો રહ્યો અને કહેવા લાગ્યો, ત્યાર બાદ મને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલો. ત્યા હુ પંદર દિવસ કોમામાં રહ્યો. ટોટલ રીકવર થતા મને 3 મહિના લાગેલા હતા. ત્યારે મને એક વાત સ્પર્શી ગઈ હતી. હુ સાજો થયો અને આ હોસ્પિટલમાં આવ્યો ત્યારે ડોકટરને પુછ્યુ કે મને અહિ કોણ લઈ આવ્યુ હતુ? ડોક્ટરે કહ્યુ તારી જ હોસ્ટેલના છોકરા હતા.

પણ મને એ તો ખ્યાલ હતો કે મારા પૈસે લીલા લહેર કરનાર બધા તો આ ટપોરીના બિકથી મને મુકિને જતા રહ્યા હતા પણ પોલીસ સ્ટેશનના રીપોર્ટમાં તારૂ નામ લખેલુ હતુ.મે ડોક્ટરને તારૂ વર્ણન કર્યુ અને ખરાઈ પણ કરી. દોસ્ત ત્યારથી હુ આખો બદલાઈ ગયો હતો. જે મારા ખરાબ કામના ભાગીદાર હતા એ મને ક્યાય કામ ન આવ્યા. જેની સાથે મારા વાંકને લીધે દુશ્મની કરેલી એણે મારો જીવ બચાવ્યો. સૌ પ્રથમ તો મે હોસ્ટેલ અને કોલેજ છોડિ દિધી અને રીકવર થયા પછીનો રાહુલ અલગ હતો. આજે તારી સામે ઉભો છુ.

image source

હુ ઉભો થયો એના ખભા પર હાથ મુકિ ને કહ્યુ દોસ્ત મને ખબર ન હતી કે, તુ હોસ્ટેલ છોડીને ચાલ્યો જઈશ પણ આપણા સંબંધોની તારી શરૂઆત ખરાબ કામથી થઈ હતી એમ મારી તરફથી એક સારી શરૂઆત હતી અને એમા હુ સફળ થયો. એક સારી શરૂઆતે તારી જીંદગીમાં ડાયવર્ઝન લાવી દિધુ હા દોસ્ત 100% મને મારૂ ભવિષ્ય શુ છે એનો એક ક્ષણ પણ વિચાર નહોતો આવતો પણ આજે જો અહિ છુ. રાહુલ બોલ્યો અમે મોડે સુધી વાતો કરી. રાત્રે અમારા હોસ્ટેલના મિત્રોને જગાડીને પણ વાત કરાવી. મારી ગાડી રીપેર થઈને આવતા અમે ત્યાથી મુસાફરી આગળ વધારી. ફરી એ જ હાઈ વે પર ઠંડા પવનનો અહેસાર અને વાયુ વેગી ગતિ અને એ જ હોસ્ટેલ અને કોલેજ કાળના વિચારો સાથે.

લેખક : વિજય ખુંટ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ