કન્યાદાન – બંને પતિ પત્નીના સાથનું જે કારણ છે એ જ આજે ચાલી જશે પછી… વિચારીને જ કમકમી.. લાગણીસભર અંત…

સુરત શહેરના અઠવાલાઇન્સ પર આવેલા પ્રતિષ્ઠા બંગલો માં દિવાળીના વીસ દિવસ પછી પણ દિવાળીનો માહોલ હતો. બંગલાને નવવધુની જેમ શણગારવામાં આવ્યો હતો. ચારેતરફ રોશની જ રોશની સીરીઝ તો ક્યાય ડાન્સિગ લાઇટ તો ક્યાક રજવાડિ ઝુમર તો ક્યાય દિપ પ્રગટાવેલા હતા. આજે “પ્રતિષ્ઠા” માં ઉત્સવ જેવુ વાતાવરણ હતુ. તેનુ કારણ એ હતુ કે શહેરના નામખ્યાત પ્રતિષ્ઠિત અને ઉધોગપતિ ચેતનભાઇની દિકરીના લગ્ન હતા. ચાર દિવસનો ધામધુમથી લગ્નોત્સવ ઉજવવાનો હતો. આજુબાજુની હોટલો અને ગેસ્ટહાઉસ લગ્નોત્સવમાં આવેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી ભરાઇ ગયા હતા.

image source

બંગલામાં અંદર પ્રવેશ કરો એટલે વિશાળ ગાર્ડન અને બન્ને બાજુ ઝાડ અને લાઇટીંગ વાળો રસ્તો જે સીધો બંગલા સુધી પહોચાડે. વિશાળ બંગલામાં પ્રવેશતા જ દિવાનખંડ અને બાજુમાં બત્રીસ પકવાનની સદા સોડમ આવ્યા કરે એવુ રસોડુ હતુ. પ્રથમ, બીજા અને ત્રીજા માળ પર શયનખંડ હતા. બીજા માળે વિશાળ બેડરૂમ અને તેની પાછળ ઓપન ટેરેસ હતુ. ટેરેસ પર હિચકે ઝુલતી હતી હસતી અને ખિલતીઑ અપર્ણા અને તેની સખીઓ. સૌ સખીઓ અપર્ણાની સાથે મજાક મસ્તી કરતી હતી. અચાનક ચેતનભાઇના આવતા જ ખીલખીલાટ ધીમો પડી ગયો. ચેતનભાઇ આવતા જ કહે છે, બેટા તમે બધાએ જમી લીધુ ને?

હા, પપ્પા અપર્ણા સહજ સ્વરે કહે છે. અને હા બેટા તે વસ્તુ મંગાવી હતી, એ બધી આવી ગઈ છે. તુ જોઇ લેજે અને હા તમને કોઇ પણ વસ્તુની જરૂરીયાત હોય તો મને જાણ કરજો. હા પપ્પા હુ કહિશ. અપર્ણાએ કહ્યુ અપર્ણા ચેતનભાઇની એકની એક જ દિકરી હતી. તેના લગ્ન વિહાર સાથે થવાના હતા. વિહાર એટલે શહેરના ટાયફુન બિઝનેસમેનનો દિકરો લંડનથી અભ્યાસ કરીને ઇન્ડિયા આવ્યો અને પપ્પાનો બિઝનસ સંભાળતો હતો.

image source

બન્ને મિત્રોએ સંબંધી બનવાનુ નક્કિ કર્યુ. આ વાત અપર્ણા અને વિહારે પણ સહર્ષ સ્વીકારી લીધી હતી. કેમકે બન્ને સહઅધ્યાયી તો હતા જ પણ પરિવારીક સંબંધોને કારણે એકબીજા ખુબ સારી રીતે ઓળખતા હતા. રાતના બાર વાગ્યા સુધી અપર્ણાના રૂમમાં ખિલખિલાટનો અવાજ સંભળાતો હતો. અપર્ણાના મમ્મી સોનલબેન આવીને કહે છે, બેટા સુઈ જાઓ હવે સવારમાં લગ્નની તૈયારી કરવાની છે. અપર્ણા પોતાના રૂમમાં આરામ કરે છે. આંખો બંધ થાય પણ હજુ ઉંઘ આવતી નથી. એક પછી એક અનેક વિચારો આવતા હોય છે.

એક તરફ લગ્નગ્રંથીમાં બંધાવાનો હરખ છે તો એક તરફ ઘર છોડી જવાનુ દુઃખ છે. એક તરફ વિહાર જેવો છોકરો તેનો જીવનસાથી બનવાનો છે તો સ્નેહ અને પ્રેમનુ રૂપ એવા માતાપિતાથી દુર થવાનુ છે. આ બધુ અપર્ણા સ્વીકાર કરવા સક્ષમ હતી. સમાજમાં પરંપરા છે એ પરંપરાને અનુસરવુ પણ ફરજીયાત છે પણ બીજી એક વાત જે એના મનને કોરી ખાતી હતી.એ વાત યાદ કરતા નજર સમક્ષ એક દ્રશ્ય ખડુ થઇ જતુ હતુ. વર્ષો પહેલા એક વાર પપ્પા નશો કરીને ઘરે આવ્યા હતા. ત્યારે એકદમ સામાન્ય પરિસ્થિતિ હતી. ત્યારે મમ્મીએ આ બાબતે પપ્પા સાથે ઝઘડો કર્યો. આ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ લઈ લીધુ હતુ.

image source

અંતે વાત ડિવોર્સ સુધી પહોચી ગઈ હતી. અપર્ણા ત્યારે એકદમ નાની હતી પણ બધુ તેને યાદ હતુ. ત્યાર બાદ મમ્મી અપર્ણાને લઈ મામાને ઘરે ગઈ પણ અપર્ણાને મમ્મી અને પપ્પા બનેની જરૂરીયાત હતી. અપર્ણાને આ ઝઘડાથી માનસિક આઘાત લાગ્યો અને ગંભીર બિમાર પડી ગઈ. પરીણામે બધાએ સમજાવ્યા અને કહ્યુ અપર્ણાને ખાતર તમારે સાથે તો રહેવુ જ પડશે. ફરીવાર ભેગા તો રહેવા લાગ્યા પણ હવે મન બન્નેના અલગ હતા. બન્નેનુ સાથે રહેવાનુ કારણ માત્ર અને માત્ર અપર્ણા જ હતા. એ વાતને આજે વીસ વર્ષ વિતિ ગયા પણ બન્ને વચ્ચેના અબોલા આજ પણ તૂટ્યા જ નથી.

બન્નેને એકબીજાને કોઇ વાત કહેવી હોય તો અપર્ણા બન્ને વચ્ચેનુ માધ્યમ હતી. અપર્ણાને એમ થયુ કે હુ જો ન હોવ તો આ બન્નેને વાત તો કરવી જ પડશે એટલે થોડા મહિના તે હોસ્ટેલમાં રહેવા ચાલી ગઈ પણ જેના મનમાં ભારોભાર નફરત અને અભિમાન હતુ એટલે બન્ને રસોડામાં એક દિવાલ પર લખીને જ વાત કરે. જેને જે વસ્તુની જરૂર હોય એ દિવાલ પર લખે પણ એકબીજા સાથે વાત ન કરે. અપર્ણાને આ વાતની જાણ થઈ ત્યારે એ પણ ખુબ ગુસ્સે થઈ ખુબ રડી પણ બન્નેના ભારોભાર નફરત વચ્ચે કઈ જ ન કરી શકિ. આજે પણ જો અપર્ણા ઘરે હોય તો પપ્પાને કંઇક કામ હોય તો કાંતો અપર્ણા અને કાંતો દિવાલ બન્નેમાંથી એકનો જ આશરો લે.

image source

અપર્ણાને એ જ ચિંતા હતી કે આજે તો, એ છે પણ કાલે એ નહિ હોય તો પણ આવી જ રીતે ચાલશે ? જીંદગીના અંતિમ પડાવમાં તો એકબીજાની સાચી જરૂર હશે ત્યારે પણ આમ રહેશે તો કેમ ચાલશે? અનેક વિચારો વચ્ચે ઉંઘ આવી જાય છે. ઘરમાં મહેમાનોનો કોલાહલ સવારમાં અપર્ણાને જગાડી દે છે, આજે તો અંતિમ દિવસ હતો. કાલે લગ્ન વિધિ પુરી થઈ જાય એટલે તે આ ઘર છોડિને જતી રહેશે. હજી તો પોતાની પથારીમાં હતી. ત્યા મમ્મી આવી જાય છે અને તેના બેડ પર બેસી જાય છે

ગુડ મોર્નીંગ મારી લાડકી, ચાલ જલ્દિ જલ્દિ તૈયાર થઈ જા. મમ્મા મને ઉંઘ આવે છે હજી, અપર્ણા કહે છે. અરે પાગલ હમણા હલ્દિ રશમ ચાલુ થવાની છે એમા કોણ બેસશે? સોનલબેન કહે છે. બન્ને માં દિકરીનો સંવાદ ચાલુ હોય છે ત્યારે ચેતનભાઇ ત્યાથી પસાર થાય છે તેને એમ હતુ કે અપર્ણા એકલી જ હશે એટલે એ પણ રૂમમાં પ્રવેશ કરે છે પણ, ત્યા બન્નેને જોઇ પાછા ફરિ જાય છે.

image source

અપર્ણા જોઇ જાય છે અને કહે છે પપ્પા કાઈ કામ હતુ? ના બેટા એમ જ આવેલો, ચેતનભાઇ પાછળ ફર્યા વગર જ જવાબ આપે છે. તો પછી અહિ આવો ને તમારી દિકરી હવે કાલની જ મહેમાન છે, અપર્ણા કહે છે. ન ચાહવા છતા પણ ચેતનભાઇ આવી અપર્ણાના બેડ પર જ બેસી જાય છે. અપર્ણા મમ્માને પુછી લે ગોર મહારાજ આવવાના હતા આવી ગયા કે નહિ? ચેતનભાઇ કહે છે

હા આવી ગયા છે કઇ દે અપર્ણા, સોનલબેન કહે છે. અપર્ણાને કહેવાની તક મળી ગઈ એટલે કહે છે મમ્મા પપ્પા તમે ક્યારે સુધરશો એ જ નથી ખબર પડતી. ઘરમાં આજે આટલો મોટો પ્રસંગ છે એ તો જુઓ થોડા દિવસ તો તમારો ઇગો સાઈડ પર મુકિને વાત કરો તો શુ પ્રોબ્લેમ છે? ચેતનભાઇ કહે બેટા જે વ્યક્તિ નાની વાતમાં ઘર છોડવા તૈયાર થઈ જાય એને બોલાવીને શુ કામ છે?

હા નાનીવાતમાં પોતાના જીવનસાથીને ડિવોર્સ પણ આપવા તૈયાર થઈ જાય એને આવા પ્રસંગોથી શુ ફરક પડે છે? તારા માટે અમે સાથે છીએ. તારા ગયા પછી એ એના રસ્તે અને હુ મારા રસ્તે ચાલતી જઇશ. મમ્મી પણ કહેવા લાગ્યા અપર્ણા રડવા લાગી, તમે બન્ને માત્ર મારા લીધે અલગ થયા છો. તમે એકબીજાની વાતો મને કહો છો. કાલે હુ અહિથી જવાની છુ. પછી બન્ને લખી લખીને દિવાલ પર કાગળ ચોટાડ્યા કરજો પણ એકવાત યાદ રાખજો કે તમારા આ વર્તનને લીધે હુ ત્યા પણ ખુશ નહિ જ રહિ શકુ. ત્યાથી અપર્ણા ઉભી થઈને બહાર ઉપર ટેરેસ પર ચાલી ગઈ.

image source

અપર્ણાના મમ્મી કહે છે લગ્ન છે ત્યા સુધી એને ખુશ રાખવા બે દિવસ સારૂ વર્તન કરો તો સારુ પછી હુ તમને નહિ કહુ ક્યારેય ચેતનભાઇ ઉભા થઈને જતા જતા કહે છે, એની સામે બને ત્યા સુધી સાથે ઓછુ આવવુ મને નહોતી ખબર કે તુ અહિ હોઇશ નહિ તો હુ આવવાનો જ ન હતો. અપર્ણા તૈયાર થઈને હલ્દિ રસમના સ્ટેજ પર આવે છે. આજે તો અપર્ણા શ્વેત વસ્ત્ર અને સફેદ ફુલની માળાઓ પહેરેલી જાણે ચંદ્ર પરની ચાંદની ધરતી પર ઉતરી હોય એવુ લાગતુ હતુ.

એક પછી એક બધા આવીને અપર્ણાને પીઠિ લગાડે છે. ચેતનભાઇ પણ પીઠિ લગાવવા આવે છે. ચેતનભાઇને જોઇને દિકરી ને ઘણુ કહેવાનુ મન થાય છે કે, તમે એકલા નહિ પણ બન્ને સાથે આવો અને મારા હાથ પીળા કરાવો પણ અપર્ણા બોલી જ નથી શક્તિ. પપ્પાને જોઇને ગળે ડુમો ભરાઇ આવે છે. અપર્ણાની આંખોમાંથી આંસુઓ વહેતા જ રહે છે.

image source

ચેતનભાઇ માથા પર હાથ મુકિને કહે છે બેટા રડ નહિ. મારી લાડકી મારી પરી તુ રડિશ તો હુ કઈ રીતે ખુશ રહિ શકુ. પપ્પા આજે મમ્મી સાથે આવ્યા હોત તો મારી આંખમાંથી આંસુનુ એક ટીપુ પણ ન પડતે. પપ્પા હુ જ્યા જાઉ છુ ત્યા પણ ખુશ નહિ જ રહિ શકુ. અપર્ણા કહે છે, ચેતનભાઇ સોનલબહેન આવતાની સાથે ત્યાથી ઉભા થઈને ચાલતા જ થઇ જાય છે. સોનલ બહેન તો સીધા જ અપર્ણાને ભેટિને રડવા જ લાગે છે. બન્નેના મોં માંથી કોઇ શબ્દ જ નથી નિકળતો.

અપર્ણા ખુબ જ ઉદાસ હતી. વિધી પુરી થતા જ પોતાના રૂમમાં ચાલી જાય છે. હજી પણ આંખોના આંસુ તો સુકાતા જ ન હતા. અચાનક જ વિહારનો ફોન આવે છે, જે અપર્ણા માટે ઘા પર મલમ સમાન હોય છે. હાઇ ડુડ વોટસઅપ હાઇ વિહાર નથીંગ બસ જો હલ્દિ રસમ પુરી થઈ. અપર્ણા હવે કાલનો દિવસ જ છે પછી આપણે સાથે જ હોઇશુ. હા વિહાર કાલનો દિવસ જ છે અપર્ણા વાત ટુંકાવતી હતી અને અવાજ પરથી ખ્યાલ આવી જાય છે કે, કઈક બીજો જ પ્રોબ્લેમ છે એટલે વિહાર પુછે છે અપર્ણા આર યુ ઓકે?

image source

યા આઇ એમ ફાઇનઅપર્ણા લાગતુ નથી કઈ પ્રોબ્લેમ હોય તો મને શેયર કર ના વિહાર કઇ જ નથી બસ એમ જ અપર્ણા હુ તને ઓળખુ છું ટ્ર્સ્ટ મી હુ તને મદદ કરીશ. હવે અપર્ણાનો આંસુઓનો બંધ તુટી ગયો હતો. એ ચોધાર આંસુએ રડતા રડતા બધી વાત કરે છે. વિહાર પણ શાંત્વના આપીને પ્રોમીસ કરે છે કે, પહેલા તારા મમ્મી પપ્પાને એક કરિશુ પછી આપણે?

અપર્ણા કહે છે, થેન્ક્સ વિહાર હે થેન્ક્સ શા માટે ? તારો દરેક પ્રોબ્લેમ મારો પ્રોબ્લેમ છે. વિહાર સાથે વાત કરીને થોડી હળવાશનો અનુભવ થાય છે. અપર્ણા પોતાના રૂમમાંથી નિકળી અને મહેમાનો મળવા જાય છે. ત્યા પાર્લરવાળા તૈયાર કરવા આવી જાય છે. હવે તો ઘડીઓ ગણાતી હતી. સાંજે ચોરીએ ચાર ફેરા ફરીને કાયમ માટે અહિથી ચાલ્યુ જવાનુ હતુ.

image source

સાંજે ઢોલ અને શરણાઇના નાદ સાથે જાન આવી પહોચે છે. વિહાર વરરાજાના કપડામાં કોઇ મહારાજાથી કમ પણ નહોતો લાગતો તો અપર્ણા પણ નવવધુનો શણગાર સજ્યો હતો. જાણે સોને મઢેલી ઢિંગલી જ હતી. વરરાજાના પોખણા થયા બાદ ગોર મહારાજ કન્યા પધરાવો સાવધાનનો સાદ પાડે છે. નવવધુને જોવા બધા ઉત્સુક હતા. અપર્ણાએ કહ્યુ મારા મમ્મી પપ્પા બને એક સાથે આવે તો જ હુ મંડપમાં જઈશ. મને કમને ચેતનભાઇ અને સોનલબેન બન્ને અપર્ણાનો હાથ પકડીને મંડપ તરફ જતા હતા. અપર્ણા કહે છે મમ્મા ડેડિ તમારી દિકરી પ્રભુતામાં પગલા માંડે છે અને તમારૂ બન્નેનુ મોં પડી ગયુ છે.

સોનલ બહેન કહે છે, અપર્ણા તારી બાજુમાં છે એને જ પુછને અપર્ણા ખુબ દુઃખી હતી રડતા રડતા કહે છે મમ્મા ડેડા તમે તમારી દિકરીને ચોરીએ મુકવા આવો છો કે ચિતાએ એ નક્કિ કરીને જ આવજો. બન્નેને આ શબ્દો સાંભળતા જ જાટકો લાગ્યો. કઈ બોલે એ પેલા તો મંડપ આવી ગયો હતો. મંડપમાં આવતા જ વિહારને જોવે છે. મનને શાંતિ થાય છે.જ્યારે બન્નેની આંખો મળે છે એટલે વિહાર શાંત્વના આપતો હોય એમ મોંથી ઇશારો કરે છે. વિધિઓ ચાલુ થાય છે કન્યાદાનની વિધિ ચાલુ થાય છે. હવે તો ફરજીયાત ચેતનભાઇ અને સોનલબેનને આવવાનુ હતુ. થોડીવાર પહેલા અપર્ણાએ જે કહેલુ એનાથી બન્ને હચમચી ગયા હતા.

image source

કન્યાદાનમાં આપવા માટે અઢળક સોનાના દાગીના અને રોકડ રકમ તથા અનેક વસ્તુઓ હોય છે. ગોર મહારાજ ત્રાસમાં રહેલ ઘરેણા અને રોકડ રકમ થાળ વર-કન્યાના હાથમાં આપવા કહે છે, અપર્ણા અને વિહાર હાથ લાંબો જ નથી કરતા અપર્ણા અને વિહારને ગોર મહારાજ ફરીવાર કહે છે, વરકન્યા બન્ને આ ત્રાસ લઈ લો. આ કન્યાદાન કહેવાય તમારે જ લેવાનુ હોય. વિહાર કહે છે, અમારે જે જોઇતુ છે, એ અમને આપતા નથી. ચેતનભાઇ નવાઇ સાથે કહે છે શુ જોઇએ છે બેટા તારે? મારે તો જે પણ છો એ તમે બન્ને જ છો. બોલ તારે શુ જોઇએ છીએ?

વિહાર કહે, મારે અપર્ણાને ખુશ રાખવી છે. હા બેટા અમે પણ આજ સુધી ખુશ રાખી છે અને ત્યા પણ ખુશ જ રહેશે અને એના માટે તો તમને કન્યાદાનમાં ઘરેણા અને રોકડ આપીએ છીએ. સોનલબેન કહે છે હા બરાબર છે આ જો બેટા નહિ નહિ તો એક કિલો સોનુ તો હશે જ અને અગિયાર લાખ રૂપિયા છે. ચેતનભાઇ કહે છે. પણ પપ્પા હુ આનાથી ડબલ સોનુ અને ડબલ રકમ આપી શકુ પણ એનાથી અપર્ણા ખુશ રહેશે? વિહાર કહે છે

image source

સોનલ બહેન કહે છે બેટા એ ખુશ તો છે જ ને હા એ બહુ ખુશ છે અને બેટા તુ અમારા કરતા પણ ખુશ રાખી શકિશ ચેતનભાઇ પણ ટાપસી પુરાવે છે. પપ્પા આજે આનંદ થાય છે કદાચ પેલી વાર તમારા અને મમ્મીના વિચારો એક થાય છે પણ તમે એમ સમજો છો કે સોના અને રૂપિયામાં તમારી દિકરી ખુશ છે તો આપણે ક્યા કમી હતી રૂપિયાની? એના કરતા વધારે તો જ્યહુ ક્યારેય ખુશ નથી રહિ શકી. અપર્ણા બોલી અરે બેટા આ બધુ શુ છે? લગ્નની વિધી આવી રીતે ન અટકાવાય.ચેતનભાઇ બોલે છે પપ્પા બસ કન્યાદાનમાં એક જ વસ્તુ માંગુ છુ આપશો ને ? બોલ બેટા જે કે એ આપીશ. મમ્મા તારી પાસે પણ માંગુ છું.

હા બેટા તુ જે માંગે એ આપીશ તો તમારો ઇગો તમારૂ અભિમાન મને આપી દો. તમે બન્ને વરસોની પડેલી ખાઇ આજે આ અગ્નિકુંડમા હોમી દો. બેટા અમારી જેટલી જીંદગી ગઈ એટલી હવે જવાની નથી. અમે આમ જ ખુશ છીએ. મમ્મા પોતાના વિચારો દિવાલ પર લખવા કરતા મનની દિવાલોને એકવાર દુર તો કરી જો. પપ્પા તમારી દિકરી આ ઘર છોડિને જાય છે હવે એ વિચારો લખવાની દિવાલને પણ દુર કરી દો.

image source

ગોર મહારાજ કહે છે હસ્ત મેળાપનુ મહુર્ત વિતી જાય છે ઝડપ કરો. વિહાર કહે છે દાદા આ શુભ મહુર્તમાં જો મેળાપ થઇ જાય તો મહુર્ત સચવાઇ જાશે. અમે તો એકબીજાને મળ્યા ત્યારથી અમારી જીંદગી શુકનવંતી જ છે. ચેતનભાઇ ફરી થાળ હાથમાં લઈને કહે છે બેટા આ કન્યાદાનનો સ્વીકાર તો કરો. વિહાર એ થાળમાંથી એક રુપિયો લે છે અને કહે છે પપ્પા આ લક્ષ્મી આવી ગઈ હવે આની ભારોભાર ખુશી અમારા જીવનમાં આવે એવા આશીર્વાદ આપી દો

હા પપ્પા મારે તો ભાઈ પણ નથી નહિ તો એ પણ તમારા ગઢપણની લાકડી બનતે કા તો તમારી વચ્ચેની તિરાડ ઓછી કરતે હુ જાઉ એટલે આ તિરાડ વધશે જ એને આજે મારે ખતમ કરવી છે અને એ જ મારૂ કન્યાદાન છે. અરે બેટા જીદ ન કર જો. બધા મહેમાન જોવે છે. સોનલબેન કહે છે. હા મે પણ અપર્ણાને પ્રોમિશ કર્યુ છે કે તારા મમ્મી પપ્પાને એક નહિ કરીએ ત્યા સુધી આપણે સંસારની શરુઆત નહિ કરીએ. વિહાર કહે છે. બધા વિહારના શબ્દોથી ચોકિ જાય છે. ચેતનભાઇની આંખો ભરાઇ આવે છે.

image source

મારે દિકરો નથી પણ વિહાર હવે મને લાગતુ નથી કે એની ઓછપ વરતાશે. અમે ખુશ રહિએ એ માટે તમે આટલો મોટો નિર્ણય કરી લીધો. દિકરા તારા મમ્મીનો વાંક હોય કે ન હોય એ મને નથી ખબર પણ કોઇ પણ શરત વગર જ જાહેરમાં હુ માફિ માંગુ છુ. આજ સુધી જે પણ ભુલ થઈ હોય એ બદલ મને માફ કરી દે.

ના માફિ તો આપણે આપણી દિકરીને માગવી પડે કે આપણે આપણા અહંકાર ખાતર દિકરીને દુઃખી કરી છે. આપણે તેના ગુનેગાર છિએ. દિકરી આજે મને સમજાય છે કે અમારા વચ્ચેના વિવાદથી તારી ઉપર શુ વિતતી હશે પણ મને માફ કરી દેજે. અમે રાજીખુશીથી રહિશુ. તુ સુખેથી સાસરે જા. સોનલબેન રડતા રડતા કહે છે. દિકરી આજે વિશ્વનુ સૌથી મોટુદાન એટલે કન્યાદાન કરતા કરતા અમે વચન આપીએ છીએ કે અમે એકબીજા માટે જીંદગી જીવશુ.

image source

ગોર મહારાજ કહે છે ચેતનભાઇ ફોટા કે મુર્તીમાં લક્ષ્મીજી ઘણા જોયા પણ આજે તો તમારી દિકરીના રૂપમાં મે લક્ષ્મીજી જોયા છે. રાજીખુશીમાં લગ્નની વિધીઓ આગળ વધે છે. દિકરિને વિદાય આપવાનો પ્રસંગ આવે છે ત્યારે પહેલીવાર એવુ બને છે. મા-બાપ ધ્રુસકે ધ્રુસકે રડે છે અને દિકરી સાંત્વના આપે છે. અંતે વિદાય આપતી વખતે બન્ને હાથ જોડી ચેતનભાઇ એટલુ જ કહે છે કે બેટા હુ તને શુ આશીર્વાદ આપુ તુ લક્ષ્મી સરસ્વતી અને શક્તિ સ્વરૂપા મને આશીર્વાદ આપજે. સાસરીયે જઈને દિકરી લાજ કાઢે કે ના કાઢે પણ માં બાપની લાજ રાખે જ છે.

લેખક : વિજયકુમાર ખુંટ

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ