પ્રાણ – એ દિવસે લોકો અમિતાભને છોડીને તેમના દીવાના થઇ ગયા હતા…

“ઇસ ઇલાકેમે નયે હો વરના શેરખાન કો કોન નહિ જાનતાં “

image source

ફિલ્મ ઝંઝીરનો આ ડાયલોગ જેવો પ્રાણના મોઢામાંથી નીકળ્યો તેમ લોકો અમિતાભ ને છોડી પ્રાણ ના દીવાના થઈ ગયા હતા પ્રાણ જ્યારે સ્ક્રીન પર આવતા હતા ત્યારે દર્શકો પોતાની સીટ પર ચોંટી જતા હતા કોઈ તેના ઉપર થી નજરો હટાવી શકતું ન હતું.

image source

બોલિવુડમાં વિલનો તો ઘણા થઈ ગયા પણ પ્રાણ તો કૈંક અલગ જ છાપ ધરાવતા હતા પ્રાણ બૉલીવુડમાં વિલન તરીકે એટલા પ્રખ્યાત થઈ ગયા હતા કે પ્રાણને લોકો અસલ જિંદગીમાં પણ વિલન માનતા હતા લોકો પોતાના દિકરાનું નામ પ્રાણ રાખવાથી પણ ડરતા હતા

પ્રાણ એક એવો કલાકાર કે જેને બૉલીવુડમાં વિલનની વ્યાખ્યા બનાવી હતી બધા કહેતા કે વિલન હોય તો પ્રાણ જેવો જે સમયે લોકો વિલનનો રોલ સ્વીકારવા માટે ડરતા હતા ત્યારે પ્રાણ એક જ એવો અભિનેતા હતો કે જેણે વિલનનો રોલ હસતા હસતા સ્વીકાર્યો હતો આજ સુધી બૉલીવુડને પ્રાણ જેવો જાનદાર વિલન મળ્યો ન હતો તો ચાલો જાણીએ કે પ્રાણ અને બૉલીવુડનો ભેટો કઇ રીતે થયો હતો

બનવા ગયા હતા ફોટોગ્રાફર અને બની ગયા અભિનેતા

image source

પ્રાણનો જન્મ 12 એપ્રિલ 1920 ના રોજ દિલ્લીમાં થયો હતો પ્રાણનું આખું નામ નામ પ્રાણ કૃષ્ણ સિકંદ હતું પ્રાણના પિતા સિવિલ એન્જીનીયર હતા પ્રાણ એક સમૃદ્ધ પરિવારનું સંતાન હતા પ્રાણ નું બાળપણ રઈસીમાં વીત્યું હતું

પ્રાણ ને ક્યારેય પણ ફિલ્મોમાં કામ કરવું ન હતું તેને એક ફોટોગ્રાફર બનવું હતું આ માટે તેમણે એક કંપનીમાં જોબ પણ કરી હતી

તેમનું ફોટોગ્રાફીનું કરિયર સારી રીતે આગળ વધી રહ્યું હતું તે ઘણી નવી નવી વસ્તુઓ શીખી રહ્યા હતા કામના સિલસીલામાં તે એકવાર સિમલા પણ ગયા હતા

પ્રાણ નું કામ ત્યાં એક રામાયણના સ્ટેજ શો ની ફોટોગ્રાફી કરવાનું હતું પરંતુ તે જાણતા ન હતા કે તેંને ત્યાં એક્ટિંગ પણ કરવી પડશે

image source

એમા એવું બન્યું હતું કે શો ચાલુ થયા પહેલા જે કલાકાર સીતાનો કિરદાર નિભાવતા હતા તે કોઇ કારણોસર સીતાનો રોલ નિભાવી શકે તેમ ન હતા શોમાં પબ્લિક પણ ખાસ્સી આવી ગઈ હતી અને શો કોઈપણ સંજોગોમાં કેન્સલ કરવો પોસાય તેમ ન હતો હવે પ્રાણ સામે આવ્યા અને કહ્યું કે તે સીતાનો રોલ નિભાવશે તે સમયે કટોકટીની પરિસ્થિતિમાં ડાયરેક્ટરે કઈ પણ વિચાર્યા વગર પ્રાણને સીતા નો રોલ કરવા માટે અનુમતિ આપી દીધી હતી.

પ્રાણ જ્યારે સીતા બનીને પહેલીવાર એક્ટિંગ ના મંચ પર આવ્યા ત્યારે કોઈ પણ એમ કહી શકે તેમ ન હતું કે તેણે પહેલી વાર એક્ટિંગ કરી હશે પ્રાણે એક્ટિંગમા જાન રેડી દીધી હતી પ્રાણ નો સામનો અહીં પહેલીવાર એક્ટિંગ સાથે થયો હતો.

જ્યારે પહેલી ફિલ્મ જ ગઈ હતી સુપર ડુપર હિટ

image source

આ સ્ટેજ શો પછી પણ પ્રાણે પોતાની એક્ટિંગ પર ખાસ ધ્યાન આપ્યું ન હતું તે પાછા પોતાના ફોટોગ્રાફીના કામમાં લાગી ગયા હતા પ્રાણ જ્યારે 1940 માં કોઈ કામ ન લીધે લાહોર ગયા હતા ત્યારે તેમની મુલાકાત પ્રખ્યાત લેખક મહમ્મદ વલી સાથે થઈ હતી વલી તે દિવસોમાં પોતાની પંજાબી ફિલ્મ ” યમલા જટ્ટ “ માટે વિલનની તલાશ કરી રહ્યા હતા.

તે સમયે વલીની સાથે કામ કરવું એ બહુ મોટી વાત માનવામાં આવતી હતી અહીં પ્રાણ સાથે તો વલીની મુલાકાત સામેથી થીજ થઈ હતી તેને પ્રાણમાં પોતાનો વિલન દેખાઈ ગયો હતો વલી મહંમદે પ્રાણ ને ફિલ્મમાં એક્ટિંગ કરવા માટે પ્રસ્તાવ મુક્યો શરૂઆતમા તો પ્રાણે આનાકાની કરી હતી પરંતુ વલીના સમજાવ્યા બાદ પ્રાણ માની ગયા .

આમ પ્રાણની એક્ટિંગ જર્નીની શરૂઆત થઈ ચૂકી હતી 1940 મા તેમની પ્રથમ ફિલ્મ ” યમલા જટ્ટ ” રિલીઝ થઈ અને સાથે સાથે ખુબજ હિટ થઇ હતી પ્રાણની ગાડી તો ચાલી નીકળી હતી કારણકે પ્રાણે પેલી ફિલ્મમાં જ સફળતાનો સ્વાદ ચાખી લીધો હતો.

image source

આ સફળતા બાદતો પ્રાણનું નામ બધે જ ફેલાઈ ગયું હતું ત્યાર પછી તો પ્રાણે લાહોરમા જ કેટલીક પંજાબી ફિલ્મોમાં કામ કર્યું હતું ધીરે ધીરે પ્રાણની એક્ટિંગની પ્રશંસા આખા બૉલીવુડમાં થવા લાગી હતી

1942 માં પ્રાણને પોતાની પહેલી હિન્દી ફિલ્મ ” ખાનદાન ” મળી ગયી હતી ફિલ્મમાં પ્રાણે રોમાન્ટિક કિરદાર નિભાવ્યો હતો તે પણ પોતાની ઉમર કરતા ક્યાંય નાની નૂરજહાં સાથે ફિલ્મોમાં તેમની એક્ટિંગના વખાણ તો થયા પરંતુ પ્રાણને આ રોમાન્ટિક રોલ ફાવ્યો ન હતો ત્યાર બાદ પ્રાણે 22 જેટલી પંજાબી અને હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું ત્યારબાદ થોડા સમય માટે પ્રાણે પોતાને ફિલ્મોથી દૂર રાખ્યા હતા અને 1945 માં પ્રાણે લગ્ન કરી લીધા હતા.

image source

પિતા થી છુપાવી હતી એક્ટિંગની વાત

પ્રાણ પોતાના પિતાની ખુબજ ઈજ્જત કરતા હતા અને પોતાના પિતાથી ખૂબ ડરતા પણ હતા તે જાણતા હતા કે પોતે ફિલ્મોમાં કામ કરે છે એ જાણીને તેના પિતા નારાજ થશે આ કારણથી જ પ્રાણે તેના પિતાથી પોતાની એક્ટિંગની વાત છુપાવી હતી પ્રાણની બહેનોને આ વાત ની ખબર હતી પણ પ્રાણનો સાથ દેવામાટે તેની બહેનોએ પણ આ વાત પિતા થી છુપાવી હતી.

જયારે એક સમાચાર પત્રકમાં પ્રાણ નું ઇન્ટરવ્યૂ છપાયું હતું ત્યારે તેની બહેને આ સમાચાર પત્રક તેના પિતાથી છુપાવી દીધું હતુ પણ આ હકીકત લાંબો સમય સુધી છૂપું રહી શકે તેમ ન હતી ક્યારેક ને ક્યારેક તેના પિતાને આ વાત ખબર પડવાની જ હતી છેવટે જ્યારે તેમને આ વાત ની ખબર પડી ત્યારે તે ગુસ્સે થયા ન હતા પરંતુ ઉલટાનું તેમના પિતાએ પ્રોત્સાહન આપ્યું હતું.

ભાગલાએ લગાડી દીધી એક્ટીંગ પર રોક

image source

પ્રાણની જિંદગી સુખમય રીતે ચાલતી હતી ત્યારે 1947 મા દેશના ભાગલાની ઘોષણા કરવામાં આવી હતી ભાગલાએ પ્રાણની જિંદગી બદલી દીધી હતી પ્રાણને લાહોર છોડી મુંબઈ આવવું પડ્યુ હતું.

હવે લાંબા સમય સુધી પ્રાણ પાસે કોઈ કામ ન હતું તે મુંબઇ તો આવી ગયા હતા પણ તેની પાસે કઈ કામ ન હતું .

image source

જે શહેરમાં લોકો નો બૉલીવુડ માટે નો સંઘર્ષ પુરો થાય તે શહેરમાં જ પ્રાણનો બૉલીવુડ માટે નો સંઘર્ષ ચાલુ થયો હતો તેમની પાસે પૈસા હતા એટલે શરૂઆતમાં તે તાજ હોટલમાં રહ્યા હતા . સમય જતાં પૈસાની તંગી પડવા લાગી હતી તેથી પ્રાણને મોટી હોટલો છોડી ને નાની હોટલમાં આવવું પડ્યું હતું અને અંતે તો પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગયી હતી કે પ્રાણે છેવટે નાના નાના ગેસ્ટ હાઉસ થી કામ ચલાવવું પડ્યું હતું મુંબઇમાં 8 મહિના સંઘર્ષ કર્યા બાદ પ્રાણને ને ફિલ્મોમાં કામ મળવાનું ચાલુ થઈ ગયું હતું.

પ્રાણ હવે રિયલ લાઈફમાં પણ વિલન તરીકે ઓળખાવા લાગ્યા હતા આથી જ માબાપ પોતાના દિકરાનું નામ પ્રાણ રાખતા ડરતા હતા આ વાત થી તમને અંદાજો આવી જ ગયો હશે કે પ્રાણ પોતાના કિરદાર માટે કઈ હદે પ્રખ્યાત હતા એક પછી એક ફિલ્મોમાં કામ મળ્યા પછી પ્રાણે તેની ફિસ ખુબજ વધારી દીધી હતી.

image source

સારા સારા ડાયરેક્ટરોને પણ પ્રાણની ફિ આપવામાં પરસેવો વળી જતો હતો પોતાની જબરદસ્ત એક્ટિંગ માટે પ્રાણને તેના મૃત્યુ ના થોડા વર્ષો પહેલા દાદા સાહેબ ફાળકે એવોર્ડ થી નવાજવામાં આવ્યા હતા. પુરુસ્કાર મેળવ્યાના થોડા દિવસો પછી જ 12 જુલાઈ 2013 ના રોજ આ વિલને વિદાય લીધી હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

 

– તમારો જેંતીલાલ