અને કંઇક આ રીતે પ્રિતિ ઝિંટાને ડૂબતી બચાવી લીધી કૂતરાએ, ક્લિક કરીને જોઇ લો અંદરની તસવીર

પ્રીતિ ઝિંટાને પાણીમાં ડૂબતી બચાવી તેના પાલતૂ કૂતરાએ – સોશિયલ મિડિયા પર પ્રિતિએ જણાવી આખી વાત

પ્રીતિ ઝિંટા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર થઈ ગઈ છે પણ અવારનવાર કોને કોઈ પ્રસંગે તેણી પોતાની હાજરી નોંધાવતી રહે છે. સામાન્ય રીતે પ્રિતિ ઝિંટા સોશિયલ મિડિયા પર એટલી એક્ટિવ નથી રહેતી પણ ક્યારેક ક્યારેક તે પોતાના પતિ સાથેની કે પોતાના પ્રવાસ વિગેરેની તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી હોય છે.

image source

તાજેતરમાં પ્રિતિએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર એક પ્રસંગ શેર કર્યો છે જેની સોશિયલ મિડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. તેણીએ ટ્વિટ કરીને જણાવ્યું કે કેવી રીતે તેના કૂતરાએ તેનો જીવ બચાવ્યો હતો. ટ્વિટરની આ પોસ્ટમાં પ્રીતિએ પોતાના કૂતરા સાથેની એક તસ્વીર શેર કરી છે. તેણીએ લખ્યું છે, ‘સાચો પ્રેમ ત્યારે હોય જ્યારે તમારો કૂતરો તમને બચાવવા માટે જકૂઝીમાં પણ છલાંગ લગાવી લે (ઓછામાં ઓછું તે તો એં જ વિચારે છે) અને ત્યાં સુધી ચિંતિત રહે છે જ્યાં સુધી તમે તેમાંથી બહાર ન આવી જાવ, મારા બેબી સાથેની એક પ્રેમાળ ક્ષણ.’

image source

વાસ્તવમાં પ્રીતિ ઝિંટા જકુઝીમાં સ્નાન કરી રહી હશે અને તેણી પાણીની અંદર જતી રહી હશે પણ તેના કૂતરાને કદાચ એવું લાગ્યું હશે કે તેણી ડુબી રહી છે અને માટે તેણે પોતાના માલિકનો જીવ બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી દીધી હતી.

પ્રીતિ ઝિંટાની આ ટ્વિટર પોસ્ટ પર લોકો ખૂબ રિએક્ટ કરી રહ્યા છે. માત્ર ગણતરીના કલાકોમાં જ હજારો પ્રતિસાદ અને લાઇક મળી ગયા છે. અને કમેન્ટ સેક્શનમાં પણ તેણીના ફેન્સ કૂતરાના વખાણ કરી રહ્યા છે. કેટલાકે તો આ જ કારણસર કૂતરાને મનુષ્યનો સૌથી સારો દોસ્ત પણ કહ્યો છે.

image source

થોડા સમય પહેલાં પ્રિતિઝિંટાની સલમાન ખાન સાથેની એક તસ્વીર પણ સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તેમાં સલમાન ખાન તો ભારતીય પોલીસના ગણવેશમાં હતો જ પણ પ્રિતિઝિંટા પણ વિદેશી પોલીસના ગણવેશમાં જોવા મળી હતી આ તસ્વીર જોઈને લોકોએ એવો અંદાજો લગાવ્યો હતો કે તેણી સલમાન ખાન સાથે દબંગ 3માં કામ કરી રહી છે. પણ તેવું કશું જ ન બન્યું. તમને જણાવી દઈએ કે પ્રિતી ઝિંટા સલમાન ખાનની નજીકની મિત્ર છે અને અવારનવાર તેણી તેની સાથે જોવા મળે છે.

image source

પ્રીતિ ઝિંટા હાલ ભલે ફિલ્મોમાં ન આવી રહી હોય પણ તેણીની ફિલ્મ કેરિયર ઘણી સફળ રહી છે. હાલ તેણી એક અમેરિકન નાગરિક જીન ગુડઇનફ સાથે લગ્ન કરીને યુએસએમાં સેટલ્ડ થઈ ગઈ છે. તેણીનો પતિ અમેરિકાના લોસ જેલસ ખાતે ફાયનાન્શિયલ એલિસ્ટનું કામ કરે છે. પ્રીતિએ તેની સાથે 2016માં લગ્ન કર્યા હતા. અને ત્યાર બાદ તેણી ત્યાં જ સેટલ્ડ થઈ ગઈ છે. જો કે અવારનવાર તેણી ભારતની મુલાકાત તો લઈ જ લે છે. પ્રિતિઝિંટાએ માત્ર બોલીવૂડમાં જ ફિલ્મે નથી કરી તેણીએ તેલુગુ, પંજાબી અને ઇંગ્લિશ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલ તેણી એક આઈપીએલ ટીમ પણ ધરાવે છે અને તેણી એક આત્મનિર્ભર મહિલા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ