રેડ સારીમાં બેક લેસ બ્લાઉઝ પહેરીને જાહ્નવીએ આપ્યા હટકે પોઝ, જોઇ લો તસવીરોમાં

જાહ્નવી કપૂરનો સારી લૂક થયો વાયરલ – માતા શ્રીદેવી સાથે કરવામાં આવી રહી છે કમ્પેરિઝન

જાહ્નવી કપૂર પોતાની સ્ટાઇલને લઈને અવારનવાર ચર્ચામા રહે છે. થોડા સમય પહેલાં તેના વેડિંગ ફોટોશૂટની તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ હતી અને આ વખતે ફરી એવાર તેનો સાડી લૂક વાયરલ થયો છે. અને લોકોને તેનો આ સાડી લૂક ખૂબ પસંદ આવી રહ્યો છે અને લોકો તેના વખાણ કરતાં થાકતા નથી. અને કેટલાકનું તો એવું પણ કહેવું છેકે તેણી બિલકુલ પોતાની માતા શ્રીદેવી જેવી લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

પોતાનો રેડ સાડી લૂક તેણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. અને તેને જોઈને યુઝર્સને શ્રીદેવીની યાદ આવી ગઈ હતી. લાલ ચટક સાડીમાં જાહ્નવી અત્યંત સુંદર લાગી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે આ સારી લૂક જાહ્નવીએ મુંબઈ પોલીસ દ્વારા આયોજિત કાર્યક્રમ ઉંમગ માટે પસંદ કર્યો હતો. લોકોને જાહ્નવી લાલ સાડીમાં અત્યંત આકર્ષક લાગી હતી. આ ઉપરાંત પણ તેણીએ પોતાના પિતા સાથે પણ આ જ સાડીમાં બીજી એક તસ્વીર પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, તેને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

image source

જાહ્વનીની ફિલ્મોની વાત કરીએ તો તેણીએ શાહિદ કપૂરના ભાઈ ઇશાન ખટ્ટર સાથે ધડક ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું. આ ફિલ્મ મરાઠી ફિલ્મની રીમેક હતી જેને મરાઠી ફિલ્મ જેટલી સફળતા બોક્ષઓફિસ પર નહોતી મળી શકી. છેલ્લે જાહ્નવી નેટફ્લિક્સ પર રજૂ થેલી ઘોસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી હતી જેમાં તેના સાદા લૂક તેમજ અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા હતા.

image source

જાહ્નવી કપૂરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેણી કરણ જોહરની ફિલ્મ તખ્તમાં જોવા મળશે. આ ઉપરાંત પણ તેણી પાસે બીજી ઘણી ફિલ્મો છે. હવે જોઈએ તેની આવનારી ફિલ્મો બોક્ષઓફિસ પર કેવો કમાલ બતાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ