ધનતેરસના મૂહુર્ત અને ખરીદીના સમય અને તેનાથી થતા લાભ વિશે અત્યારે જ વાંચો.

દિવાળીનો શુભ પર્વ શરૂ થવા જઈ રહ્યો છે. શહેરના બજારો પણ ગ્રાહકોથી છલકાઈ રહ્યા છે અને ઘરમાં પણ દિવાળીના તહેવારની ઉજવણી માટે ભાત ભાતની વસ્તુઓ આવી રહી છે. આ પર્વમાં દીવા પ્રગટાવવાનું, ફટાકડા ફોડવાનું, લક્ષ્મી પુજન, કુબેર પુજન અને ધન્વંતરી ભગવાનની પુજાનું અનેરુ મહત્ત્વ છે. આ દરેક પુજાને વિધિસર અને યોગ્ય મુહૂર્તે કરવામાં આવે તો જ તેનું ફળ પ્રાપ્ત થાય છે.

image source

આ તહેવારમાં ધનતેરસ તેમજ દીવાળીના દિવસે લક્ષ્મીજીની પુજા કરવામાં આવે છે. તેમજ ધનતેરસના દિવસે શુભ વસ્તુઓની ખરીદી કરવામાં આવે છે જેમાં સોના ચાંદીના આભૂષણો તેમજ સિક્કાઓ લેવાની પરંપરા છે. આ દિવસે લોકો પોતાની આર્થિક શક્તિ પ્રમાણે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે. અને વિધિવત સંપુર્ણ શ્રદ્ધાપૂર્વક લોકો ધનની પુજા કરે છે. તો ચાલો જાણીએ પુજા કરવાના શુભ મુહૂર્ત વિષે.

image source

આ વર્ષે 25 ઓક્ટોબરના રોજ ધનતેરસ આવી રહી છે. આ દિવસે પુજા માટેનો શુભ સમય સાંજના 7 વાગ્થાથી 8 મિનિટથી લઈને રાત્રે 8 વાગીને 14 મિનિટનો છે. આ સમય દરમિયાન તમારે પુજા કરી લેવી. જો આ સમય દરમિયાન પુજા કરવામાં આવે તો તેનું શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ સિવાય પ્રદોશકાળ સાંજે 5 વાગીને 39 મીનીટથી લઈ 8 વાગીને 14 મિનિટનો છે.

image source

આવી રીતે ધનતેરસની કરો પૂજા

ધનતેરસના દિવસે હંમેશા સાંજના સમયે જ લક્ષ્મી પુજન કરવામા આવે છે. આ દિવસે સાંજે નાહીને સુંદર નવા વસ્ત્રો પહેરીને પુજા કરવી જોઈએ. સૌ પ્રથમ ઉત્તર દિશા તરફ ભગવાન કુબેર અને ધનવંતરિની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. સ્થાપના થઈ ગયા બાદ લક્ષ્મી માતા અને ગણપતિજીની પુજા કરવી જોઈએ. એવી માન્યતા છે કે ભગવાન કુબેરને સફેદ મિઠાઈ અને ધનવંતરી ભગવાનને પીળી મીઠાઈનો ભોગ ચડાવવામાં આવે છે.

image source

આ પુજા વિધિમાં ચંદન, ફળ, ફુલ, ચોખા, ધૂપ , દીવો તેમજ મીઠાઈઓ હોવા જોઈએ. આ દિવસે એક દીવો યમદેવના નામનો પણ કરવામાં આવે છે જેને ઘરના મુખ્ય દરરવાજા પર મુકીને યમરાજને નમન કરવાનું હોય છે જેથી કરીને તમારા ઘરના સભ્યો આખું વર્ષ સ્વસ્થ રીતે જીવી શકે.

image source

આ દિશામાં પ્રગટાવો દીવા

એક માન્યતા પ્રમાણે જ્યારે પુજા વિધિ પુર્ણ થઈ જાય ત્યારે દક્ષિણ દિશામાં દીવો પ્રજ્વલીત કરવા જોઈએ. પૌરાણિક કથા પ્રમાણે દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવીને રાખવાથી ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ નથી થતું. સાથે સાથે ઘરની બધી જ નકારાત્મકતા પણ દૂર થઈ જાય છે.

image source

ધનતેરસના દિવસે કરો આ વસ્તુની ખરીદી

આ દિવસે ધનતેરસ ખુબ જ શુભ અવસર પર આવી રહી છે. આ દિવસે ઋણમોચનનો વિશિષ્ટ યોગ છે. આ યોગના કારણે જે લોકો પર લાંબા સમયથી દેવું છે તેઓ પોતાનું દેવું ચુકવી શકશે. દરેક રાશીના લોકો, વાસણો, સોના ચાંદીના ઘણેરા, સિક્કા વિગેરેની ખરીદી કરી શકે છે. સાથે સાથે તમારી યથાશક્તિ પ્રમાણે ચાંદી તેમજ પિતળના વાસણનો ખરીદીને તેની પુજા કરવી જોઈએ. અને ત્યાર બાદ તેનો ઉપયોગ કરવો જોઈએ.

image source

આ સિવાય તમે લક્ષ્મીજી તેમજ ગણપતિની મૂર્તિ પણ ખરીદી શકો છો. જો તમે લક્ષ્મીમાતાની મૂર્તિ ખરીદવાના હોવ તો આ વખતે 9કે 11 દિવાવાળી લક્ષ્મીમાતના મૂર્તિ ખરીદવી અને તેમાંના દિવાને તહેવારના દિવસો દરમિયાન પ્રજ્વલિત રાખવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ