શું તમે છો દિવ્યાંકા ત્રિપાઠીના ફેન્સ? તો જાણો લગ્નની વાતને લઇને શું કર્યો મોટો ખુલાસો, જે જાણીને તમે પણ બોલી ઉઠશો…

ટેલિવિઝન સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠીએ આ ફોટો સાથે પોતાના લગ્નના આંઠમાં વચનનો કર્યો ખુલાસો

એકતા કપૂરના પ્રોડક્શન હાઉસની ટેલિવિઝન સિરિઝ યે હે મોહોબ્બતેંથી લોકોના દીલો પર રાજ કરનારી દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મિડિયા પર કૂબ એક્ટિવ રહે છે. તેણીએ તાજેતરમાં એક ફોટો શેર કર્યો છે. જેમાં એક કેપ્શન લખવામા આવ્યું છે તેણીએ તેમાં પોતાના લગ્નના આંઠમાં વચનનો ખુલાસો કર્યો છે, તેણીએ લખ્યું છે, ‘લગ્નનું આંઠમું વચન, હું હંમેશા ઓલ ટાઇમ મોડેલ અને તમે મારા ઓલ ટાઇમ ફોટોગ્રાફર રહેશો.’ બન્નેની આ તસ્વીર સોશિયલ મિડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

તમને જણાવી દઈ કે દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દાહિયાની જોડી નાના પરદા પર ખૂબ પસંદ કરવામા આવે છે. બન્નેનું બોન્ડીંગ પણ સોશિયલ મિડિયા પર ખૂબ જ હલચલ મચાવતું હોય છે. દિવ્યાંકા ત્રિપાઠી પણ સોશિયલ મિડિયાના માધ્યમથી પોતાના પતિ વિવેક દહિયા સાથે એકથી એક ચડિયાતી ક્યૂટ વિડિયોઝ તેમજ તસ્વીરો શેર કરે છે. જેને તેણીના ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

દિવ્યાંકાએ વિવેક સાથે આવી જ એક સુંદર તસ્વીર શેર કરી છે. જેમાં વિવેક પોતે દિવ્યાંકાની તસ્વીર લઈ રહ્યા છે. દિવ્યાંકાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસ્વીરને શેર કરતાં કેપ્શન લખ્યું છે, ‘હું હંમેશા તમારી ઓલ ટાઇમ મોડેલ રહીશ અને તમે મારા ઓલ ટાઇમ ફોટોગ્રાફર રહેશો.’

image source

આમ જોવા જઈએ તો બધા જ પતિ પત્નીની આ જ કહાની હોય છે. પત્નીઓ સુંદર મજાની તૈયાર થાય અને પતિઓ તેમની જાત-જાતની તસ્વીરો ખેંચે. અને ક્યારેક તો બીચારો પતિ આ તસ્વીરો લેતો લેતો કંટાળી પણ જાય. પણ પત્નીને ના કહેવાની કોઈ પતિમાં હિંમત હોય ખરી !

image source

દિવ્યાંકા અવારનવાર પોતાના પતિ સાથેની તસ્વીરો તેમજ વિડિયો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરતી રહે છે. ગયા મહિને પણ દિવ્યાંકા ત્રિપાઠીએ શેર કરેલી વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. તેમાં તે પોતાના પતિ સાથે ડાન્સ કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

આ વિડિયો દિવ્યાંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો હતો. આ વિડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. તેણીના ફેન્સે પણ તેણીના આ વિડિયો પર ખૂબ રીએક્શન્સ આપ્યા હતા. તેણીની આ વડિયોમાં દિવ્યાંકા પોતાના પતિ વિવેક દહિયા સાથે ગણપતિ બાપ્પાના એક ગીત પર જૂમીને નાચી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya) on

તમને જણાવી દઈએ કે દિવ્યાંકા ત્રિપાઠીએ ટેલિવિઝનની દુનિયામાં પોતાની એક જોરદાર ઓળખ ઉભી કરી છે. બનું મેં તેરી દુલ્હનથી તેણીએ ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. અને ત્યાર બાદ તેણીએ ક્યારેય પાછુ વાળીને નથી જોયું. છેલ્લે તેણી સિરિયલ યે હૈ મુહોબ્બતેંમાં કરણ પટેલ સાથે જોવા મળી હતી. આ એક સુપર હીટ સિરિઝ રહી હતી. ત્યાર બાદ તેણી રાજીવ ખંડેલવાલ સાથે એક વેબ સિરિઝમાં પણ જોવા મળી હતી.

image source

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાએ એકબીજાને થોડા સમય ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધ હતો. 16મી જાન્યુઆરી 2016ના દિવસે તેમણે વિવેક સાથે સગાઈ કરી લીધી અને ત્યાર બાદ 8મી જુલાઈ 2016માં તેમણે ભોપાલમાં લગ્ન કરી લીધા.

image source

2017માં સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શો નચ બલિયેમાં તે બન્નેએ ભાગ લીધો હતો અને શોના વિજેતા પણ બન્યા હતા. આ જ શો દરમિયાન દિવ્યાંકા અને વિવેકે ખુલાસો કર્યો હતો કે તે બન્નેના સંબંધની શરૂઆત 2 ફેન્સના કારણે થઈ હતી. આજ કાલ આ પતિ-પત્નીના વિડિયો અવારનવાર વાયરલ થતા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ