દિવ્યાંગ લક્ષ્મી – પોતાની ખામીને ખૂબી બનાવી કરી રહી છે અદ્ભુત કાર્ય પુણેની આ દિકરી…

પડકાર વગરનું જીવન એ નરી અવાસ્તવિક વાત છે. તેવું કશું જ આ જગતમાં નથી. તમે આ પૃથ્વી પર જન્મ લીધો છે તો નક્કી જ છે કે તમારા જીવનમાં અસંખ્ય પડકાર આવશે જેને તમારે જીલવા પડશે અને તેની પાર જવું પડશે. જો તેમ નહીં કરો તો ત્યાંના ત્યાં જ રહી જશો અને આગળ નહીં વધી શકો.


આપણા સમાજમાં આસપાસ તમે જોઈ શકો છો કે લોકો વધતા ઓછા પ્રમાણમાં પડકારો જીલી રહ્યા છે અને તેનો સામનો કરીને જીવનમાં આગળ વધી રહ્યા છે. પડકારોનો સામનો ત્યારે કરવો સહેલો રહે છે જ્યારે તમે એક સંપૂર્ણ સ્વસ્થ શરીર ધરાવતા હોવ. પણ શું તમે ક્યારેય એ વિચાર્યું હશે કે શરીરમાં કોઈ ખોડ હોવી અને તેને અવગણીને આગળ વધવું એ કેટલું મોટું મનોબળ માગી લે છે. જે દરેક વ્યક્તિ પાસે નથી હોતું.

આજે અમે તમને એવી જ એક પાક્કા મનોબળ વાળી દીવ્યાંગ દીકરી લક્ષ્મીની વાત કરવા જઈ રહ્યા છીએ.

લક્ષ્મી એક સંપૂર્ણ અપંગ કન્યા છે. જો કે તેણી પોતાની આ શારીરિક નબળાઈ થી જરા પણ નીરાશ નથી થઈ. તેણીમાં છલોછલ આત્મવિશ્વાસ ભરેલો છે. અને તેણે પોતાના આ જીવનથી કોઈ જ ફરિયાદ નથી તે ભગવાને આપેલા આ અમૂલ્ય જીવન માટે ખુબ જ આભારી છે. તેણી જણાવે છે કે તેણીના જીવનમાં ખુબ જ મુશ્કેલીઓ આવી અને હજુ પણ આગળ આવતી રહેશે પણ હું મારામાં આત્મવિશ્વાની ખોટ ક્યારેય આવવા નથી દેતી. હું સતત મહેન અને લગનથી એ બધું જ કરી શકું છું જે સામાન્ય લોકો કરી શકે છે. અને તેનાથી ફણ વધારે કરવાનો જુસ્સો ધરાવું છું.


આજે તેણી પોતાના ગામમાં એક અનેરું સ્થાન ધરાવે છે. તેણીના બન્ને હાથ નથી. તેણી પોતાનું મોટા ભાગનું કામ તેના અવિક્સિત જમણા પગ દ્વારા કરે છે. તેના દ્વારા તે મેબાઈલ ચલાવવાથી માંડીને શાળાના રજિસ્ટરમાં લખવા સુધીનું જીણામાં જીણું કામ કરી શકે છે. આટલી તકલીફો બાદ પણ તેણીના શબ્દો સુવાચ્ય અને સુંદર છે જેનાથી જ તમને તેની પ્રતિબદ્ધતા, તેની લગન, મહેનત તેમજ તેણીની લાયકાતનો ખ્યાલ આવી જશે.

હાલ તેણી પોતાના ગામની આંગણવાડીનું વ્યવસ્થાપન કરી રહી છે જેમાં તેણીને તેણીના કૌટુંબીક સગા તેમજ ગામના સરપંચ ચંદ્રકુમાર સાહુ તેમજ આંગણવાડિના જમુના પટેલ સહકાર આપી રહ્યા છે. જો કે તેણીને તેના બદલામાં કંઈ ખાસ આર્થિક સહાય નથી મળતી. તેમ છતાં તેણી નિઃસ્વાર્થ ભાવે બાળકોના ઉદ્ધારમાં પોતાનુ યોગદાન આપી રહી છે.


અભ્યાસમાં તેણી કોઈ સામાન્ય વિદ્યાર્થીઓ જેવી જ છે. તેણીની અપંગતા ક્યારેય તેના ભણતર આડે નથી આવી. તેણી એક પ્રથમ હરોળની વિદ્યાર્થીની છે. તેણીએ પ્રાથમિક શાળાથી માંડીને ઉચ્ચ માધ્યમિક ધોરણો તેમજ સ્નાતક સુધી ખુબ જ સારું પ્રદર્શન કર્યું છે.

તેણી હાલ પોતાના નાના-નાની સાથે રહે છે. તેણીને તેમનો ખુબ જ સહકાર તેમજ પ્રેમ મળે છે. નાના-નાની વૃદ્ધત્વના ઓટલે બેઠા છે તેમ છતાં તેણીને શારીરીક તેમજ માનસિક રીતે સતત સહકાર આપે છે.


તેણી ભવિષ્યમાં એક ઉત્તમ શિક્ષિકા બનવા માગે છે. હાલ આંગણવાડીમાં પણ તેણી બાળકોને શીક્ષણ આપવાનું પણ કામ કરી રહી છે. જો કે તેણી સરકાર દ્વારા નિમાયેલી શિક્ષિકા બનીને આ કામ કરવાનું વધારે પસંદ કરશે. તેણી એક તેજસ્વી વિદ્યાર્થીની છે. તેણીએ બારમું ધોરણ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું છે અને ત્યાર બાદ આર્ટ્સમાં તેણીએ સ્નાતકની પદવી મેળવી છે.


તેના નાના ઇચ્છે છે કે સરકાર અને પ્રશાસન તેણી પર ધ્યાન આપે તેણીની મહેનત તેમજ આત્મબળની કદર કરે અને તેણીને પોતાના પગ પર ઉભી થવા પ્રોત્સાહન આપે અને આર્થિક સહાય કરે.

આ વિડીઓમાં તમે જોઈ શકો છો તે દિકરી કેવીરીતે પોતાનું કામ કરી રહી છે.