લોકો તૈમુરના વિડીઓ બનાવવા માટે કઈ હદ સુધી જતા હોય છે તમને આ વાંચીને ખ્યાલ આવશે…

આપણાં ઘરમાં જ્યારે કોઈ નવું બાળક જન્મે ત્યારે પરિવાર આખાનું એ આકર્ષણનું કેન્દ્ર બની જાય. તે જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેના માતા-પિતા જ નહીં કુટુંબના દરેક સભ્યો તેના પર ખૂબ વહાલ વરસાવે છે અને તેનું બહુ ધ્યાન પણ રાખે છે. નાનું બાળક જરાક માંદું પણ પડે તો બધાંનો જીવ ઊંચો થઈ જાય અને તે કંઈ નવું શીખે કે કંઈ જિજ્ઞાસાથી પૂછે તો બધાં હેંશે હોંશે તેને જવાબ આપે છે.

અમે આપને એક એવા જ લાડલા સ્ટાર કિડના વાઈરલ વિડિયોઝ લાવ્યા છીએ એ જોઈને તમને એ બાળક પરાણે પણ વહાલું લાગશે. કરિના કપૂર અને સૈફ અલિ ખાન જેવા સુપર સ્ટાર જેના મમ્મી પપ્પા હોય એ બચ્ચું તો સુપર ક્યુટ હોવાનું જ ને?

while receiving the award for India’s Most Stylish female for Jury’s choice category, Kareena said, “I am accepting this award on my son taimur’s behalf, the most stylish man alive. And he is definitely more stylish than you Ranveer. 😂👍🏼👍🏼👍🏼😍😍😍 . . . عندما فازت كارينا كابور خان جائزة الهندية الأكثر اناقة عن فئة اختيار لجنة التحكيم في حفلة Ht Most Style Awards قالت: أنا أقبل هذه الجائزة نيابة عن ابني تيمور هو الرجل الأكثر أناقةً على قيد الحياة وهو بالتأكيد أكثر أناقة من رانفير سينغ 😂😂♥️♥️ . . احب فصلات هالانسانة كل كلامها عفوي 😂😂 من جد تيم طفل كيوت و يجذب كل شي ماشاءالله ♥️ اكيد فانز ديبي يقفون مع رانفير بس البقية متفق 😜😜هههههههه . . #kareenakapoor #kareenakapoorkhan #كارينا_كابور

A post shared by Heroine No.1 (@kareenakapoor.arabic) on

કહેવાય છે કે કરિના તેના બાળકની દેખરેખ રાખવા તેના કરિયર પર પણ પરત નથી ફરી. માતા બન્યા પછી તેની એક પણ ફિલ્મ નથી આવી તેમ છતાં એક દિવસ પણ એવો ન હોય કે તે કોઈ બોલિવૂડ ગોસિપ ન્યૂઝમાં કે સોશિયલ મીડિયામાં ચર્ચાઈ ન હોય.

Mama #kareenakapoorkhan with cutie #taimuralikhan

A post shared by Viral Bhayani (@viralbhayani) on


આ વિડિયોમાં કરિના તૈમૂરને બાલ્કનીમાં બાંધેલો ઝૂલો ખવરાવે છે. તે અંદર કોઈ સાથે વાત કરતી હોય તેવું લાગે છે. ક્યારેક સેલિબ્રિટિઝને પણ સામાન્ય જીવન જીવતાં જોઈને એમ થાય કે તે પણ એક મા છે અને તેનું પણ અંગત જીવન છે…

આજે સૌથી વધુ ચર્ચાતું અને પસંદ કરાતું સ્ટાર કિડ હોય તો તે છે તૈમૂર. તે શાહિદ – મીરાના બાળકો મીશા અને ઝૈન તથા ઐશ – અભિની દીકરી આરાધ્યા કરતાં પણ વધુ પોપ્યુલર છે.

જેટલાં ફેન્સ કરિના – સૈફના નહીં હોય એનાથી અનેક ઘણાં તૈમૂરના ફેન્સ હશે. બેશક ! કેમ ન હોય…? આવું રૂપાળું, મોટી – મોટી આંખો અને કર્લી ભૂરા વાળવાળું બાળક પાપા પગલી કરતું હોય અને આમથી તેમ ચાલે તે પણ જોવાની ખૂબ મજા પડી જતી હોય છે.

#taimuralikhan

A post shared by Viral Bhayani (@viralbhayani) on

તૈમૂરને કેમેરા સામે આવવાની મજા આવી જાય છે. ફટાફટ પડતા ફોટોઝ સામે આ વહાલુ બચ્ચુ મસ્ત પોઝ અને સ્માઈલ આપે છે. પણ તેના આ વિડિયોમાં એક ફેને લખ્યું છે કે બાળકની આંખમાં આમ ફ્લેશ લાઈટથી નુક્સાન થશે. જો કે તેની ચિંતા વ્યાજબી છે, નહીં?

Tim is on abba’s Kandha 😁😍 #taimuralikhan 📹- @viralbhayani

A post shared by Taimur Ali Khan (@taimuralikhanworld) on

તૈમૂરની સાથે સતત કોઈને કોઈ કેરટેકર કે કોઈ પરિવારનું વ્યક્તિ અને પેરેન્ટ હોય જ છે. એ જરાવાર પણ ઘરની બહાર નીકળે એટલે તેના ફેન્સ ટોળે વળીને તેને જોવા અને વિડિયો લેવા પડાપડી કરવા લાગે છે. પિતાના ખભ્ભે બેસીને કેવો એન્જોય કરે છે એ જોવા જેવું છે…

#PataudiVillage #taimuralikhan

A post shared by Taimur Ali Khan (@taimuralikhanworld) on

તૈમૂરને સામાન્ય બાળકની જેમ જ બધે ફરતો જોઈને મજા આવે છે. અહીં કરિના અને સૈફ કોઈની વાડીએ બકરી સામે રમતો જોઈ શકાશે આ વિડિયોમાં… અહીં તેની કાલા ઘેલા ઉચ્ચારો પણ સંભળાય છે…

Tim is playing with pichkaris 😂😍❤💙💚💛💜 📹- @viralbhayani #taimuralikhan

A post shared by Taimur Ali Khan (@taimuralikhanworld) on

આપણે પણ બાળક સાથે બાળક બની જઈએ અને તેને ઘેરીવળીને તેની સાથે મસ્તી કરી લઈએ છીએ. તૈમૂર હોળીની પિચકારી સાથે રમે છે એ બાલ્કનીમાંથી ફેન્સ લોકોએ વિડિયો કેપ્ચર કરી મૂક્યો છે. જુઓ તો ખરા પાણી ઉડાડતાં કેવો ખીલખીલાટ કરે છે!