આ ગામમાં સૌના મિત્ર છે સાપ,નથી કરડતા સાપ કે ના તો સાપને મારવામાં આવે છે..

સાંપને જોઈને સારા સારાની હાલત ખરાબ થઈ જાય છે. માણસ સાંપની ડરે છે અને સાંપ પણ માણસને ડરાવવામાં કોઈ કસર નથી છોડતા.પરંતુ હરિયાણા ના રોહતકનાં એક ગામ રોહેડામાં સાંપ અને માણસ એકબીજા સાથે મિત્રની જેમ રહે છે.સાંપને અહીં મારવામાં નથી આવતા અને ના તો અહીં સાંપનાં કરડવાથી કોઈની મોત થાય છે. છે ને આ ગામની આશ્ચર્યમાં મૂકી દે તેવી વાત. તો ચાલો જાણીએ પૂરી કહાની.

આ ગામમાં સાપને મારવા મહાપાપ છે.આ ગામનાં સરપંચનાં અનુસાર, લગભગ ૩૦૦ વર્ષ પહેલા કુંડૂ ગૌત્રનાં વડીલ ગામ ઘોઘડિયામાં આવીને વસ્યા હતા.એ જ સમયે એક મહિલાનાં ઉદરથી એ જ સમયે એક સાંપે પણ જન્મ લીધો હતો.

મહિલએ સાપનું પાલનપોષણ પોતાના બાળકની જેમ કર્યું હતું.ભાદ્રપદનાં ચોથા દિવસે મહિલા ખેતરમાં કામ કરવા ગઈ હતી. તેને દિકરા અને સાંપને ઘોડીયામાં સુવડાવી દીધા હતા. તે મહિલાનો ભાઈ તેના ઘરે આવ્યો અને પોતાની બેનને ઘરમાં ન જોઈ તે ખેતરમાં ચાલ્યો ગયો. ખેતરમાં સાપ અને પોતાના ભાણેજને ઘોડીયામાં જોઈને ડરી ગયો અને સાંપને મારી નાખ્યો.સાંપને માર્યા પછી બાળક પણી મરી ગયુ.

મહિલાને જ્યારે આ ખબર પડી તો એ ગુસ્સે થઇ ગઈ અને એણે રડતા રડતા તેના ભાઈને કહ્યુ કે તમે સાપની સાથે સાથે મારા દિકરાને પણ મારી નાખ્યો છે.તેણે પોતાના ભાઈને કહ્યુ કે તમે ભવિષ્યમાં આ દિવસે કદીપણ મારા ઘરે ન આવતા,કારણકે આ દિવસે તમને મારા ઘરથી અન્નજળ પણ નહિ આપવામાં આવે. ત્યારથી લઇને આજ સુધી જે દિવસે સાપ કોઈને કરડી લે છે તો તે દિવસે કુંડૂ ગોત્રનાં લોકો કોઈ મહેમાન,અંગત અથવા ભિખારીને પણ જમવાનું નથી આપતા.

સરપંચ જણાવે છે કે ૩૦૦ વર્ષનો ઈતિહાસ સાક્ષી છે કે સાંપનાં કરડવાથી અહીં કોઈનું પણ મૃત્યુ નથી થઈ. નાગદેગનાં મંદિર પર દર ત્રણ વર્ષ પછી ભાદ્રમાસની પાંચમએ વિશાળ ભંડારો લગાવવામાં આવે છે,જેમા એ દરમિયાન જન્મેલા બાળકોને શામેલ કરવામાં આવે છે.

આ વિડીઓમાં તમે જોઈ શકો છો એક નાનકડું બાળક સાંપ સાથે રમી રહ્યો છે.