અહીંથી મેળવો ફ્રીમાં દવા, અને દૂર કરી દો બાળકોના પેટમાં પડેલા કૃમિને…

બજારમાં વેચાતી અનહેલ્ધી ફૂડના માત્ર યુવાનો જ દિવાના નથી પણ નાના-નાના બાળકો પણ ચટાકા સાથે આ ટેસ્ટી ફૂડનું સેવન કરે છે.

image source

મોમોઝ,બર્ગર,સ્પ્રિંગ રોલ,અને અન્ય કેટલાય જંક ફૂડ ખાવાથી માત્ર પેટ જ નથી બગડતું પણ પેટમાં કીડા થવાની પણ સમસ્યા થાય છે જે હવે સામાન્ય બની ગયી છે. આવા અનહેલ્થી ફૂડના સેવનથી પેટમાં કીડા થાય છે, જેના કારણે એમના પેટ થોડી થોડી વારે દુખાવો થયે રાખે છે.

આ દુખાવો આગળ જઈને ગંભીર રૂપ લે છે અને બાળકો પેટને લગતી સમસ્યાનો શિકાર બને છે. જો પેટમાં કીડા હોય તો એની સારવાર કરવી જ જોઇયે જો સમયસર સારવાર કરવામાં ના આવે તો બાળકના આંતરડા પણ ખરાબ થઈ શકે છે.

બાળકોના પેટમાં કીડાની સમસ્યાને એક ગંભીર મુદ્દો સમજીને કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયે આ 10 ફેબ્રુઆરીએ બધી સરકારી સ્કૂલ અને આંગણવાડી કેન્દ્રો પર આ કીડાની દવા મફતમાં આપવાનો નિર્ણય કર્યો છે.

આમતો 10 ફેબ્રુઆરીએ નેશનલ ડી વર્મિંગ ડે મનાવવામાં આવે છે,જેનાથી પેટમાં કીડા થવાની સમસ્યા અને એનાથી છૂટકારો મેળવવાની રીતોથી લોકોમાં જાગરુકતાની ફેલાવો થાય અને આ સમસ્યા હલ કરી શકાય.

કેન્દ્રિય સ્વાસ્થ મંત્રી ડૉ હર્ષવર્ધનએ એક ટ્વિટ માં કહ્યું છે “કૃમિથી છૂટકારો,સેહતમંદ ભવિષ્ય આપડું. આજે રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ છે.

બાળકો અને કિશોરોમાં કૃમિ સંક્રમણને રોકવા તથા આનાથી બચવાના ઉપાય અંગે જાગરુકતા લાવવા હેતુ #NationalDewormingDay મનાવવામાં આવે છે. આવો આપદે સૌ સંકલ્પ કરીયે કે એક પણ બાળક કે કિશોર આ કૃમિ સંક્રમણની દવાથી વાંચી ના રહે.

સ્વાસ્થ મંત્રાલયે ટ્વિટ કરીને જણાવ્યુ કે “1થી લઈને 19 વર્ષ સુધીના કોઈ પણ બાળકો કે કિશોરોને આ નેશનલ ડી વાર્મિંગ ડે પર મફતમાં પ્રભાવી અને જોખમથી મુકત આલ્બેનડાજોલની ગોળી મફતમાં મળશે જેથી કરીને પેટમાં કીડા હોય તો એનો સમયસર ઉપચાર કરી શકાય.

-પેટના કીડા વિષે તમે બહુ સંભાળ્યું હશે અને આની દવાઓ પણ ખુબ લીધી હશે પરંતુ શું તમે જાણો છો આ શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે?જો તમે નથી જાણતા તો આજે અમે તમને જણાવીશું કે તમારા શરીરમાં કીડા કેવી રીતે બને છે?

ગમે તે વસ્તુ ખાવાથી કીટાણુ પેટમાં આવી જાય છે.

માટી ખાવાથી

image source

ગંદા પાણીથી

ઘા માં સડો થવાથી

વાગ્યું હોય એની પર માખીઓ બેસવાથી

ગંદી વસ્તુના સંપર્કમાં આવવાથી.

image source

ખટ્ટી-મિટ્ઠી વસ્તુનું વધુ પડતું સેવન.

મેંદો ખાવાથી

પેટમાં કીડા થવાના લક્ષણ

પેટમાં દુખાવો અને ચૂંક આવવી.

image source

વજન ઓછું હોવું.

હળવો તાવ.

આંખો લાલ થવી.

જીભ સફેદ થવી.

image source

મોઢા માથી વાસ આવવી.

જીવ અકળાવો અને ઉલ્ટીઓ થવી

મળ ત્યાગ કરતી વખતે લોહી આવવું.

ઝાડા થવા

image source

ઊંઘતી વખતે દાંતમાં અવાજ આવવો.

પેટના કીડા દૂર કરવાના ઘરેલુ ઉપાય

અંજીર

image source

જો તમારા બાળકને સતત પેટમાં દુખાવો રહેતો હોય અને એમના પેટમાં કીડાની તકલીફ છે તો તમે સૂકા અંજીરને જેતૂનના તેલમાં મિક્સ કરીને 40 દિવસ સુધી એક જારમાં બંધ કરીને કોઈ ઠંડી જગ્યાએ મૂકી રાખો. 40 દિવસ પછી રોજ સવારે ખાલી પેટે બાળકને રોજ થોડું થોડું ખવડાવો. નિયમિત રૂપે આવું કરવાથી થોડા જ દિવસોની અંદર બાળકના પેટ માથી કીડાની સમસ્યા દૂર થશે.

લસણ

image source

લસણને પેટના કીડા મારવા માટે ઘણું પ્રભાવી માનવામાં આવે છે. બાળકને લસણની એક કાચી કળીને પીસીને ગોળ સાથે ખવડાવો. આના સેવનથી પેટમાં રહેલા કીડા નાશ પામશે. પેટના કિડાને બહાર નિકાળવા માટે દૂધમાં થોડોક લસણનો રસ મિક્સ કરીને પીવડાવી શકો છો. થોડાક દિવસ માજ પેટના કીડા બહાર નીકળી જશે.

લીમડાના પત્તાં

image source

બાળક હોય કે કોઈ મોટી વ્યક્તિ પેટના કીડા બહાર નિકાળવા માટે લીમડાના પત્તાંનો પ્રયોગ જરરૂરથી કરવો જોઇયે. આમાં તમારે એમ કરવાનું છે કે લિંડાના પત્તાને પીસી લો અને પછી એના રસ એક કપમાં ભેગો કરી લો.લીમડાના રસની માત્ર મુજબ આમાં મધ ઉમેરો. અને પછી આ મિશ્રણનું સેવન કરો આવું કરવાથી પેટમાં રહેલા કીડા ખતમ થઈ જશે.

અજમો

image source

બાળકોને છાશમાં અજમણું ચૂર્ણ મિક્સ કરીને પીવડાવો. અજમા વાળી છાશ પીવાથી પેટના કીડા બહાર નીકળી જાય છે. તમે બાળકોને અજમાનું ચૂર્ણ અને સંચળ ગરમ પાણી સાથે પણ આપી શકો છો. આવું કરવથી પણ પેટના કીડા બહાર નીકળી જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ