બિટરૂટ તમારા શ્યામ થઇ ગયેલા હોઠને કરી દે છે ગુલાબી, જાણો કેવી રીતે બનાવશો તે…

આ સરળ ઉપાય આપના કાળા પડી ગયેલા હોઠને એકદમ ગુલાબના ફૂલ જેવા ગુલાબી બનાવી દેશે. બસ તેને બનાવવાની રીત જાણી લઈએ.

શિયાળાની શરૂવાત થઈ ચૂકી છે તો હવે ખાવાપીવાની, સવારે કસરત, ગરમ નાસ્તો, સવારે વધુ સુઈ રહેવાની ઈચ્છા આવું ઘણું બધું કરીએ છીએ શિયાળા ઋતુમાં આપણે. પણ સાથેજ દરેક વ્યક્તિને એક ફરિયાદ હોય જ છે કે શરીરની ત્વચા શુષ્ક થઈ જાય છે. ખાસ કરીને હોઠની ત્વચા ખૂબ કોમળ હોવાથી તે જલ્દી ફાટી જાય છે.

image source

હોઠ ફાટી જવાથી ખૂબ તકલીફ પડે છે, જેમકે હોઠનું ખેંચાઇ જવુંને પછી હોઠમાંથી લોહી પણ નીકળે છે. આ તકલીફથી બચવા માટે બજારમાં ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ છે. જેમકે લિપબામ, લીપગ્લોસ, લીપકેર, લોશન વગેરે વસ્તુઓ ઉપલબ્ધ છે. તેમછતાં આ વસ્તુઓની સમયે સમયે તપાસ થતા તેમાં હાનિકારક તત્ત્વો મેળવવામાં આવ્યા હોય તેવું બહાર આવતું રહે છે. તેથી અમે આપના માટે એક ઘરગથ્થુ ઉપચાર લાવ્યા છીએ જે આપના હોઠ માટે ખૂબ અસરકારક છે. હવે એની રીત પણ જાણી લઈએ.

image source

હોઠોને ગુલાબી બનાવવા માટે બીટરૂટનો ઉપયોગ કરવો. બીટરૂટમાં કુદરતી લાલ રંગ હોય છે. બીટરૂટનો ડાઈ તરીકે પ્રયોગ વર્ષોથી થતો આવ્યો છે. એક ખાસ વાત જણાવીએ કે પહેલા રંગની રેડ વેલ્વેટ કેક પણ બનાવવામાં આવતી હતી. બીટરૂટ હોઠોને ગુલાબી બનાવવા માટે એક સરળ અને કુદરતી રીત છે. જો આપ ઘરમાં જ આપના હોઠ માટે સ્ક્રબ તૈયાર કરો છો તો આનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. આ સ્ક્રબનો ઉપયોગ અઠવાડિયામાં બે થી ત્રણ વાર કરી શકાય છે.

થોડી જ વારમાં ગુલાબી હોઠ મેળવવા માટે આ ઉપાયો પણ અજમાવવા.:

– એક ચમચી બાફેલું બીટરૂટ, બે ચમચી દાણાદાર ખાંડ, એક ચમચી મધ અને ચાર થી પાંચ પુદીનાના પાન.

image source

આ ઉપાયની બધી વસ્તુઓ ઘરમાં જ સરળતાથી મળી રહી છે. આને બનાવવું ખૂબ સરળ છે અને આનો પ્રભાવ લાંબા સમય સુધી રહે છે. મધ, બીટરૂટ અને દાણાદાર ખાંડને ભેગા કરવું. આ સાથે જ પુદીનાના પાન પણ સાથે ભેળવી દેવા. ત્યારબાદ તેને હોઠ પર સરળતાથી લગાવી દેવું. આપ તેનો સ્ક્રબ તરીકે પણ ઉપયોગમાં લઇ શકો છો.

image source

ડાઈની રીતે કામ કરે છે બીટરૂટ.:

બીટરૂટ કુદરતી ડાઈની જેમ કામ કરે છે. જો આપ ગુલાબી હોઠ ઈચ્છો છો તો આપને તેનું પરિણામ ૨-૩ ઉપયોગમાં જ દેખાવા લાગશે. જો ધુમ્રપાનને કારણે આપના હોઠ કાળા પડી ગયા છે તો આપને તરત જ ફરક દેખાશે. ખાંડ એક સ્ક્રબ અને એક્સફોલિએટરનું કામ કરે છે. જેથી આપના હોઠ પર ચડેલી ઘાટા રંગની પરતને હટાવી દે છે અને તેને ફરીથી ગુલાબી રંગ આપી શકાય છે. મધ ફક્ત હોઠમાં નમી જ બનાવી રાખે છે તેટલું જ નહીં આ ઉપરાંત તે જીવાણુવિરોધી પણ છે જે આપના હોઠને સ્વસ્થ બનાવી રાખે છે.

image source

પુદીનાના પાનમાં રહેલ મેન્થોલના રૂપમાં હોય છે જે હળવી સનસનાટી છોડે છે. આનાથી રક્ત પ્રવાહ વધી જાય છે જેનાથી આપના હોઠ વધારે ગુલાબી થઈ જાય છે. સામાન્ય રીતે આ સક્રબને ફ્રીઝમાં એક અઠવાડિયા માટે રાખી શકાય છે. આ સ્ક્રબથી હોઠ પર ૩-૪ મિનિટ મસાજ કરવી. આ સ્ક્રબના પરિણામ ખૂબ આશ્ચર્યજનક હોય છે. એક ખાસ વાત આ સક્રબનો સ્વાદ ખૂબ સ્વાદિષ્ટ હોઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ