દિપીકાએ એરપોર્ટ પર ડાન્સ કરીને લોકોને કરી દીધા ગાંડા, જોઇ લો તમે પણ વાયરલ વિડીયો…

દીપિકાએ કાર્તિક આર્યન સાથે કર્યો એરપોર્ટ પર ડાન્સ

image source

દીપિકાને કાર્તિક આર્યને ડાન્સના પાઠ શિખવ્યા તે પણ એરપોર્ટ પર

ફિલ્મ અભિનેતા કાર્તિક આર્યાન માટે 2019નું વર્ષ ખુબ જ શુભ રહ્યું છે. તેની પાસે અચાનક ફિલ્મોની લાઈનો લાગવા માંડી છે. અને ડીરેક્ટર્સ પણ તેને પોતાની ફિલ્મોમાં સાઇન કરવા માટે પડાપડી કરી રહ્યા છે.

image source

હાલ તે ફિલ્મ પતિ પત્ની ઓર વોના પ્રમોશનમાં વ્યસ્ત છે. કાર્તિકનો આજે એક બહોળો ફેન વર્ગ છે તેને જોતાં જ લોકોના ટોળા વળી જાય છે. તેની સાથે સેલ્ફિઝ તેમજ ઓટોગ્રાફ્સ માટે પડાપડી થાય છે.

પણ હાલ કાર્તિકની એક વિડિયો ખુબ જ વાયરલ થઈ રહી છે તેની ખાસ વાત એ છે કે તે વિડિયોમાં દીપિકા તેની સાથે નાચી રહી છે. અને તે પણ કોઈ સ્ટુડિયો કે પાર્ટીમાં નહીં પણ જાહેર સ્થળ એવા એરપોર્ટ પર.

image source

હાલ સોશિયલ મિડિયા પર ‘ધીમે ધીમે ચેલેન્જ’ચાલી રહી છે. કાર્તિકે પણ દીપિકાને આ ગીતના સ્ટેપ્સ કરવા માટે ચેલેન્જ કરી હતી. અને દીપિકાએ પણ કાર્તિકની આ ચેલેન્જને સ્વિકારી લીધી હતી અને એરપોર્ટ પર કાર્તિક સાથે તાલથી તાલ મિલાવીને નાચી હતી.

જેનો ત્યાં હાજર ફેન્સે વિડિયો બનાવ્યો હતો અને તે જ વિડિયો બે દિવસથી ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યો છે.

image source

આ વિડિયો પાછળ વાસ્તવમાં એક સ્ટોરી છે અને તે એ છે કે દીપિકાએ કાર્તિક આર્યનને પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ દ્વારા પુછ્યું હતું, ‘કાર્તિક આર્યાન શું તમે મને ‘ધીમે-ધીમે’ સ્ટેપ શિખવશો ? મારે પણ ધીમે-ધીમે ચેલેન્જમાં ભાગ લેવો છે.’

હવે દીપિકાની આ રિક્વેસ્ટને વળી કાર્તિક ક્યાંથી ટાળી શકે. વાસ્વતમાં આ ચેલેન્જ લેવા માટે રણવીરે જ દીપિકાને જણાવ્યું હતું.

image source

અને બસ પછી કાર્તિક અને દીપિકા એરપોર્ટ પર ભેગા થયા અને કાર્તિક દીપિકાને સોન્ગના સ્ટેપ્સ શીખવવા લાગ્યો અને ધીમે ધીમે દીપિકાએ સ્ટેપ્સ શીખી લીધા અને છેવટે બન્નેએ ધીમે ધીમે સોન્ગ પર ડાન્સ કર્યો.

તમને જણાવી દઈએ કે એરપોર્ટ પર દીપિકા અને કાર્તિક ખુબ જ કેઝ્યુઅલ લૂકમાં જોવા મળ્યા હતા. દીપીકાએ હાઇ વેઇસ્ટ જીન્સ પહેર્યું હતું અને તેના પર વ્હાઇટ ટીશર્ટ પહેર્યું હતું જેને ગાંઠ મારવામાં આવી હતી.

image source

અને તેના પર તેણીએ રેડ જેકેટ પહેર્યું હતું. જેમાં તેણી ખુબ જ લાઇટ અને મોહક લાગી રહી હતી.

તો વળી કાર્તિક આર્યને વ્હાઇટ ટીશર્ટ, કાર્ગો પેન્ટ અને બ્લુ જેકેટ પહેર્યું હતું. આ વિડિયો બોલીવૂડ ફોટોગ્રાફર વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.

હાલ કાર્તિક પોતાની આવનારી ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ના પ્રમોશનમાં સાથી અભિનેત્રીઓ ભૂમિ પેડનેકર અને અનન્યા પાન્ડે સાથે વ્યસ્ત છે. આ ફિલ્મ સંજીવ કુમારની પતિ પત્ની ઓર વોની રીમેક છે તેવું કેહવાય છે.

image source

જેમાં કાર્તિક પતિ છે પત્ની ભૂમિ છે અને અનન્યા વો છે એટલે કે કાર્તિકની ગર્લફ્રેન્ડ છે.

આ ફિલ્મ છઠ્ઠી ડીસેમ્બરે રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ ખુબ જ ઇન્ટ્રેસ્ટીંગ અને નવી છે માટે લોકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

બીજી બાજુ દીપીકાની વાત કરીએ તો દીપીકાએ પોતાની પ્રથમ મેરેજ એનિવર્સરી ખુબ જ સ્પિરિચ્યુઅલી સેલિબ્રેટ કરી છે.

image source

તેણીએ રણવીર અને પોતાના પરિવાર સાથે તીરુપતિ બાલાજીના દર્શન કર્યા હતા તો તેના બીજા જ દિવસે તેણીએ ગોલ્ડન ટેમ્પલમાં પણ શીશ નમાવ્યું હતું. તે વખતે તેણી ખુબજ ટ્રેડીશ્નલ લાગી રહી હતી.

હાલ દીપિકા મેઘના ગુલ્ઝારસાથે ફિલ્મ છપકમાં કામ કરી રહી છે. જેમાં તેણી એક એસિડ એટેક પિડિતાનું પાત્ર ભજવી રહી છે. આ ઉપરાંત તે પોતાના પતિ રણવીર સાથે જ ફિલ્મ ‘83’માં તેની પત્ની તરીકે જ જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ