કર્લી હેરની કેર કરવા માટેની આ ટિપ્સ છે એકદમ બેસ્ટ, ફોલો કરો તમે પણ

કર્લીવાળની સંભાળ લેવાના આ 8 છે સૌથી કારગર ઉપાય

image source

યુવતીના ચહેરાની સુંદરતા વધારવામાં વાળની મુખ્ય ભૂમિકા હોય છે. કોઈના વાળ લાંબા હોય છે તો કોઈના કર્લી, કોઈના વાળ નાના હોય છે તો કોઈન સ્ટ્રેટ.

શરીરની સુંદરતા વધારવા ગમે તેટલા સારા કપડા પહેરો, સારો મેકઅપ કરો પરંતુ જો વાળ બરાબર ઓળેલા ન હોય તો વ્યક્તિત્વમાં નિખાર આવતો નથી.

image source

એટલા માટે જ વાળ નાના હોય કે લાંબા આઉટફીટ અનુસાર યુવતીઓ હેરસ્ટાઈલ કરતી હોય છે. વાળ કુદરતી રીતે સ્ટ્રેટ હોય તો તેની તો ખુલ્લા પણ રાખી શકાય છે.

પરંતુ જો વાળ કર્લી હોય તો તેની સંભાળ પણ ખાસ રીતે રાખવી પડે છે અને તેનું ધ્યાન રાખવામાં તકલીફો પણ નડે છે.

image source

કર્લી વાળ કરાવવાનો ક્રેઝ પણ યુવતીઓમાં વધારે જોવા મળે છે તેથી તેઓ સીધા વાળને પણ કર્લી કરાવતી હોય છે. જો તમે વાળ કર્લી કરાવ્યા હોય કે પછી તમારા વાળ નેચરલી જ કર્લી હોય તો તેનુ ધ્યાન રાખવામાં તમને આ ટીપ્સ મદદ કરશે.

આ લેખની મદદથી જાણો કે કર્લી વાળની સંભાળ કેવી રીતે રાખવી.

કેવી રીતે થાય છે પર્મ હેર ?

image source

પર્મ નામનું એક રસાયણ હોય છે જેને વાળ પર લગાવી અને વાળના સોફ્ટ બોન્ડને તોડવામાં આવે છે. ત્યારબાદ વાળને કર્લી કરવાની પ્રોસેસ કરવામાં આવે છે.

આ પ્રક્રિયાને પર્મ હેર કહેવામાં આવે છે. વાળને કર્લી કરવા માટે હેર સ્ટાઈલિસ્ટ કેમિકલનો ઉપયોગ કરે છે. આ પ્રક્રિયામાં ગરમ રોડ અને રોલર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

image source

ત્યારબાદ વાળને નવા શેપમાં ન્યૂટ્રલાઈઝરની મદદથી સ્થાઈ કરવામાં આવે છે. પર્મ કરાવ્યા બાદ વાળ કેટલાક મહિનાઓ સુધી કર્લી જ રહેશે. જો કે વાળ પર્મ કરાવ્યા બાદ તેની કાળજી સારી રીતે લેવી પડે છે.

આમ કરવાથી વાળ થોડા મહિના બાદ ફરીથી સીધા કરી શકાશે અને વાળ ખરાબ પણ થશે નહીં.

પર્મના પ્રકાર

1. ડિજિટલ હોટ પર્મ

image source

ડિજિટલ કે હોટ પર્મમાં વાળને પહેલા એક પ્રક્રિયા કરવામાં આવે છે. જેમાં વાળના બોન્ડને તોડવામાં આવે છે અને પછી વાળને ગરમ કર્લિગ રોડ સાથે આકાર આપવામાં આવે છે.

વાળ કેટલા કર્લી કરવા છે તેના આધારે રોડ પસંદ કરવામાં આવે છે. આ રોડને અન્ય એક ઉપકરણથી જોડી અને તેનું તાપમાન નિયંત્રિત કરવામાં આવે છે.

image source

આ પ્રક્રિયામાં વાળના પ્રકાર અને તેની લંબાઈ અનુસાર 4 કે તેનાથી વધારે કલાકનો સમય લાગી શકે છે. આ ટ્રિટમેન્ટ પૂર્વ એશિયાઈ વાળ માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી હતી.

2. કોલ્ડ પર્મ

આ પારંપરિક પર્મ કરવાની રીત છે. આ પ્રક્રિયામાં વાળને પહેલા એક અલ્કકાઈન સોલ્યૂશનથી પલાળવામાં આવે છે અને ત્યારબાદ રોલર્સનો ઉપયોગ કરવામાં આવે છે અને વાળને કર્લ કરવામાં આવે છે.

image source

આ પ્રક્રિયાથી તમે વેવી વાળ કરી શકો છો જે પહેલાની પ્રક્રિયાથી શક્ય નથી. આ રીતે વાળને કર્લ કરવામાં 2 કલાક જેટલો સમય લાગી શકે છે.

ટ્રીટમેન્ટ પહેલા અને પછી વાળને આ રીતે રાખો સ્વસ્થ

વાળ હેલ્ધી નહીં હોય તો કર્લ ટ્રીટમેન્ટથી વાળને નુકસાન થઈ શકે છે. તેથી વાળને ટ્રીટમેન્ટ પહેલા ખાસ કાળજી રાખી અને સ્વસ્થ રાખવા. પર્મ કરાવો તેના 2,3 મહિના પહેલાથી વાળને પ્રોટીન સાથે પોષણ આપો.

image source

વાળ કર્લી થઈ જાય પછી પણ ધ્યાન રાખવું કે વાળને બરાબર રીતે કન્ડિશ્નર કરવું. વાળ કર્લ કરાવ્યા પછી સપ્તાહમાં બે વાર કન્ડિશ્નર કરવા. તમે ઘરગથ્થુ માસ્ક બનાવી તેનો પણ ઉપયોગ કરી શકો છો.

વાળ કર્લી કરાવ્યા બાદ યોગ્ય અને સારી ગુણવત્તાના હેર પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો. એવા શેમ્પૂ, કડિશ્નર અને સીરમનો ઉપયોગ કરવો જોઈએ જે વાળને સોફ્ટ બનાવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ