દિકરાના મૃત્યુ પછી વહુને આપી નવી જીંદગી, અને કર્યુ કન્યાદાન

આપણે ઘણીવાર ફિલ્મોમાં અને ટીવી સિરિયલમાં જોયું છે કે સાસુ-સસરા પોતાના એકનાએક દીકરાનું કોઈ કારણસર મૃત્યુ થઈ જાય છે અને ત્યારપછી તેઓ પોતાની પુત્રવધૂના બીજા લગ્ન કરાવે છે અને કન્યાના માતા-પિતા તરીકે પોતાની પુત્રવધૂનું કન્યાદાન પણ કરે છે અને પુત્રવધૂને એક નવી જિંદગી જીવવાનો અવસર આપે છે. પરંતુ આ પૂરી ફિલ્મી લાગતી ઘટના મધ્યપ્રદેશ રાજ્યના ઈન્દોર શહેરમાં હકીકતમાં જોવા મળી છે. દીકરાનું કેન્સરના કારણે મૃત્યુ થયા પછી સાસુ-સસરાએ પુત્રવધૂના માતાપિતા બનીને તેના બીજા લગ્ન કરાવ્યા.

image source

એસબીઆઇના મેનેજર પદેથી રીટાયર મુકેશભાઈ શાહનો એકનો એક દીકરો અંકુશ શાહના લગ્ન વર્ષ ૨૦૧૪ માં કિંજલ સાથે થયા હતા. કિંજલે એમબીએનો અભ્યાસપૂર્ણ કરેલ છે. કિંજલ અને અંકુશના લગ્ન પછી આચનકથી અંકુશનું સ્વાસ્થ્ય ખરાબ રહેવા લાગ્યું. આ દરમિયાન કિંજલ ગર્ભવતી થઈ ગઈ હતી. અંકુશને જ્યારે ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરી તપાસમાં સામે આવ્યુ કે અંકુશને પેટનું કેન્સર થયાની જાણ થઈ.

image source

શાહ પરિવારે દીકરાને બચાવવા માટે કોઈ કસર છોડી નહિ. પેટના કેન્સરના ઈલાજ માટે અંકુશને મુંબઈ અને દિલ્લીની સારામાં સારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ હોસ્પિટલોમાં લાખોની સારવાર પછી પણ અંકુશને બચાવી શક્યા નહિ અને અંકુશે ૧૫ માર્ચ, ૨૦૧૭ ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધું.

image source

અંકુશના મૃત્યુ પછી આખો શાહ પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. ઉપરાંત ડિપ્રેશનમાં આવી ગયું હતું આખું શાહ પરિવાર. અંકુશ અને કિંજલની દીકરી તશવી હવે સાડા ત્રણ વર્ષની થઈ ચૂકી છે. અંકુશના મૃત્યુ બાદ મુકેશભાઈ અને તેમના પત્નીએ કિંજલને પોતાની દીકરીની જેમ રાખવા લાગ્યા અને તેઓ બંનેને કિંજલ અને તશવીના ભવિષ્યની ચિંતા થવા લાગી અને તેમણે કિંજલના બીજા લગ્ન માટે વિચાર્યું.

image source

કિંજલ માટે અને દીકરી તશવીનું વિચારીને યોગ્ય યુવકની તલાશ લગભગ બે વર્ષ સુધી શોધ કરવામાં આવી. આખરે મુકેશભાઈને સફળતા મળી અને તેમણે ૧૦ ફેબ્રુઆરીના રોજ તેજસ શાહ નામના યુવક સાથે કિંજલના લગ્ન કરાવી દીધા. તેજસ શાહ એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. મુકેશભાઈ અને તેમના પત્નીએ કિંજલના માતાપિતા બનીને કન્યાદાન પણ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ