એક ક્લિકે વાંચી લો બહુ હાઇટ ધરાવતા લોકોને શું થાય છે નુકસાન…

વધુ પડતી ઉચ્ચાઈ આરોગ્ય પર જોખમ ઊભું કરી શકે છે.

image source

સામાન્ય રીતે વધારે હાઈટ ધરાવતી વ્યક્તિની પર્સનાલિટી આકર્ષક હોય છે. બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા તથા સોનમ કપૂર અન્ય અભિનેત્રીઓની સરખામણીમાં સારી ઊંચાઇ ધરાવે છે.

દરેક સિક્કાની બે બાજુ હોય છે. જે રીતે વધારે હાઈટના ફાયદા છે એવી જ રીતે તે નુકસાનકારક પણ છે.

image source

માત્ર વધુ પડતી જ નહીં પરંતુ ઓછી હાઇટ પણ આરોગ્ય માટે હાનિકારક છે. હાઇટ વધારે કે ઓછી હોવી એ તો આપણા હાથમાં નથી પરંતુ એને કારણે સર્જાતી આરોગ્ય અંગેની સમસ્યા વિશે જો આપણે જાણકારી મેળવી લઇએ તો તેના પ્રત્યે સજાગ રહી શકીએ અને તે અંગેના પ્રિકોશન પણ લઈ શકીએ.

હાઈટ આરોગ્ય પર છ રીતે અસર કરે છે.

પીઠ અને કરોડરજ્જુની સમસ્યા

image source

સામાન્ય રીતે ખુરશી અને ટેબલની બનાવટ એવરેજ હાઈટ ને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે.જ્યારે ઓફિસની અંદર વધારે અને ઓછી હાઇટ વાળા લોકો પણ કામ કરતા હોય છે, એ લોકો પણ એવરેજ બનાવટની ખુરશી અને ટેબલ નો જ ઉપયોગ કરતા હોય છે.

જેને કારણે વધુ ઊંચાઈ ધરાવતા લોકોમા પીઠ દર્દની સમસ્યા જોવા મળી શકે છે.

image source

અભ્યાસને આધારે જાણવા મળે છે કે વધુ પડતી ઊંચાઈ ધરાવતા લોકો સામાન્ય રીતે scoliosis ની બીમારીથી પીડાતા હોય છે. scoliosis માં spinal cord થોડે ઘણે અંશે કમાન આકાર ધારણ કરી લે છે. જેના માટે કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

બ્રિટિશ મેડિકલ જર્નલના અહેવાલ મુજબ વધુ પડતી હાઈટ ધરાવતા લોકો માં પીઠદર્દની સમસ્યા પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એરગોનોમિક્સ ના અમલીકરણથી થોડે ઘણે અંશે આ સમસ્યા નિવારી શકાય છે.

બ્લડ કલોટ

image source

લાંબા અને પાતળા પગ દેખાવમાં ઘણા જ આકર્ષક લાગે છે પરંતુ તેને કારણે બ્લડ ક્લોટ જેવી ગંભીર બીમારી સર્જાવાનો પણ ભય રહે છે.

અમેરિકન હાર્ટ એસોસિએશનના અભ્યાસ મુજબ વ્યક્તિની વધુ પડતી ઊંચાઈ અને મેદસ્વીતા જ્યારે ભેગા થાય છે ત્યારે પગની નસમાં લોહીની ગાંઠ સર્જાવાની સમસ્યાઓ ઉભી કરી શકે છે.મહિલાઓ કરતાં પુરુષોમાં બ્લડ કલોટની સમસ્યા સર્જાવાની શક્યતા વધુ રહેલી છે.

ડાયાબિટીસ

image source

અભ્યાસ દર્શાવે છે કે ઓછી હાઇટ ધરાવતા લોકોમાં વધુ ઊંચાઈ ધરાવતાં લોકો કરતા ડાયાબિટીસના રોગનું તમામ વધુ માત્રામાં જોવા મળ્યું છે.

લાઇફ સ્પાન

image source

એવો વિચાર જરૂર આવે કે ઊંચાઈ અને આયુષ્યને શું સંબંધ ? જોકે આ અંગે બે મત પ્રવર્તે છે .પરંતુ તેમ છતાં સર્વે મુજબ એવું જણાયું છે કે વધુ પડતી ઊંચાઈ ધરાવતા લોકોનું આયુષ્ય ઓછી ઊંચાઈ ધરાવતા લોકો કરતા ઓછું જોવા મળે છે.

જો કે એવું માનવામાં આવે છે કે લાંબા મનુષ્યમાં આરોગ્ય અંગેની સમસ્યા વધુ જોવા મળે છે તે કારણે પણ તેમની આવરદા ઓછી હોવાનું અનુમાન કરવામાં આવે છે.

કેન્સર

image source

વધુ ઊંચાઈ ધરાવતા માણસો માં કેન્સરના રોગની માત્રા પણ વિશેષ જોવા મળે છે.ખાસ કરીને લાંબા લોકોમાં બ્રેસ્ટ કેન્સર,ઓવરી કેન્સર અને પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે.

નિષ્ણાતોના મત મુજબ લાંબા લોકોમાં ગ્રોથ હોર્મોનના સ્ત્રાવનું પ્રમાણ વધુ હોય છે જેને કારણે કેન્સરનું જોખમ વધી જવાની શક્યતાઓ રહેલી છે.

હૃદયરોગ

image source

વધારાને ઓછી ઊંચાઈ ધરાવતા લોકોમાં હૃદય રોગના જોખમ અંગે વિવિધ મંતવ્ય પ્રવર્તે છે.

એક અનુમાન મુજબ લાંબા લોકોની લોહીની નળી વધુ મજબૂત અને સ્વસ્થ હોવાને કારણે તેમને હૃદય રોગનું જોખમ ઓછું રહે છે,જ્યારે અન્ય મત મુજબ ઠીંગણા લોકોની હાર્ટ પંપીંગ ક્ષમતા વધુ હોય છે,તેમના ડી.એન.એ ઓછા નુકશાન પામે છે અને તેમનામાં લોહીના ગંઠાવાનું જોખમ પણ ઓછું રહે છે, જેને કારણે ઓછી ઊંચાઇ ધરાવતા લોકોમાં હૃદય રોગનું જોખમ ઓછું રહે છે.

image source

જોકે એક તથ્ય એવું પણ છે કે હાઈટ ઓછી હોય કે વધારે જો નિયમિત સમતોલ આહાર લેવામાં આવે અને નિયમિત કસરત કરવામાં આવે તો આરોગ્યપ્રદ સ્વસ્થ જીવન જીવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ