યુરિન ઇન્ફેક્શનથી બચાવવા આ રીતે તમારા બાળકને બેસાડો ટોયલેટમાં..

બાળકોને બાથરૂમ ટોયલેટ ની ટ્રેનિંગ કેવી રીતે આપશો?

બાળ ઉછેર એક અઘરો વિષય છે. બાળકો જેમ જેમ મોટા થતા જાય તેમ-તેમ તેમને દૈનિક ક્રિયાઓ અંગે વિવિધ તાલીમ આપીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાના હોય છે.

તાજા જન્મેલા બાળકને પણ સ્તનપાન કેવી રીતે કરવું એ શીખવાડવું પડતું નથી પરંતુ જેમ-જેમ બાળક મોટું થતું જાય તેમ તેમ તેને બાથરૂમ- ટોયલેટ

થી માંડીને ખાવા- પીવાની રીત ભાત, અન્ય લોકો સાથે હળવા ભળવાની રીત ભાત શીખવાડવા માટે માબાપે ઘણી મહેનત લેવી પડે છે.

બાળકને શાળાએ મોકલતા પહેલા ખાસ કરીને તેને બાથરૂમ અને પોટીકોલને સમજતા શિખવાડવું પડે છે અને તેના માટે તેને તાલીમબદ્ધ રીતે તૈયાર પણ કરવું પડે છે.

દરેક બાળક માતા-પિતાનું વહાલસોયું બાળક હોય છે અને એટલે દરેક મા-બાપ તેના સંતાનને સારામાં સારી રીતે ઉછેર કરવાનો પ્રયત્ન પણ કરતા હોય છે.

દરેક બાળક પણ તેના પોતાનામાં ખાસ હોય છે પરંતુ એક વાત માતા-પિતાએ પણ યાદ રાખવી જરૂરી છે કે દરેક બાળકની દરેક વાતને શીખવા સમજવાની ક્ષમતા અલગ અલગ હોઈ શકે છે.

પણ બાળકને પ્લે સ્કૂલમાં મોકલ્યા પહેલા માતા-પિતાએ તેને તેના કુદરતી કોલ પરત્વે તાલીમ આપીને તૈયાર કરવા જરૂરી છે.

image source

સવાલ એવો થાય કે કઈ ઉંમરથી બાળકને પી એન્ડ પૂ ની તાલીમ આપી શકાય ?

આમ તો બાળ નિષ્ણાતોનો એવો અભિપ્રાય છે કે બાળક બે વર્ષની ઉંમરથી પી એન્ડ પૂની સમજ ધરાવતું થઈ જાય છે. તેમ છતાં પણ તેની કોઇ ખાસ ઉંમર નક્કી નથી.પહેલા જ કીધું એમ દરેક બાળકની શીખવાની ક્ષમતા એક સરખી હોતી નથી.

હકીકતમાં તો સર્વે મુજબ એવું જણાયું છે કે છોકરાઓ કરતા છોકરીઓની શીખવાની ક્ષમતા વિશેષ હોય છે અને છોકરીઓ છોકરાઓ કરતાં ઝડપથી શીખે છે.

image source

થોડા એવા લક્ષણો ચકાસીએ કે જેનાથી એટલું સ્પષ્ટ સમજાય કે બાળકને હવે બાથરૂમ અને ટોયલેટની તાલીમ આપવા જેટલો બાળક સજજ થઈ ચૂક્યું છે.

બાળક પોતાની રીતે ચાલતા અને બેસતા શીખી જાય તો એ પછી તેને પી એન્ડ પૂની તાલીમ માટે તૈયાર કરી શકાય છે.

બાળક કેટલાક પ્રાથમિક કામ જાતે કરવા જેટલું સક્ષમ થયું હોય.

image source

બાળકને હા અને ના કહેવાય એટલી સમજ આવી ચુકી હોય.

બાથરૂમ ટોયલેટ માટે બાળક પોતાના કપડાં પોતાની જાતે કાઢી શકતું હોય.

બાળક ડાયપર અને નેપી પહેરવાનો વિરુદ્ધ કરતા હોય અને ડાઇપરમાં બાળક અસુવિધા અનુભવતુ હોય તો તેને બાથરૂમ ટોયલેટ ની ટ્રેનિંગ આપવાની શરૂ કરી દેવી.

image source

બાળક અન્ય પરિવારજનોને જોઈને બાથરૂમ કે ટૉઇલેટમાં જવા અંગેના પ્રશ્નો કરતો હોય તો તેને સોએ સો ટકા બાથરૂમ અને ટોયલેટ ની વ્યવસ્થિત સમજણ આપવી.

પોતાના કપડા કે ડાયપર ભીના થયા અંગે સ્પષ્ટ ભાષામાં બાળક જ્યારે રજૂઆત કરી શકતું હોય ત્યારે બાળક તેના કુદરતી આવેગોને સમજવા જેટલી સમજણ ધરાવતું થયું હોય છે.

પોટી અંગે બાળક જ્યારે નિયમિતતા ધરાવતું થઈ ગયું હોય ત્યારે પણ તેને તેની તાલીમ આપવી શરૂ કરી દેવી જોઈએ. જેથી કરીને તે યોગ્ય રીતે ટોયલેટમાં જઈને પોટી કરતા શીખી શકે.

image source

બાળકમાં જો ઉપર મુજબના લક્ષણો જણાતા હોય ત્યારે સમજવું કે બાળક ટ્રેનિંગ માટે તૈયાર છે એ પછી બાળકને ટ્રેનિંગ શરૂ કરવા માટે શું કરવું તે અંગે પણ થોડી માહિતી મેળવીએ.

બેબી પોટ્ટીથી શરૂઆત કરવી.

બાળકો માટે baby potty આરામદાયક છે.બાળકને તેમાં ડર પણ લાગતો નથી જો સીધા જ ટોયલેટમાં બેસાડવાની ચેષ્ટા કરીએ તો બાળક ડરી શકે છે. શક્ય છે કે તેને કારણે તે ટોયલેટ જવાનું ટાળે અને બાળક કબજીયાત નો ભોગ પણ બને.

image source

baby potty આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ લઇ જઇ શકાય છે.બાળકને તેમા બેસાડીને પોટી કરાવવાથી ધીરે ધીરે તેનામાં નિયમિતતા ડેવલપ થશે અને ધીરે ધીરે તેને તે અંગેની સમજણ આવતા જ તે baby potty તરફ નિર્દેશ કરીને તેના પોટ્ટી કોલનું સૂચન પણ કરી શકશે.

બાળકને બાથરૂમ અને ટોયલેટની ટ્રેનિંગ આપવી એક મહત્વ નું કામ છે , માતા-પિતાએ તેના માટે ખાસ આયોજન કરી અને તેમનો વિશેષ સમય તેમાં આપવો. બાળકને જ્યારે તાલિમ આપી રહ્યા હોય ત્યારે માતા-પિતા એ અન્ય કાર્યક્રમોનું આયોજન ટાળવું જોઈએ.

image source

બાળક માટે ટોયલેટની આરામદાયક સુવિધા નું પણ આયોજન કરવું જોઈએ. શક્ય હોય તો બેબી ટોઇલેટની વ્યવસ્થા કરવી.

બાળકને પી એન્ડ પૂ માટે પણ યોગ્ય શબ્દો શીખવાડવા અને માતા-પિતાએ જ શબ્દનો ઉપયોગ કરી અને બાળકને ટ્રેનિંગ આપવી જેથી કરીને બાળક પોતે વિવિધ શબ્દો અંગે કન્ફ્યુઝ ના થાય.

image source

બાળકને ટોયલેટની નિયમિતતા માટે માતા-પિતાએ તેના યોગ્ય આહાર નું આયોજન પણ કરવું. બાળકને વધુ માત્રામાં ફાઇબર ધરાવતો આહાર અને વિપુલ માત્રામાં પાણી પીવાની ટેવ પાડવી જોઈએ.

bબાળકને પાંચ-સાત મિનિટ થી વધારે પોટીમાં કે ટોયલેટ પર બેસાડવા નહીં. એ દરમિયાનમાં જો બાળક બાથરૂમ ટોયલેટ નથી કરતો તેને તે માટેની સજા ક્યારે પણ આપવી હિતાવહ નથી.

ઘણી વખત પછી સજાની બીકને કારણે પણ બાળક તેના કુદરતી આવેગો વિશે જણાવશે નહીં.

image source

માતા-પિતા બાળકનો ટોઇલેટ અને બાથરૂમનો સમયગાળો ધ્યાનમાં રાખે અને થોડા થોડા સમયના અંતરે બાળકને બાથરૂમ કરવા પણ લઈ જાય અને ટોયલેટ માટે પણ તૈયાર કરે.

પી એન્ડ પૂ માટે બાળકને વારંવાર ટોર્ચર કરવું પણ નુકસાનકારક છે.

બાળકને બાથરૂમ ટોયલેટ માં બેસાડયા બાદ જો તે બાથરૂમ અને ટોયલેટ કરી લે છે તો તેને પ્રોત્સાહિત કરો પણ જો નથી કરતું તો તે માટે ક્યારેય કડક વલણ અપનાવવું નહીં.

image source

બાથરૂમ અને ટોયલેટ માટે બાળક સરળતાથી પોતાના કપડા પોતાની જાતે પણ કાઢી શકે તેવી રીતના તેના કપડા નું આયોજન કરવું જોઈએ.

બાથરૂમ અને ટોયલેટ ની ટ્રેનીંગ આપવામાં ક્યારેય પણ ઉતાવળ કરવી જોઈએ નહીં.

ખૂબ જ ધીરજ પૂર્વ બાળકને સમજાવી સમજાવીને યોગ્ય આદત ડેવલપ કરી શકાય છે.

image source

બાથરૂમ અને ટોયલેટ ની ટ્રેનીંગ આપતી વખતે તેને ત્યારબાદની સાફ સફાઈનું જ્ઞાન આપવું પણ જરૂરી છે. દરેક વખતે બાથરૂમ ટોયલેટ માં ગયા વાત તેને હાથ પગ સાબુથી ધોવાની ટેવ પાડવી પણ એટલું જ જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ