શિયાળામાં કોબીજ ખાવાથી તેની સીધી અસર પડે છે મગજ પર, અને થાય છે આ ગંભીર બીમારી

શું તમે શિયાળામાં કોબીજનો ભરપૂર ઉપયોગ કરો છો ? તો પહેલાં વાંચીલો આ લેખ

image source

આપણા વડીલો હંમેશા આપણને સિઝન પ્રમાણેનો ખોરાક લેવાનો આગ્રહ રાખતા હોય છે. ઉનાળામાં આપણા શરીરને ટાઢક વળે તેવો ખોરાક લેવાનું કહેવામાં આવે છે.

ચોમાસામાં લીલા શાકભાજી ઓછા અને કઠોળનું સેવન કરવાનું કહેવામાં આવે છે તેવી જ રીતે શિયાળામાં આપણને ભપૂર લીલા શાકભાજી તેમજ ફળો ખાવાનું કહેવામાં આવે છે.

અને હાલ શિયાળો ચાલી રહ્યો છે અને શાકમાર્કેટમાં સરસમજાના તાજા શાકભાજી તેમજ ફળ આવેલા છે. પણ જો તે જોઈને તમે તમારા સેવનમાં કોબીજનું પ્રમાણ વધારી દીધું હોય તો તે પહેલાં જરા આ લેખ ચોક્કસ વાંચી લો.

image source

શા માટે શિયાળામાં કોબીજના સેવન પર અંકુશ લગાવવો જોઈએ ?

કોબીજ પર એક સંશોધન કરવામા આવ્યું છે અને તે દ્વારા જાણવા મળ્યું છે કે કોબીજને જો સાંચવીને ન ખાવામાં આવે તો તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

કોબીજમાં એકપ્રકારના ટેપવોર્મ આવેલા છે જેને આપણે સાદી ભાષામાં કૃમિ કહીએ છે જે મનુષ્યના શરીરમાં પહોંચે છે અને તેનાથી મનુષ્યના શરીરને જીવલેણ નુકસાન થઈ શકે છે.

image source

રિસર્ચમાં આ કૃમિ વિષે કયા કયા જોખમો જણાવવામાં આવ્યા છે ?

કૃમિની મગજ પર થાય છે ગંભીર અસર

સંશોધન જણાવે છે કે આ ટેપ વોર્મ એટલે કે કૃમિ આંતરડામાં પ્રવેશતાં જ વિકસવા લાગે છે અને પછી લોહી દ્વારા તે શરીરના અન્ય ભાગોમાં પહોંચે છે.

image source

અને આ કીડા આ રીતે માણસના મગજમાં પણ પ્રવેશી શકે છે. જે માણસના મગજને પણ નુકસાન પહોંચાડી શકે છે.

આ પ્રકારના કીડા સિસ્ટીસરકેસિસ નામની બીમારી ઉત્પન્ન કરે છે. અને મગજમાં પહોંચીને આ ઇંડા વાઈ તેમજ ન્યુરોલોજિકલ સમસ્યાઓ ઉભી કરી શકે છે.

આ કીડા આંતરડામાં પહોંચીને લોહી ચૂંસે છે અને માટે શરીરમા લોહીની કમી ઉભી થાય છે અને શરીર એનીમિયાની બિમારીનો ભોગ બને છે.

image source

અને જો તે લીવર કે કીડનીમાં પહોંચી જાય તો તે તેમાં સોજા લાવી શકે છે અને તેને નુકસાન પણ પહોંચાડી શકે છે.

બને ત્યાં સુધી કાચી કોબીજ ખાવાનું ટાળો

કોબીનો ઉપયોગ મોટા ભાગે બધા જ ફૂડમાં કાચો કરવામા આવે છે ક્યાંક તેને સલાડ તરીકે લેવામા આવે છે તો ક્યાંક તેનો કાચો-પાકો સંભારો બનાવવામાં આવે છે છે.

image source

ચાઈનીઝ ફ્રાઇડ રાઇસ કે પછી હક્કા નુડલ્સ કે પછી મંચુરિયનમાં પણ કાચી-પાકી કોબીજનો જ ઉપયોગ કરવામાં આવે છે.

પણ કાચી કોબીજ ખવાથી કૃમિ શરીરમાં પ્રવેશી શકે છે. કોબીજમાં આ કૃમિ કેવી રીતે મળી આવે છે તેનો કોઈ ચોક્કસ સ્રોત હજુ સુધી મળી શક્યો નથી.

માટે જ તમારે કોબીજને બને ત્યાં સુધી સંપૂર્ણ પકવીને જ ખાવી અને કાચી ન ખાવી તેનો સલાડ તરીકે પણ ઉપયોગ ન કરવો.

image source

અન્ય શાકભાજીઓમાં પણ આ ટેપવોર્મ મળી આવે છે

કેબેજ ઉપરાંત, ફ્લાવર, કેલે, બ્રોકોલીમાં પણ ટેપવોર્મ હોવાની શક્યતા છે. આ ટેપવોર્મ શરીરમાં પ્રવેશતાં જ તે આંતરડાની દીવાલો પર ઇંડા મુકવાનું શરૂ કરે છે.

આ કીડાના ઇંડાથી નીકળતો લાર્વા લોહી દ્વારા શરીરના બીજા ભાગ તેમજ મગજ સુધી પહોંચે છે. અને ત્યાં પણ ઇંડા મુકે છે.

image source

આ કીડાઓ તમને નરી આંખે નથી દેખાતા. તેમજ કોબીજ તેમજ ફ્લાવર જેવા શાકભાજીમાં આ કીડા સરળતાથી છૂપાઈ શકે છે. તેને ધોવા છતાં પણ તે બહાર નથી નીકળી શકતાં.

જો તમને પણ તમારા શાકભાજીમાં કોઈ કીડા જોવા મળે તો તેને ધોઈને સાફ કરવા કરતાં તેને નાખી દેવા જ સારા કારણ કે ધોયાને સાફ કરી લીધા બાદ પણ તેમાં કોઈ કીડો હશે કે નહીં તેની કોઈ જ ગેરેન્ટી નથી હોતી.

ટેપવોર્મથી બચવા માટે શું સાવચેતી રાખવી ?

image source

કોબીજ, ફ્લાવર, બ્રોકોલી, મૂળા, ટામેટા, વિગેર શાકભાજીનો ઉપયોગ કરતાં પહેલાં તેને ગરમ પાણીમાં વ્યવસ્થિત ધોઈ લેવા.

કોબીજને કાપતા પહેલાં અને કાપ્યા બાદ બે વાર ધોવાનું રાખો અને તેને પણ બીજી વાર ગરમ પાણીમાં જ ધોવો.

image source

કોબીજ ક્યારેય કાચી કે પછી કાચી-પાકી ન ખાવી તેને પુર્ણ પકાવીને જ ખાવી.

આ ઉપરાંત મૂળા, ગાજર, કાકડી જેવા શાકભાજી હંમેશા વ્યવસ્થિત ધોઈને તેની છાલ ઉતારીને જ ખાવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ