આ ટ્રેનની ખાસિયત છે જોરદાર, જો એકવાર જાણી લેશો તો તરત જ થઇ જશે બેસવાનુ મન…

ટ્રેનની મુસાફરી કોણે ન કરી હોય ?

image source

નાના બાળકથી માંડીને વૃદ્ધ વ્યક્તિ સુધી દરેકે જીવનમાં અનેકવાર નહિ તો ઓછામાં ઓછી એક વાર તો ટ્રેનની મુસાફરી કરી જ હશે. ટ્રેનમાં મુસાફરી કરવાનો એક અલગ જ આનંદ છે. ભલે AC ટ્રાવેલ્સ હોય કે AC કાર પણ ટ્રેનની બારી, ગરમા ગરમ ચાનો કપ, હાથમાં અખબાર આ એવા અનુભવો છે જેનો લુત્ફ તમે ટ્રેનમાં જ માણી શકો.

image source

જેન્તીલાલ.કોમ પર આ પહેલા આપણે ટ્રેન સંબંધી એક લેખ વાંચી ચુક્યા છીએ. જેમાં દેશભરમાં રેલવે સ્ટેશન પર કરવામાં આવતા ટ્રેન અપડેટના અનાઉસમેન્ટ વોઇસ સંબંધિત રોચક માહિતી આપવામાં આવી હતી. જયારે હાલ આ આર્ટિકલમાં આપણે ટ્રેનની મુસાફરી સંબંધિત વાત કરીશું.

image source

એવું નથી કે માત્ર ભારતમાં જ ટ્રેન યાત્રાનો અનુભવ યાદગાર અને આહલાદક છે. વિશ્વભરમાં ટ્રેનની મુસાફરીનો પોતાનો જ એક અલગ આનંદ છે.

આવા જ એક આશ્ચર્યચકિત કરી દે તેવી રેલ યાત્રા છે આર્જેન્ટિના દેશની. શું છે આ દેશની ટ્રેન સેવાની ખાસિયત ? આવો જરા વિસ્તારથી વાત કરીએ.

image source

અહીંની એક ટ્રેન દુનિયાની સૌથી વધુ ઊંચાઈ ધરાવતા ટ્રેન રૂટ પરથી પસાર થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ટ્રેન એટલી ઊંચાઈ પરથી પસાર થાય છે કે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો બારીમાંથી હાથ બહાર કાઢી વાદળોને સ્પર્શી શકે છે.

image source

આર્જેન્ટિનામાં આવેલી એન્ડિઝ પર્વતમાળા જે સમુદ્ર તટથી લગભગ 4000 મીટર ઊંચાઈ પર સ્થિત છે ત્યાંથી પસાર થતી ટ્રેનને ‘ટ્રેન ટુ ધ ક્લાઉડ’ એટલે કે વાદળો વચ્ચેથી પસાર થતી ટ્રેન તરીકે પણ ઓળખવામાં આવે છે.

image source

દુનિયાના સૌથી ઊંચા ટ્રેન રૂટ પૈકીના એક આ રૂટની શરૂઆત આર્જેન્ટિનાના સીટી ઓફ સાલ્ટાથી થાય છે. જે સમુદ્ર તટથી 1100 મીટરથી પણ વધુ ઊંચાઈએ આવેલું છે. ટ્રેન અહીંથી વેલી ડી લેર્મા થઈને કેબ્રેડા ડેલ ટોરો પહોંચે છે અને ત્યાંથી લા પોલ્વોરીલા વિયાડક્ટ (4200 મીટર ઊંચાઈ પર) પર પહોંચી રૂટ પૂર્ણ થાય છે.

image source

આ દરમિયાન ટ્રેન 29 જેટલા પુલ અને 21 જેટલી ટનલો પસાર કરીને 217 કિલોમીટર ચાલે છે.

image source

જયારે ટ્રેન અહીં પહોંચે છે ત્યારે એવું લાગે કે જાણે ટ્રેન વાદળોને ચીરીને આગળ ન વધતી હોય. આ રૂટ લગભગ 16 કલાકનો હોય છે પણ તેનો અનુભવ જીવનભર યાદ રહી જાય તેવો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ