કઇ ખાંડ તમારા સ્વાસ્થ્ય માટે છે એકદમ બેસ્ટ, જાણી લો તમે પણ…

આજે સમજીએ શરીરમાં કેવીરીતે સુગર વધી રહી છે, કેમ કે મોટાભાગની વસ્તુઓમાં મીઠાશ છુપાયેલી હોય છે.

  • – દુનિયાભરમાં ૪૨ કરોડ ૫૦ લાખ લોકો ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે.
  • – ૨૦૨૫ સુધી ડાયાબિટીસના દર્દીઓ સંખ્યા ૧૫ કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.
  • – ભારતમાં વર્ષ ૨૦૧૭ સુધીમાં ૭ કરોડ ૩૦ લાખ દર્દીઓ ડાયાબિટીસના નોંધાયા છે.
image source

મીઠાઈઓનું નામ સાંભળી ને જ કેટલાંક લોકોના મોંમાં પાણી આવી જાય છે તો કેટલાક લોકોને પોતાની તબિયતની ચિંતા થવા લાગે છે. ઘણા લોકો બચવાનો પ્રયત્ન કરે છે પણ તે લોકો પર પણ મીઠાશના વારથી બચી શકતા નથી.

ઇન્ટરનેશનલ ફેડરેશનના એક એહવાલ મુજબ દુનિયામાં ૪૨.૫૦ લાખ લોકો ડાયાબિટીસના દર્દી છે. ભારતમાં ૨૦૧૭ સુધી ૭.૩૦ લાખ દર્દીઓ ડાયાબિટીસ રોગથી ગ્રસિત છે. જો ડાયાબિટીસનો રોગ આ જ ઝડપથી વધતો રહયો તો ૨૦૨૫ સુધીમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા લગભગ ૧૫ કરોડ જેટલી વધી જવાની સંભાવના છે.

image source

ભારતમાં જેટલી ઝડપથી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તે જોતા લોકોએ ખાંડ કે મીઠાશથી તોબા કરવાનું શરૂ કરી દીધું છે, કેમ કે લોહીમાં સુગરનું વધુ પ્રમાણ આપની આંખોની દેખાવાની ક્ષમતા, નર્વસ સિસ્ટમ અને હૃદયને લગતા રોગોની પણ શક્યતાઓ વધારી દે છે. બજારમાં લો સુગરના નામે ઘણા ઉત્પાદનો આવી ચુક્યા છે. પણ શું આમ અચાનક જ સુગરને અલગ કરી શકાય છે?

image source

જે લોકો ખાંડ કે અન્ય કોઈ ગળી વસ્તુ જે સીધી રીતે તેઓ નથી ખાતા પણ ખાંડ કે અન્ય મીઠાશ તેઓ આડકતરી રીતે તેમના શરીરમાં જઈ રહી છે. તો જાણીએ એવાં ક્યાં પદાર્થો છે જેમાં છુપી રીતે સુગરનો ઉપયોગ થઈ રહ્યો છે.

  • કેચઅપ: ૧ મોટી ચમચીમાં ૪ ગ્રામ ખાંડ
  • મેયોનિઝ: ૧ મોટી ચમચીમાં ૧ થી ૨ ગ્રામ ખાંડ
  • ઠંડાપીણાં: ૧ બોટલમાં ૪૦ ગ્રામ ખાંડ
  • જેલી/ જામ: ૧ મોટી ચમચીમાં ૧૦ થી ૧૨ ગ્રામ ખાંડ.

    image source
  • બિસ્કિટ: ૨૫૦ ગ્રામમાં ૧૩ ચમચી ખાંડ.
  • ઓરેન્જ જ્યુસ: ૧૦૦ એમએલમાં ૮ ગ્રામ ખાંડ.
  • ચોકોલેટ મિલ્ક: ૨૩૦ એમએલમાં ૨ મોટી ચમચી.
  • પાસ્તા સોસ: ૩૭૫ ગ્રામમાં ૯ ગ્રામ ખાંડ.
image source

ખાંડ જરૂરી તો છે, પણ કેટલી અને કેવી ખાંડ શરીર માટે જરૂરી તેમજ કેવી ખાંડ શરીરને નુકસાન નથી કરતી. તે હવે જાણીશું.

– શરીર માટે ખાંડ ખૂબ જરૂરી હોય છે. ખાંડ શરીરમાં ઉર્જાનો સ્તોત્ર છે. ખાંડ શરીરમાં પ્રોટીન બનાવવામાં પણ મદદરૂપ થાય છે.

image source

મસ્તિષ્ક અને લોહીની કોશિકાઓ ઉર્જા માટે ગ્લુકોઝ પર નિર્ભર હોય છે. પરંતુ શરીરમાં આ સ્તરની અનિયમિતતા ડાયાબિટીસનું કારણ બની જાય છે. જેનો એક જ ઉપાય છે કે તેને કંટ્રોલમાં રાખવું પડે છે. દર્દીઓ દેખીતી મીઠાશથી તો બચી જાય છે પણ જે વસ્તુઓમાં છુપી રીતે સુગરનો ઉપયોગ થાય છે. તેનાથી તેઓ બચી શકતા નથી.

કઈ ખાંડ વધુ સુરક્ષિત છે.

– ક્રિસ્ટલાઈઝડ ખાંડ:આ ખાંડનો એ પ્રકાર છે જે આપણે રોજ ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે, દૂધ, ચા, જ્યુસ વગેરેમાં.

image source

– પ્રાકૃતિક ખાંડ:બધા ફળ, શાકભાજી,બીજ વગેરેમાં ઉપલબ્ધ હોય છે. આ મીઠાશ સૌથી સુરક્ષિત માનવામાં આવે છે.

લો કેલેરી સ્વીટનર:આનો ઉપયોગ ટેબલ સુગરના વિકલ્પ તરીકે થાય છે. જો કે આમાં કેલેરી ઓછી હોય છે, પણ કેટલાક સ્વીટનર સામાન્ય ખાંડ કરતા વધારે ગળ્યા હોય છે.

  • – બજારમાં ખાંડ લગભગ ૬૧ અલગ અલગ નામોથી ઉપલબ્ધ છે. આ ખાંડની સૌથી સરલ ઓળખ છે જેના નામ પાછળ ose હોય છે, જેમકે ડેકસ્ટ્રોસ, લેકટોસ, ગ્લુકોઝ, ફ્રુકટોઝ વગેરે. સુક્રોઝને ટેબલ સુગર તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં ૫૦% ગ્લુકોઝ અને ૫૦% ફ્રુકટોઝ હોય છે.એચએફસીએસ પણ એક પ્રકારની પ્રોસેસ્ડ સુગર જ છે. જે સોડા, આઈસ્ક્રીમ, બ્રેડ, કુકીઝ વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે.
  • – આ વસ્તુઓમાં ખાંડ છુપી રીતે નાખવામાં કે તે ઉત્પાદનોમાં સમાહિત હોય છે.
  • – બ્રેડ: ફક્ત વાઇટ બ્રેડ જ નહીં, મલ્ટીગ્રેન બ્રેડ, ઘઉંની બ્રેડ, બ્રાઉન બ્રેડમાં પણ મોટાભાગે ખાંડ હોઇ શકે છે. ત્યાંજ પ્રોસેસ્ડ બ્રેડની એક સ્લાઇસમાં ૩ ગ્રામ ખાંડ હોય છે.

    image source

પેકેજડ ફ્રુટ:કેટલીક વાર ફળોને છોલીને ખાંડયુક્ત સિરપમાં પ્રિઝર્વ કરવામાં આવે છે. આ પ્રક્રિયાથી ફળોમાં ફાઈબરની માત્રા ઘટી જાય છે અને બિનજરૂરી ખાંડનું પ્રમાણ વધી જાય છે. ત્યાંજ પેકેજિંગને કારણે વિટામિન સીની માત્રા બિલકુલ નહિવત થઈ જાય છે તે વધારામાં.

મફીન્સ:કેટલાક મફીન્સની અંદર અને ઉપર ઓટ્સનો છાંટવામાં આવે છે એનો મતલબ એ નહિ કે તે ખાંડ કરતા સારા કે સ્વાસ્થ્યવર્ધક માની શકાય છે. જ્યારે કેટલાક મફીન્સ કેકનું જ બીજું સ્વરૂપ હોય છે જેમાં મોટાભાગે ખાંડ, કેમિકલ્સ અને ટ્રાન્સફેટ હોય છે.

image source

ફ્રુટ જ્યુસ:બજારમાં મળતા અલગ અલગ પેકીંગ ફ્રુટ જ્યુસ હોય કે દુકાનમાં મળતો ફળોનો રસ હોય તેમાં મીઠાશ વધારવા માટે તેમાં ઉપરથી ખાંડ નાખવી તે સામાન્ય વાત છે. એટલે ફળો તાજા હોય તે જ વધારે સારું રહે છે.

ફ્રોઝન યોગર્ટ:એ વાતમાં કોઈ શક નથી કે યોગર્ટમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે છે, પરંતુ ૨૩૦ એમએલ લો ફેટ યોગર્ટમાં ૧૭ થી ૩૩ ગ્રામ ખાંડનું પ્રમાણ હોય છે. એટલે કે એક ચોકોલેટ આઈસ્ક્રીમ બરાબર થાય છે.

image source

એનર્જી ડ્રિન્ક: એ દાવો કરવામાં આવે છે કે આ આપને ઉર્જાથી ભરી દેશે. પરંતુ એ સાથે જ આપને ખાંડની સાથે સાથે કેફીનથી પણ ભરી દેશ. પ્રતિ ૨૦૦ એમએલ એનર્જી ડ્રિન્કમાં લગભગ ૨૫ ગ્રામ ખાંડ હોય છે.

ફ્લેવર્ડ ટી: આ ટીને અમુમન ખાંડ કે ફ્લેવર્ડ સીરપ નાખીને તૈયાર કરવામાં આવે છે. બજારમાં ઉપલબ્ધ આઈસ ટી ના ૩૪૦ એમએલ માં ૩૩ ગ્રામ સુગર હોઈ શકે છે. એટલે કે એક કોક ટીન બરાબર. ત્યાં જ લેમન ફ્લેવર્ડની ટીની એક બોટલમાં ૩૨ ગ્રામ સુધી સુગર હોઈ શકે છે.

  • – તો કેટલી ખાંડ રોજ ઉપયોગમાં લઈ શકાય?

    image source
  • ભારતીય રાષ્ટ્રીય પોષણ સંસ્થાને નક્કી કર્યા મુજબ ખાંડની સીમા દરરોજ ફક્ત ૨૦ થી ૨૫ ગ્રામ ખાંડ લઈ શકાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સામાન્ય બોડી માસ ઇન્ડેક્સ વાળી વ્યક્તિએ વધારામાં વધારે ૬ નાની ચમચી એટલે કે ૨૫ ગ્રામ ખાંડ નું સેવન રોજ કરી શકાય છે.
  • – જો ઉત્પાદન પર લખ્યું છે કે નો સુગર/ સુગર ફ્રી મતલબ કે આમ ખાંડ નથી, પણ આર્ટિફિશિયલ સ્વીટનર હોઈ શકે છે.

    image source
  • – નો એડેડ સુગર મતલબ કે નિર્માણ દરમિયાન સુગર ઉમેરવામાં આવી નથી પણ ઉત્પાદનના સ્તોત્રમાં ખાંડ હોઈ શકે છે. જેમકે ફ્રુટ જ્યુસમાં રહેલ ફ્રુકટોઝ. આ સાથેજ આર્ટિફિશિયલ સ્વીટનર પણ તેમાં હોઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ