આ ધનતેરસે તમારી રાશિ મુજબ તમારે શું ખરીદવું તમારા માટે રહેશે શુભ – અત્યારે જ જાણો

આમ તો દીવાળીના તહેવારની શરૂઆત નવરાત્રી પુર્ણ થયાના થોડા દીવસોમાં જ થવા લાગે છે. કારણ કે દીવાળી આવવાની હોવાથી તેના માટે ઘરની સાફસફાઈ, રંગરોગાન, નવા રાચરચીલાની ખરીદી, વસ્ત્રોની ખરીદી બધું જ શરૂ થઈ જાય છે અને બજારમા પગ મુકવાની પણ જગ્યા નથી રહેતી. પણ સાચા અર્થમાં દીવાળીના તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ દિવસે શુભ વસ્તુઓની ખરીદી કરવાની પ્રથા છે. પણ જો રાશી પ્રમાણે ખરીદી કરવામા આવે તો તેનું ફળ ઘણું વધી જાય છે. તો ચાલો જાણીએ કઈ રાશી પ્રમાણે કઈ ખરીદી કરવી જોઈએ.

image source

મેષ રાશિ

આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશીની વ્યક્તિએ સોનાના આભૂષણો તેમજ સિક્કા અથવા તો તાંબાના વાસણો ખરીદવા જોઈએ. આ ઉપરાંત ધનતેરસના દિવસે પીતળની ખરીદી પણ આ રાશિના જાતક માટે શુભ માનવામાં આવે છે. આ ધાતુની વસ્તુ ખરીદવાથી મેષ રાશીના જાતકને ખુબ લાભ થાય છે.

image source

વૃષભ રાશિ

વૃષભ રાશિનો સ્મામી શુક્ર છે. આ રાશિના જાતક માટે ચાંદીની ધાતુ શુભ માનવામા આવે છે. આ જાતકોએ પોતાના ધનની વૃદ્ધિ માટે પોતાની આર્થિક શક્તિ પ્રમાણે ચાંદીની વસ્તુ ખરીદીવી જોઈએ. પણ આ જાતકે ધનતેરસના દિવસે સોનાની વસ્તુ ન ખરીદવી જોઈએ.

image source

મિથુન રાશી

મિથુન રાશીનો સ્વામી બુધ છે. આ રાશીના જાતકોએ ધનતેરસના દિવસે શિક્ષણ સંબંધીત વસ્તુ જેમ કે પુસ્તકો, ડાયરી, પેન, લેપટોપ વિગેરે વસ્તુઓ ખરીદવી જોઈએ. આ સિવાય આ જાતકોએ ધનતેરસના દિવસે તાંબાની પણ કોઈ વસ્તુ ચોક્કસ ખરીદવી જોઈએ. આવી વસ્તુ ખરીદવાથી મિથુન રાશીના જાતકો પર ભગવાન ધનવંતરી મહેરબાન રહેશે.

image source

કર્ક રાશિ

આ રાશિનો સ્વામી ચંદ્ર છે. આ રાશીના જાતકોએ ધનતેરસના દિવસે ચાંદીની વસ્તુઓ ખરીદવી જોઈએ. જો કે આ રાશિના જાતકે આ દિવસે વસ્ત્રો ન ખરીદવા જોઈએ.

image source

સિંહ રાશિ

સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે સોનું ખરીદવું જોઈએ. સોનાના સિક્કા કે પછી સોનાના આભૂષણો. આ સિવાય તમે વાસણો તેમજ ધાર્મિક પુસ્તકો પણ ખરીદી શકો છો. આ જાતકો માટે સોનું ખુબ જ શુભ માનવામાં આવે છે. સોનું ખરીદવાથી તમારી સંપત્તિમાં તેર ગણો વધારો થશે અને લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા પર રહેશે.

image source

કન્યા રાશિ

કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશીના જાતકોએ ધનતેરસના દિવસે ચાંદીના સિક્કા તેમજ આભુષણો ખરીદવા જોઈએ. આમ કરવાથી તમારા પર લક્ષ્મીમાંની કૃપા વરસશે.

તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી શુક્ર ગ્રહ છે. આ રાશિના જાતકોએ ધનતેરસના દિવસે ચાંદીના વાસણો અને નવા વસ્ત્રો ખરીદવા જોઈએ.

image source

વૃશ્ચિક રાશિ

આ રાશિનો સ્વામી મંગળ છે. આ રાશિના જાતકોએ ધનતેરસના શુભ દિવસે સોનાના આભૂષણો તેમજ પુજાનો સામાન ખરીદવો જોઈએ.

ધનુ રાશિ

ધનુ રાશિનો સ્વામી ગુરુ છે. આ રાશિના જાતકોએ ધનતેરસના પાવન દિવસે ચાંદીના વાસણ તેમજ આભૂષણોની ખરીદી કરવી જોઈએ. આ ખરીદી તેમના માટે ફળદાયી રહેશે.

image source

મકર રાશિ

મકર રાશિનો સ્વામિ શનિ છે. આ રાશિના જાતકોએ વાહન તેમજ સુશોભનનો સમાન ખરીદવો જોઈએ. તેમના માટે ફળદાયી રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિનો સ્વામી શનિ છે. આ રાશિના જાતકોએ ચાંદી તેમજ સ્ટીલના વાસણની ખરીદી કરવી જોઈએ. તેમ કરવાથી તમારા પર લક્ષ્મી માતા પ્રસન્ન થશે.

image source

મીન રાશિ

મીન રાશિનો સ્વામી ગુરુ છે. આ ધનતેરસના દિવસે તમારે સોના તેમજ ચાંદીના આભૂષણોની ખરીદી કરવી જોઈએ. આ ઉપરાંત તમે તમારા વ્યવસાયમાં નવા સોદાઓ પણ કરી શકો છો તે તમને શુભ ફળ આપશે. તમને તમારા કામમાં સફળતા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ