ધડાધડ વધી રહ્યા છે કોરોનાના કેસ: એક્ટિવ કેસ 12.5 લાખને પાર, મોતના આંકડાઓ જાણીને તમે પણ રડી પડશો

આખા દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ ભયજનક ગતિએ વધી રહ્યું છે. સોમવારના રોજ ૧,૬૦,૬૯૪ નવા કેસ નોંધવામાં આવ્યા હત જયારે સોમવારના રોજ ૯૬,૭૨૭ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા અને ૮૮૦ વ્યક્તિઓનું કોરોના વાયરસના લીધે મૃત્યુ થઈ ગયું છે. આમ સતત બીજો દિવસ એવો હતો જયારે નવા દર્દીઓની સંખ્યા ૧.૬૦ લાખ દર્દીઓ મળી આવ્યા. આના એક દિવસ પહેલા જ એટલે કે, રવિવારના દિવસે ૧,૫૯,૯૧૪ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

આખા દેશમાં અત્યાર સુધી અંદાજીત ૧.૩૭ કરોડ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જેમાંથી ૧.૨૨ કરોડ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે જયારે ૧, ૭૧, ૦૮૯ વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવ્યું છે. એક્ટિવ કેસ એટલે કે, હાલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે એમની સંખ્યા. એપ્રિલ મહિનાના ૧૨ દિવસના સમયગાળામાં જ ૬,૭૮,૫૧૯ કરતા વધારે કેસ નોંધવામાં આવ્યા છે. તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના રોજ ૫, ૮૦, ૩૮૭ સક્રિય કેસ હતા જેમાં હવે વધારો થઈને તેની સંખ્યા ૧૨,૫૮,૯૦૬ જેટલી થઈ ગઈ છે. સોમવારના રોજ આ આંકડો વધીને ૬૨,૯૪૬ સુધી પહોચી ગયો છે.

કોરોના અપડેટ્સ.

-દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની અસર છેક સુપ્રીમ કોર્ટ સુધી જોવા મળી છે. જો સુત્રોનું માનીએ તો સુપ્રીમ કોર્ટમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં સાવધાની રાખતા સુપ્રીમ કોર્ટમાં થવાની તમામ સુનાવણીઓને હવેથી વિડીયો- કોન્ફરન્સિંગના માધ્યમથી કરવામાં આવશે. આવા સમયમાં તમામ ન્યાયાધીશો પોતાના નિવાસ સ્થાનેથી જ કામ કરી શકશે. આ સમય દરમિયાન કોર્ટની અલગ અલગ બેંચ નિશ્ચિત સમય કરતા એક કલાક મોડી બેસશે અને સુનાવણી કરવામાં આવશે.

-દિલ્લીના આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ નવા સ્તરે પહોચી ગયું છે ત્યારે આવા સમયમાં તમામ નાગરિકોને વિનંતી છે કે, તેઓ જયારે પણ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે. અમે સતત બેડની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં જ ૫ હજાર બેડની સુવિધા વધારી દેવામાં આવી છે. આજ રોજ પણ ૫૦% બેડ ઉપલબ્ધ છે તેમ છતાં અમે આ સંખ્યામાં વધારો પણ કરી રહ્યા છીએ.

-વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તા. ૧૪ એપ્રિલ, ૨૦૨૧ના રોજ કોરોના વાયરસ અને વેક્સિનેશન બાબતે બધા જ રાજ્યોના રાજ્યપાલોની સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરવામાં આવશે.

-અમદાવાદના સાબરમતી આશ્રમને કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાન રાખતા તા. ૧૩ એપ્રિલ, ૨૦૨૧થી મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે.

-રાજસ્થાન રાજ્યમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધો. ૬-૭માં અભ્યાસ કરતા બાળકોને આગળના ધોરણમાં પ્રમોટ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

-હરિયાણા રાજ્યમાં સોમવારના રાતના ૯ વાગ્યાથી લઈને સવારના ૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે. આ આદેશ હવેથી આગામી આદેશ સુધી તેનો અમલ શરુ રાખવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!