બોલીવુડની પાંચ સદાબહાર અભિનેત્રીઓ આજે દેખાય છે કંઇક આવી, જેમાં એકને તો ઓળખવી પણ છે મુશ્કેલ

બોલીવુડમાં એકથી લઈને એક સુંદર અભિનેત્રીઓ છે અને એમના લાખો દીવાના પણ છે. આ સુંદર હસીનાઓની દીવાનગી કંઈક એવી હતી કે લોકો એમની એક ઝલક મેળવવા માટે કોઈપણ હદે જવા તૈયાર રહેતા હતા. હિન્દી સિનેમાની આ અભિનેત્રીઓ પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ નામ કમાયું. પણ સમયની સાથે સાથે એમની સુંદરતા અને હાલત બંને જ બદલાઈ ગયા. આજે અમે અમુક આવી અભિનેત્રીઓ વિધે જણાવીશું જે પોતાના સમયમાં ખૂબ જ સુંદર દેખાતી હતી.

તનુજા

image source

પોટનાના સમયની સુપરહિટ અભિનેત્રી રહી ચુકેલી તનુજાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું. એમની સુંદરતાની ચર્ચા એ દિવસોમા ચારેબાજુ થતી હતી. તનુજાની અમુક યાદગાર ફિલ્મો આજે પણ લોકોના મનમાં વસેલી છે. જેમાં છબીલી, બહારે ફિર આયેગી, જવેલ થિફ, હાથી મેરે સાથી, મેરે જીવન સાથી, અમીર ગરીબ, યારાના, મહિવાલ, રખવાલા, સાથિયા, ખાકી, સન ઓફ સરદાર જેવી ફિલ્મો સામેલ છે. તનુજા અભિનેત્રી કાજોલની માતા છે અને પોતાના જમાનાની સુંદર તનુજાના ફેન્સ આજે પણ કઈ ઓછા નથી.

વહીદા રહેમાન.

image source

ફિલ્મી દુનિયામાં પોતાની એક્ટિંગથી સૌનું મન જીતી ચુકેલી અભિનેત્રી વહીદા રહેમાન એમના સમયે ન ફક્ત સુંદર અભિનેત્રી હતી પણ એમને સારી ડાન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. એમને સુપરસ્ટાર દેવાનંદ સાથે ફિલ્મ ગાઈડમાં કામ કર્યું હતુ. એ પછી એમને ઘણી ઉમદા ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતી લીધું જેમાં પ્યાસા, સીઆઇડી, સોલહવા સાલ કાગજ કે ફૂલ, સાહેબ બીવી ઓર ગુલામ, પથ્થર કે સનમ, રામ ઓર શ્યામ અને નમક હલાલ જેવી ઘણી ફિલ્મો સામેલ છે.

વૈજયંતી માલા.

image source

અભિનેત્રી વૈજયંતી માલા પોતાના જમાનાની સુપરસ્ટાર અભિનેત્રી હતી. એમને ફક્ત 13 વર્ષની ઉંમરમાં જ ફિલ્મી દુનિયામાં પગ મૂકી દીધો હતો. એમને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નાગીન, દેવદાસ, નયા દોર, કઠપૂતળી, મધુમતી, ગંગા જમુના, સંગમ જેવી ફિલ્મોમાં પોતાના અભિનયના દમ પર લોકોનું દિલ જીતી લીધું હતું.

આશા પારેખ.

image source

આશા પારેખ આજે પણ ચર્ચામાં છવાયેલી રહે છે. આશા પારેખ પોતાના જમાનાની ઉમદા અભિનેત્રીઓમાંથી એક હતી અને એમની સુંદરતાની ચર્ચા તો ચારેબાજુ થતી રહેતી હતી. વર્ષ 1994થી લઈને 2001 સુધી આશાએ સીને આર્ટિસ્ટ એસોસિયેશનની અધ્યક્ષ અને કેન્દ્રીય સેન્સર બોર્ડની પહેલી મહિલા ચેર પર્સન પણ રહી છે. આશાએ લગ્ન નથી કર્યા. લગ્નને લઈને એમને કહ્યું કે જો લગ્ન થઈ ગયા હોત આજે જેટલા પણ કામ કરી શકી છું લગ્ન પછી તો એનું અડધું પણ ન કરી હોત.”આશા પારેખની ફિલ્મોની વાત કરીએ તો એમને આસમાન, બાપ બેટી, દિલ દેકે દેખો, જબ પ્યાર કિસી સે હોતા હે, મેરે સનમ, તીસરી મંજિલ, આએ દિન બહાર કે અને આયા સાવન ઝૂમ કે જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

રાખી ગુલઝાર.

image source

આ કળીમાં અભિનેત્રી રાખી ગુલઝારનું નામ પણ સામેલ છે. રાખી જુના જમાનાની જાણીતી અભિનેત્રી રહી છે અને એમને ઘણી ફિલ્મોમાં માતાનું દમદાર પાત્ર પણ ભજવ્યું હતું. એમને 70થી 80ના દાયકામાં એકથી લઈને એક હિટ ફિલ્મો આપી જેમાં દાગ, કભી કભી અને કસમેં વાદે જેવી સુપરહિટ ફિલ્મો સામેલ છે. વર્ષ 2003 પછી એમને ફિલ્મી પડદા પર નથી જોવામાં આવ્યા અને એ લાઈમલાઈટથી દૂર જતી રહી. તમને જણાવી દઈએ કે એ ગીતકાર ગુલઝારની પત્ની છે. રાખીએ પોતાના જમાનાની સુંદર અભિનેત્રીઓમાંથી એક હજી. પણ આજે એમને ઓળખવા મુશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!