આ હોલિવૂડ ફિલ્મોનું ભારતમાં થયુ છે શૂટિંગ, બીજી આ વિગતો જાણીને તમને પણ થશે આપણાં દેશ પર ગર્વ

એક બાજુ જ્યાં બોલિવુડના ફિલ્મમેકર દુનિયાભરના ઘણા આકર્ષક સ્થળો પર શૂટિંગ માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે તો બીજી બાજુ હોલીવુડની ઘણા ફિલ્મ નિર્માતાનો ઇન્ટરેસ્ટ હાલ ભારતમાં શૂટિંગ માટે વધ્યો છે. પછી એ ડેની બોયલની સલ્મડોગ મિલિયનેયર કે પછી પત્રકાર ડેનિયલ પર્લની મોત પર બનેલી અ માઇટી હાર્ટ. ભારતીય સંસ્કૃતિ અને નિયમોમાં લચીલાપનના કારણે ઘણા હોલીવુડ ફિલ્મમેકર્સ ભારતીય સંસ્કૃતિને પોતાની ફિલ્મોમાં બતાવીને એવોર્ડ પણ જીતી જાય છે. તો આજે જાણી લઈએ ભારતમાં શૂટ થયેલી હોલીવુડની ઉમદા ફિલ્મો.

એક્સ્ટ્રેકશન.

image source

હોલીવુડ ફિલ્મ એક્સ્ટ્રેકશનનું મોટાભાગનું શૂટિંગ ભારતમાં થયું છે. ભારતમાં શૂટ થવાના કારણે આ ફિલ્મ ઘણા સમય સુધી ચર્ચામાં હતી. ફિલ્મમાં માર્વેલ સ્ટુડિયોની સુપરહિટ ફિલ્મ થોરના લીડ એકટર ક્રિસ હેમસવર્થ મેન લીડમાં દેખાયા. ભારતીય બેકગ્રાઉન્ડ પર આધારિત ફિલ્મ હોવાના કારણે એમાં ઘણા ભારતીય કલાકારો પણ છે. આ ફિલ્મમાં રણદીપ હુડા કમાન્ડોની ભૂમિકામાં દેખાયા હતા. એ સિવાય આ હોલીવુડ ફિલ્મ એક્સ્ટ્રેકશનમાં પંકજ ત્રિપાઠી, રણદીપ હુડા, પ્રિયંશું પેન્યુલી, પિયુષ ખાતી, રુદ્રાક્ષ જૈસવાલ જેવા એકટર દેખાયા હતા.

લાયન.

image source

અભિનેતા દેવ પટેલ અભિનીત ફિલ્મ લાયનનો અમુક ભાગ પણ ભારતમાં શૂટ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં આંતરાષ્ટ્રીય ચહેરા નિકોલ કિડમેન, રૂની મારા, દેવ પટેલ સાથે ભારતીય કલાકાર દીપ્તિ નવલ, પ્રિયંકા બોસ, નવાઝુદ્દીન સિદ્દીકી પણ છે. કોલકાતા અને ઓસ્ટ્રેલિયામાં ફિલ્માવવામાં આવેલી આ ફિલ્મ ભારતમાં 2017માં રિલીઝ થઈ હતી.ગાર્થ ડેવિસ નિર્દેશિત આ ફિલ્મ એક પાંચ વર્ષના બાળકની આજુ બાજુ ફરે છે જે કોલકાતાની ગલીઓમાં ગુમ થઈ જાય છે અને એક ઓસ્ટ્રેલિયન દંપતી એને દત્તક લઈ લે છે પછી 25 વર્ષ પછી પોતાના પરિવારની શોધમાં એ બાળક નીકળે છે.

જીરો ડાર્ક થર્ટી.

image source

આ ફિલ્મ પાકિસ્તાનના એબટાબાદમાં ઓસામા બિન લાદેનના એનકાંઉન્ટર પર બનેલી હતી. આ ફિલ્મનો અમુક ભાગનું શૂટિંગ ચંદીગઢના પંજાબ એન્જીનીયરિંગ કોલેજ અને ડીએવી કોલેજમાં થઈ હતી..

આ માઇટી હાર્ટ.

image source

આ ફિલ્મના નિર્દેશક માઈકલ વિન્ટર બોટમે ડાયરેકટ કરી હતી. તમને જણાવી દઈએ કે આમ તો આ ફિલ્મને પાકિસ્તાનના કરાંચીમાં શૂટ કરવાની હતી પણ અમુક કારણોસર આ ફિલ્મ કરાંચીમાં નહિ પણ ભારતના પુણે શહેરમાં કરવામાં આવી હતી.

સલ્મડોગ મિલિયનેયર.

image source

સલ્મડોગ મિલિયનેયર એક એવી હોલીવુડ ફિલ્મ છે જેનું શુટીંગ ભારતમાં જ થયું છે. આ ફિલ્મે ઓસ્કર એવોર્ડ પણ જીત્યો હતો. આ ફિલ્મને નિર્દેશક ડેની બોયલે ડાયરેકટ કરી હતી. આ ફિલ્મમાં ભારતની ગરીબીને ખૂબ જ નજીકથી બતાવવામાં આવી હતી અને એનું શૂટિંગ જુહુની જોપડપટ્ટીમાં થયું હતું. આ ફિલ્મમાં બૉલીવુડ એકટર અનિલ કપૂર, ઈરફાન ખાન અને ફ્રીડો પિન્ટો જેવા કલાકારોએ મુખ્ય પાત્રમાં કામ કર્યું હતું.

મિલિયન ડોલર્સ આર્મ..

image source

ફિલ્મ મિલિયન ડોલર આર્મનું શૂટિંગ ભારતમાં જ થયું હતું.આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થયું હતું અને આ ફિલ્મનું નિર્દેશન ક્રેગે કર્યું છે. આ ફિલ્મનું સંગીત જાણીતા સિંગર એ આર રહેમાને કમ્પોઝ કર્યું હતું.

આઉટસોર્સ.

image source

જોન જેફકોટ દ્વારા નિર્દેશિત આઉટસોર્સ કોમેડી અને રોમેન્ટિક ફિલ્મ હતી જેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મુંબઈના ઘણા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.

લાઈફ ઓફ પાઇ.

image source

હોલીવુડ ફિલ્મ લાઈફ ઓફ પાઈનું શૂટિંગને ભારતની ઘણી જગ્યાએ શૂટ કરવામાં આવ્યુ હતું. ફિલ્મને પુદુચેરી અને કેરળ જેવી શાનદાર જગ્યાએ શૂટ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં બૉલીવુડ એક્ટર્સ તબ્બુ અને ઈરફાન ખાને પણ લીડ એકટર તરીકે કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!