અંબાજી મંદિર બંધ, તેમ છતા ભક્તો માં અંબાને કરી રહ્યા છે આ રીતે દાન,ખબર છે તમને?

અંબાજી મંદિર

image source

દેશમાં કોરોના વાયરસના કારણે ૧૪ તારીખ સુધી જાહેર કરાયેલ લોકડાઉનને ૩ મે સુધી વધારી દેવામાં આવ્યું છે. સામાન્ય જનજીવનમાં તકલીફ ના આવે તેના માટે થઈને દુધની ડેરી, કરીયાણાની નાની દુકાન, દવાઓ માટે મેડીકલ સ્ટોર્સ અને અન્ય આવશ્યક વસ્તુઓની દુકાનોને ખોલવાની મંજુરી આપવામાં આવી છે. ખાસ વાત એ છે કે, દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉનના લીધે આખા દેશના ધાર્મિક સ્થાનોને બંધ કરવાની ફરજ પડી છે.

એમાં ગુજરાત રાજ્યનું પ્રખ્યાત અંબાજી મંદિર સહિત અન્ય મંદિરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. અંબાજી મંદિર આમ તો છેલ્લા ૨૬ દિવસોથી બંધ તેમ છતાં ઓનલાઈન માધ્યમથી દેશ-વિદેશ માંથી અંબાજી મંદિરને દાન મળી રહ્યું છે.

છેલ્લા ૧૮ દિવસમાં જ રૂપિયા ૫૦ હજારથી વધારે દાન મળ્યું.:

દેશમાં ફેલાઈ રહેલ કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે એવી જગ્યાઓ જ્યાં વધારે પ્રમાણમાં લોકો એકઠા થતા હોય તેવા બધા જ સ્થાનો બંધ કરી દેવામાં આવ્યા છે જેમાં અંબાજીનું મંદિર પણ સામેલ છે.

image source

ગુજરાતનું પ્રસિદ્ધ અંબાજી મંદિર છેલ્લા ૨૬ દિવસથી બંધ છે તેમછતાં શ્રદ્ધાળુઓની આસ્થામાં જરાક પણ ઓટ આવી નથી જેના પરિણામ સ્વરૂપ ઇતિહાસમાં આટલા બધા દિવસો સુધી મંદિર રહેવા છતાં પણ શ્રદ્ધાળુઓએ મંદિરને ઓનલાઈન માધ્યમથી દાન રૂપિયા ૫૦ હજાર જેટલું દાન આપવામાં આવ્યું છે. અંબાજી મંદિરના ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ ત્રણ જુદી-જુદી વેબસાઈટ પરથી છેલ્લા ૧૮ દિવસમાં જ રૂપિયા ૫૦ હજારથી મૂલ્યનું દાન અંબે માતાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યું છે.

ઇતિહાસમાં પહેલીવાર ભક્તો માટે બંધ થયું મંદિર.:

image source

ગુજરાત રાજ્યના પ્રસિદ્ધ અંબાજી મંદિરના ઇતિહાસમાં પહેલીવાર શ્રદ્ધાળુઓના હિત જોતા અંબાજી મંદિર બંધ કરી દેવાયુ છે. આ નિર્ણય શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયો છે. કેમ કે, સામાન્ય દિવસોમાં એટલે કે નવરાત્રી કે દર મહિનાની પુનમના દિવસ સિવાય પણ અંબાજી મંદિરમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની મેદની ભેગી થાય છે તેમજ અત્યારે ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના સ્થાનિક સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો.

image source

અને આવામાં જો અંબાજી મંદિર ખુલ્લું રાખવામાં આવે તો શ્રદ્ધાળુઓ પર ખુબ જ મોટો ખતરો ઉભો થઈ શકે છે. આ ખતરાને ટાળવા માટે અંબાજી મંદિરને સુરક્ષા જાળવવા માટે છેલ્લા ૨૬ દિવસથી શ્રદ્ધાળુઓ માટે બંધ રાખવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ