‘રામાયણ’ની મંદોદરીએ ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રીને કરી દીધુ અલવિદા, લેટેસ્ટમાં જાણો હાલમાં શું કરે છે

‘રામાયણ’ સિરિયલમાં મજબૂરીમાં ‘મંદોદરી’ નું પાત્ર ભજવનાર અપરાજિતા ભૂષણ, જે 23 વર્ષ પહેલાં જ ઇન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી, જે હાલમાં લાઈમલાઈટથી દૂર રહીને આ કામ કરી રહી છે.

image source

લોકડાઉનને લઈને રામાનંદ સાગરની પ્રખ્યાત સીરિયલ ‘રામાયણ’ નું ટેલિવિઝન પર પુનઃ પ્રસારણ થઈ રહ્યું છે. આ સિરીયલને લઈને હજી પણ લોકોમાં એ પહેલાં જેવો જ ક્રેઝ છે એટલે કે લોકો હજી આ સીરિયલ ફરી જોવા ઉત્સુક છે. આ સીરીયલ દ્વારા, આ સમયના બાળકોએ ન જોયેલા જૂના કલાકારો આજે તેમની સામે આવી ગયા છે, અને જેમણે આ સિરિયલ જોયેલી છે, તેઓને તેમની જૂની યાદો ફરી તાજી થઈ ગઈ છે.

image source

દૂરદર્શન પર જ્યારથી ‘રામાયણ’ સીરિયલ બતાવવામાં આવી રહી છે ત્યારથી તે સીરિયલના બધા જ કલાકારો ચર્ચામાં આવી ગયા છે. કેટલાક કલાકારો ચર્ચામાં છે, તો કેટલાક ટીવી ઇન્ડસ્ટ્રીથી ઘણાં દૂર છે. રામાયણમાં આવું જ એક પાત્ર રાવણની પત્ની મંદોદરીનું હતું. રામાયણમાં મંદોદરીની ભૂમિકા ભજવનારી અભિનેત્રીનું અત્યારનું જીવન સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળે છે.

image source

‘રામાયણ’માં મંદોદરીનું પાત્ર અપરાજિતા ભૂષણ દ્વારા ભજવવામાં આવ્યું હતું. અપરાજિતા ભૂષણ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ભારત ભુષણની પુત્રી છે. એક ઇન્ટરવ્યુ દરમ્યાન અપરાજિતા ભૂષણ એ જણાવ્યું હતું કે, પતિના અચાનક અવસાન બાદ તે અભિનય તરફ વળી ગઈ હતી. તે સમયે તેને બે બાળકો પણ હતા.

અપરાજિતા ભૂષણને ક્યારેય ફિલ્મ જગતમાં રસ નહોતો. શરૂઆતમાં તે ડબિંગમાં કામ કરતી હતી. રામાનંદ સાગરે પહેલી વાર અપરાજિતા ભૂષણ નું ઓડિશન લીધું હતું. રામાનંદ સાગરે ઓડિશન પછી તેમને કહ્યું હતું કે તેમણે આટલા બધા લોકોનું ઓડિશન લીધું હતું પરંતુ હજી સુધી તેમને કોઈ મળ્યું નોહતું. પરંતુ હવે તેમની શોધ પૂર્ણ થઈ હતી.

image source

‘રામાયણ’ પછી અપરાજિતા ભૂષણનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેમને સતત ફિલ્મો મળતી રહી હતી. તેમણે લગભગ 10 થી 12 વર્ષ સુધી વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી હતી. અપરાજિતા ભૂષણએ તેની કરિયરમાં આશરે 50 થી પણ વધુ ફિલ્મો કરી હતી.

image source

અપરાજિતા ભૂષણ હાલમાં ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર છે અને પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તેમણે છેલ્લે 1997 માં ફિલ્મ ‘ગુપ્ત’ કરી હતી. અપરાજિતા ભૂષણ આધ્યાત્મિકતા તરફ ઝુકાવ ધરાવે છે. તે હાલમાં લેખનનું કામ કરે છે. જેમાં આધ્યાત્મિકતાને લગતી બાબતો વિશે ચર્ચા થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ