દેવ દિવાળીના દિવસે કરો આ સમયે પૂજા અર્ચના, થશે અનેક લાભ…

કાર્તીકી પુર્ણીમાને શા માટે દેવ દિવાળી કેહવામા આવે છે ? આ દિવસે લક્ષ્મીજીની પુજા કરવાના મુહર્ત

દીવાળી એટલે કે કાર્તક મહિનાની અમાસના 15 દિવસ બાદ આવે છે કાર્તક મહિનાની પુનમ જેને આપણે નાનપણથી જ દેવદીવાળી તરીકે ઓળખતા આવ્યા છીએ અને ઉજવતા આવ્યા છીએ. ત્યારે જ્યારે આપણે આપણા મોટેરાઓને પ્રશ્ન પુછતાં કે આ દીવાળીને દેવ દીવાળી કેમ કહેવાય ત્યારે મોટાઓ માત્ર એટલું જ કહેતાં કારણ કે આ દિવાળી દેવોની દીવાળી હોય છે. પણ આજના આ લેખમાં અમે તમને જણાવીશું કે દેવ દીવાળી શા માટે ઉજવવામાં આવે છે અને સાથે સાથે તે દિવસે લક્ષ્મીજીની પુજા કરવાના મુહુર્તો પણ જણાવીશું.

image source

દીવાળી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે પણ દીવાળીના બીજા દિવસે જે નુતનવર્ષ છે તેની ઉજવણી અમુક રાજ્યોમાં જ કરવામાં આવે છે પણ દીવાળીની જેમ દેવદીવાળીની ઉજવણી સમગ્ર દેશમાં કરવામાં આવે છે. પણ જો તમારે તેની ખરી ઉજવણી જોવી હોય તો તે તમે વારાણસી એટલે કે બનારસમાં આવેલી ગંગાનદીના વિવિધ ઘાટો પર જોઈ શકો છો. આ દિવસે ગંગાજીની ભવ્ય પુજા કરવામાં આવે છે. દેવદીવાળીની રાત્રીએ બનારસના ઘાટોનું સૌંદર્ય જ અલૌકિક હોય છે, કારણ કે આ દિવસે બનારસના દરેક ઘાટોને હજારો દિવાથી જગમગાવવામાં આવે છે.

image source

ચાલો જાણીએ શા માટે દેવ દીવાળીની ઉજવણી કરવામા આવે છે.

પુરાણોના ઉલ્લેખો પ્રમાણે આ દિવસે એટલે કે કાર્તક મહિનાની પુનમના દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. જેની ઉજવણી સ્વર્ગના દેવતાઓએ દીવડાં પ્રગટાવીને કરી હતી. ત્યાર બાદ આ દિવસને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પુજાનુ પણ એક ખાસ મહત્ત્વ છે.

image source

બીજી એક માન્યતા એ પણ છે કે કાર્તક મહિનાની પુનમના દિવસે દેવતાઓ ધરતી પર અવતરે છે. આ માન્યતા પ્રમાણે આ દિવસે બ્રહ્માજી, શિવજી, વિષ્ણુ ભગવાન, આદિત્ય, અંગીરા વિગેરે દેવતાઓએ મહાપુનીત પર્વોને પ્રમાણિત કર્યા હતા. માટે જ સમગ્ર કાર્તક માસને અત્યંત પવિત્ર માનવામાં આવે છે.

દેવ દીવાળીના દિવસે આ કામ ચોક્કસ કરો

image source

દેવ દીવાળીના દિવસે તમારા ઘરના આંગણે જે તુલસીજીનો ક્યારો આવેલો છે ત્યાં ચોક્કસ સવાર સાંજ બન્ને સમય દીવો કરવો જોઈએ. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર થાય છે અને તેને ખુબ શુભ માનવામાં આવે છે.

દેવ દીવાળીના દિવસે ગંગાસ્નાનનું અનોખુ મહત્ત્વ છે. આ દિવસે ગંગા નદીમા સ્નાન કરવાથી તમારું મન તેમજ તન પવિત્ર બને છે.

image source

આ દિવસે જો તમારે કંઈ દાન કરવું હોય તો તમારે દીવાનું દાન કરવું જોઈએ. આ દિવસે કરેલા દીપ-દાનને ખુબ જ શુભ માનવામા આવે છે. દીપ દાન કરતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમારું મોઢું પૂર્વ તરફ હોય. આ રીતે દાન કરવાથી તમારા પર દેવતા પ્રસન્ન થાય છે.

કહેવાય છે કે આ દિવસે દીપદાન કરવાથી દાતાને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેમજ તેમના ઘરમાં સાત્વિકતા, પવિત્રતા, તેમજ લક્ષ્મીજીનો વાસ રહે છે.

image source

દેવ દિવાળીનું ખાસ પુજાના મુહુર્ત

આ વર્ષે દેવ દિવાળી 12 નવેમ્બર 2019ના દિવસે આવી રહી છે. જો કે તેનો શુભઆરંભ તો 11 નવેમ્બરથી જ થઈ જશે.

image source

આ દિવસે પુર્ણિમાના આરંભથી અંત સુધીનો જે સમય છે તે દરમિયાન પુજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. પુનમની તિથિનો આરંભ 11 નવેમ્બર 2019ની સાંજ 6 વાગ્યાને 2 મિનિટથી 12 નવેમ્બર 2019ની સાંજ 7 વાગીને ચાર મિનિટનો છે. આ સમય ગાળા દરમિયાનના શુભ મુહુર્તોમાં તમે પુજા કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ