અમિતાભ બચ્ચનને એક નહિં પણ છે આ બહુ બધી બીમારીઓ, પૂરી સ્ટોરી વાંચીને તમારી આંખમા પણ આવી જશે આસું…

અમિતાભના શરીરમાં ઈંજેક્શન દ્વારા દવાઓ પહોંચાડવામાં આવી રહી છે, ઘણા રોગો હોવા છતાં પણ તેમણે હિંમત નથી હારી…

image source

બોલિવૂડ અભિનેતા, જેમને સદીના મહાનાયકનું બિરુદ મળ્યું છે એવા ‘બિગ બી’ એટલે કે અમિતાભ બચ્ચનના ફેન્સ માટે એક એવા સમાચાર છે કે તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમારીની અવસ્થામાં આરામ કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે પોતાના ઘરની કેટલીક તસવીરો અપલોડ કરી છે અને સાથે તેમાં લખ્યું છે કે, “હું વધતી ઉંમરના ઝંઝાવાતોથી ઘેરાયેલ છું, સ્વાસ્થ્યના આ તબક્કામાં મારા શરીરમાંથી અનેક નળીઓ પસાર થઈ રહી છે. કેટલાકમાં સ્લાઈન વોટર, ઈંજેક્શન અને કેટલાકમાં સોનોગ્રાફ મીટરની નળીઓ છે. દવા પણ ઈન્જેક્શન દ્વારા આપવામાં આવી રહી છે. ડોક્ટર્સ મને કામમાંથી વિરામ લેવાનું અને ઘરે બેસીને આરામ કરવાની સૂચના આપી રહ્યા છે. પણ હું જલ્દી ઊભો થઈશ અને જલ્દી કામ પર પાછો આવીશ.”

અમિતાભની તબિયત વિશે આપી મમતા બેનર્જીએ ખરાબ ખબર…

તાજેતરમાં જ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ બિગ બીના સ્વાસ્થ્યને લગતું મોટું અપડેટ પણ આપ્યું છે. તેમણે ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત વખતે કહ્યું હતું કે, ‘અમિતાભ કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલમાં આવવાના હતા. જો કે તેમની તબિયત ખરાબ હોવાને કારણે તેમણે તેમનું શિડ્યુલ રદ કર્યું છે. તેમની ગેરહાજરીમાં શાહરૂખ ખાને કોલકાતા ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે મમતા બેનર્જીએ કહ્યું હતું કે – તેઓ આજે ન આવી શક્યા હોવા છતાં મારું માનવું છે કે અત્યારે પણ આ ફિલ્મ મહોત્સવ અમિતજીના વિચારોમાં હશે.

અમિતાભે ટ્વીટ કરીને કોલકોતાની માફી માંગી…

ટી 3543 – ..કેઆઈએફએફ માટે કોલકાતા પહોંચવાનું હતું, પરંતુ ખરાબ તબીયતની સ્થિતિએ મને પથારીમાં મૂકી દીધો.. માફ કરશો કેઆઈએફએફ અને કોલકાતાના ઉત્સાહી લોક.. મારે ફરી કોઈ દિવસ કંઇક ગોઠવવું પડશે.. માફ કરશો…

image source

અમિતાભ હાલમાં જ બીમાર પડ્યા છે, એવું નથી. અત્યાર સુધીમાં તેઓ અનેક જીવલેણ બીમારીઓથી અને અકસ્માતનો શિકાર બની ચૂક્યા છે. એક સમય તો એવો હતો કે તેમની તબીયતની ચિંતાએ આખા દેશનો જીવ ઊંચો થઈ ગયો હતો અને સૌએ એમને માટે સાજા થવાની પ્રાર્થનાઓ કરી હતી. આવો જાણીએ, એમને અત્યાર સુધીમાં કેટલી બીમારીઓ લાગુ પડી હતી અને હાલમાં એમની તબીયત કેવી છે.

ચાલો, આજે તમને જણાવીએ કે બિગ-બી અત્યાર સુધીમાં કેટલી બીમારીઓથી ઝઝૂમી ચૂક્યા છે.

image source

પાંચ કિલો ઘટાડ્યું વજન…

અગાઉ આપને જણાવ્યું કે અમિતાભ કેટલાક દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ થયા હતા. ત્યારબાદ હોસ્પીટલમાંથી ડિસચાર્જ થયા પછી સમાચાર છે કે તેમણે લગભગ પાંચ કી.લો વજન અત્યાર સુધી ઘટાડ્યું હતું. અમિતાભ પોતાના જીવનની અંગત માહિતીઓ અને પોતાની તબીયતની અપડેટ પોતાના બ્લોગ ઉપર લખી મૂકતા હોય છે. તેમણે વજન વિશે લખ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં મારા વજનમાં ઘટાડો થતો રહ્યો છે. તે લગભગ પાંચ કિલો જેટલું ઘટી ગયું છે મારા માટે આ શાનદાર અનુભવ છે.

image source

કરોડરજ્જુમાં હતી ટી.બીની ગાંઠ…

એક સમાચાર મુજબ હમણાં થોડા સમય પહેલાં જ અમિતાભ કરોડરજ્જુમાં ટીબીની ગાંઠ હોવાની ફરિયાદ વિશેનો પણ ખ્યાલ આવ્યો છે. અમિતાભે કહ્યું, ‘વર્ષ ૨૦૦૦માં કેબીસીના પ્રારંભમાં મને પીઠમાં દુખાવો થતો હતો. મને લાગ્યું કે તે કદાચ સતત કુર્સી પર બેસવાના કારણે હોઈ શકે છે, પરંતુ તેની તપાસ કરાવ્યા બાદ મને કરોડરજ્જુમાં ટીબી (સ્પાઇનલ ટ્યુબરક્લોસિસ) છે તે વિશે નિદાન થયું. તેની સારવાર આશરે ૪ – ૫ વર્ષ ચાલી, તે સમયે મારે દરરોજની ૭થી ૮ દવાઓની ગોળીઓ ખાવી પડતી હતી પરંતુ હું જાણું છું કે તે મારા માટે યોગ્ય સમય નથી. હવે, તે બીમારી બરાબર થઈ ગઈ છે.

image source

અમિતાભ ૨૫ ટકા લિવર ઉપર જીવંત છે

તમને જણાવી દઈએ કે અમિતાભના શરીરમાં અનેક બીમારીઓએ આક્રમણ કર્યું છે, જેમાં અત્યાર સુધીમાં હેપેટાઇટિસ બી, ટીબી, લીવર સાયરોસાઇટિસ જેવા રોગો નોંધાયા છે. હિપેટાઇટિસ બીને કારણે, તેમનું 75% લીવર નબળું પડી ગયું છે અને તેઓ ફક્ત ૨૫% લિવરની કામગીરી પર જીવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેમને અનેક પ્રકારના ખોરાકમાં પરહેઝ છે. કેટલીય વસ્તુઓ એવી છે, જે તેમને ખાવાની બીલકુલ મનાઈ છે.

image source

ઘણા વર્ષો પહેલા થયા હતા ‘હિપેટાઇટિસ-બી’થી પીડિત

એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ દરમિયાન તેને ઈજાઓ થઈ હતી, જેમાં તેમનું ખૂબ લોહી વહી ગયું હતું. તે સમયે તેમને આશરે ૨૦૦ જેટલા દાતાઓ દ્વારા તેમના શરીરમાં ૬૦ બોટલ રક્ત આપવામાં આવ્યું હતું. આમ કર્યા બાદ તેમનો જીવ ભયમાંથી બહાર આવ્યું હતું, પરંતુ તે જ સમયે બીજી એક બીમારીએ તેમને ઘેરી લીઘા હતા, જે ફરી ૧૮ વર્ષ પછી આવી હતી.

image source

ઇન્ટરવ્યૂ દરમિયાન બિગ બીએ કહ્યું હતું કે, ‘અકસ્માત દરમિયાન મને લોહી આપવા આવેલ દાતાઓમાંના એક હેપેટાઇટિસ બી હતું. જે તે સમયે મારા શરીરમાં પ્રવેશ્યું. એ સમયે સાજો થયા બાદ, હું ૨૦૦૦ સુધી ઠીક હતો, પરંતુ તે પછી એક સામાન્ય તબીબી તપાસમાં ખ્યાલ આવ્યો કે મારા યકૃતને ચેપ લાગ્યો છે. તેમનું 75% યકૃત હિપેટાઇટિસના ચેપને કારણે નુકસાન થયું છે. અમિતાભે જાતે જે એ પણ ખુલાસો કર્યો હતો કે તેમને યકૃત સિરહોસિસની પણ સમસ્યા છે, જ્યારે તેઓ દારૂ પીતા નથી તેમ છતાં આ તકલીફ લાગુ પડી છે. એટલું જ નહીં, બોલિવૂડના આ હીરો અસ્થમાથી પણ પીડાય છે.

પેશીઓને લગતી બીમારી ‘મેસ્થેનીયા ગ્રેવિસ’ પીડિત છે…

image source

એટલું જ નહીં, આ પછી, તેઓ માંસપેશીઓને લગતી બીમારી ‘મેસ્થેનીયા ગ્રેવિસ’થી પણ પીડિત હોવાનું જણાવાયું હતું. આમાં, નર્વસ સિસ્ટમ સાથે સ્નાયુઓનું જોડાણ તૂટી ગયું છે. આ રોગ અકસ્માત પછી દવાઓના વધારે પ્રમાણમાં લેવાને કારણે થયું હતું. આને કારણે તે માનસિક અને શારીરિક રીતે નબળો પડી ગયો હતો. તેઓ એક સમયે ડિપ્રેશનમાં પણ સરકી ગયા હતા એવું સાંભળવામાં આવ્યું હતું. આ રોગમાંથી સ્વસ્થ થયા પછી, તેમણે ફરી એકવાર સાબિત કર્યું કે શા માટે તેને સદીના મહાનાયક અને સુપરહીરો કહેવામાં આવે છે.

આંતરડા પણ છે નબળા

image source

થોડા વર્ષો પહેલાં તેમની પેટની સર્જરી પણ થઈ હતી. વર્ષ ૨૦૦૫ માં તેમને પેટમાં તીવ્ર દુખાવો થતો હતો પરંતુ તેને તેમણે ગેસ્ટ્રિકને સમજીને દર્દ સહન કર્યા કર્યું હતું. પરંતુ ચેકઅપ મળતાં જ બહાર આવ્યું હતું કે તેમને આંતરડાને લગતી સમસ્યા છે. આ રોગમાં, નાના અને મોટા આંતરડા નબળા થઈ જાય છે અને ફૂલે છે. બચ્ચને તેની સારવાર કરાવીને સર્જરી પણ કરાવવી પડી હતી. આ માટે તેઓ બે મહિના સુધી હોસ્પિટલમાં પણ દાખલ થયા હતા.

અમિતાભે થેલેસેમિયા સામે પણ સંઘર્ષ કર્યો છે

image source

અમિતાભે થેલેસેમિયા નામની બીમારીથી પણ સંઘર્ષ કર્યો છે, જેમાં શરીરમાં લોહીનો અભાવ થઈ જાય છે, જેના કારણે પીડિતને વારંવાર લોહી આપવું પડે છે, અને આમ ન કરવાથી તે પણ મૃત્યુ પણ પામી જઈ શકે છે. તે લોહી સાથે સંકળાયેલ એક ગંભીર આનુવંશિક રોગ છે જે બાળકોને માતાપિતા પાસેથી મળે છે. જો કે, એક રિપોર્ટ મુજબ તેમની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવી અને હવે તેઓ આ રોગથી સ્વસ્થ છે.

image source

આપને જણાવીએ કે ‘બિગ બી’ ઘણી વાર બ્લ તેમના વિશે તેમના અંગત બ્લોગ અને ટ્વિટર દ્વારા ચાહકો સાથે તેની આરોગ્ય માહિતી શેર કરે છે. તેઓ કહે છે કે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો કોઈપણ વ્યક્તિ માટે સહેલું નથી હોતું. આપણે બીગ બી માટે પ્રાર્થના કરીએ કે તેઓ જલ્દી સાજા થઈ જાય અને હંમેશાની જેમ પોતાનું કાર્ય ઊર્જા અને ઉત્સાહ સાથે કરતા થઈ જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ