દેશના મોટા એક્સપર્ટે કહ્યું કે કોરોનાથી દેશને ક્યારે મળશે રાહત

દેશમાં આજે સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. મંગળવારે 24 કલાકમાં લગભગ 3 લાખ જેટલા નવા કેસ અને 2020 દર્દીના મોતનો આંકડો ખરેખર ચોંકાવનારો અને ચિંતા જન્માવનારો છે. દેશમાં કોરોનાના સંક્રમણથી સ્થિતિ બગડતી જઈ રહી છે. દેશમાં સોમવારે કુલ 259170 નવા કેસ આવ્યા હતા અને સાથે જ 1761 દર્દીનો મોત પણ થયા હતા.

image source

છેલ્લા લગભગ 4 દિવસથી દેશમાં રોજ કોરોનાના નવા કેસની સંખ્યા 2 લાખથી વધારે આવી રહી છે. આ સંક્રમણ ખરેખર ચિંતા જન્માવનારું છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા 20 લાખથી વધી ચૂકી છે. અનેક દેશમાં ઓક્સીજન અને બેડ્સની સંખ્યા ઘટવા લાગી છે. દરેક વ્યક્તિ જાણવા ઈચ્છે છે કે આખરે ક્યારે તેનાથી રાહત મળશે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ અને સાથે ઈન્ડિયન ઈનસ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી કાનપુરના ડેટા સાયન્સ એક્સપર્ટે કોરોના વાયરસની બીજી લહેરને લઈને કેટલીક મહત્વની વાતો કહી છે.

image source

ડેટા સાયન્સના વિશેષજ્ઞોનું કહેવું છે કે અનેક મોડલ્સ અને પેરામીટર્સના આધારે દેશમાં કોરોનાની બીજી લહેરનું અનુમાન કરાયું છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોનાની આ લહેરમાં એપ્રિલના મધ્યથી લઈને મે મહિના સુધી ઉછાળો જોવા મળી શકે છે. કોરોનાના રિપોર્ટ થયા હોય તેવા અને રિપોર્ટ ન થયો હોય તેવા વ્યક્તિઓ પર રિસર્ચ કરીને જે વાયરસના સંપર્કમાં આવી ચૂક્યા છે તેની સાથે આ સ્ટડીમાં વેક્સીન

image source

બેંગલુરુના આઈઆઈએસસીના પ્રોફેસર અને અન્ય રિસર્ચ સ્ટુડન્ટ્સનું માનવું છે કે 20 એપ્રિલથી 10 જૂન સુધી કોરોનાના કેસમાં સંખ્યા 6 લાખ સુધી પહોંચી શકે છે. તો જૂનમાં 2 લાખ સુધી પહોંચવાની શક્યતા છે. મે મહિનામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. જૂનમાં ગ્રાફ ફરીથી ઉપર જતો જોવા મળી શકે છે. આ પછી ઘટાડો થાય તે શક્ય છે. ટીમનું માનવું છે કે કોરોના મે મહિના સુધી દેશમાં 1.36 કરોડ લોકોને સંક્રમિત કરશે અને 1 સપ્ટેમ્બર સુધીમાં આ સંખ્યા તેનાથી પણ વધુ હશે.

image source

દેશમાં લગભગ 95 દિવસમાં 13 કરોડ લોકોને વેક્સીનેશનનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે અને મે મહિનાથી 18 વર્ષથૂ ઉપરના તમામ લોકોને વેક્સીન આપવાની જાહેરાત પણ પીએમ મોદી દ્વારા થઈ ચૂકી છે. આ વેક્સીનેશનના કારણે શક્ય છે નવા કેસ અને મોતની સંખ્યામાં થોડી રાહત મળી શકે.