અમદાવાદ સિવિલમાં હવે અપાઈ રહી છે એમ્બ્યૂલન્સમાં જ સારવાર દર્દીઓ જે વાહનમાં આવે તેમા જ સારવાર આપી રહ્યા છે ,અમદાવાદના કોરોના વોરિયર્સ

સમગ્ર રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઈને મેડિકલ સિસ્ટમ પણ 24 કલાક લોકોની સેવા કરી રહી છે. ખાસ કરીને એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ ખાતે સતત 108 એમ્બ્યૂલન્સનું સાઈરન વાગતુ રહે છે. એવામાં બેડની પણ અછત સર્જાઈ રહી છે. તમને જણાવી દઈએ એ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની 1200 બેડની હોસ્પિટલમાં આવતા દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.

image source

નોંધનિય છે કે, હાલમાં બેડની અછતના કારણે અને દર્દીઓના વધુ ધસારાના કારણે હોસ્પિટલમાં તાત્કાવિક દર્દીઓને બેડ મળતા નથી તેથી દર્દીઓને એમ્બ્યૂલન્સમાં જ રાહ જોવી પડે છે. આ પરિસ્થિતિને પહેંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવા માટે ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ ની શરૂઆત કરી છે જેમા પ્રાથમિક સારવાર આપવાની તાકીદ હાથ ધરવામાં આવી છે. તમને જણાવા દઈએ કે કોરોનાની બીજી લહેરમા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે અનેક લોકોને હોસ્પિટલમાં દાખલ થવા માટે લાઈનમાં ઉભા રહેવુ પડે છે.

image source

તમને જણાવી દઈએ કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલની કોરોનાની સારવાર માટે ઉભી કરેલી 1200 બેડ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ઉભેલી એમ્બ્યુલન્સમાં સ્વાસ્થ્યને લગતી ગંભીરતા ધરાવતા દર્દીને દાખલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. અન્ય કેસમાં દર્દીને રાહ જોવી પડે છે, નોંધનિય છે કે, ત્યારે તેમને સ્વાસ્થ્યને લાગતી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેટન્ટ ડૉ. જે.વી.મોદી દ્વારા દર્દીઓ માટે પ્રશંસનિય પગલુ ભરવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે હાલમાં એમ્બ્યુલન્સમાં રાહ જોઈને બેઠાલા દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

image source

નોંધનિય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ., સી.એમ.ઓ. નર્સિંગ સ્ટાફ, જુનિયર ડૉક્ટર એશોશિએશનના તબીબો, પેરામેડિકલ સ્ટાફે મળીને આ અનોખા પ્રયાસને સફળ બનાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલની 1200 બેડની હોસ્પિટલના એક નર્સે કહ્યું કે, હું ઓ.એસ. સ્ટાફ તરીકે 1200 બેડ હોસ્પિટલમાં ફરજ બજાવી રહી છું. કોરોનાની હાલની ભયાવહ સ્થિતિને ધ્યાને લઈને મને કોરોનાગ્રસ્ત દર્દીઓની સ્વાસ્થ્ય લગતી પ્રાથમિક સારવાર આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ અંગે તેમણે વધુ માં કહ્યું કે, દર્દીને ડીહાઈડ્રેશન ન થાય તે માટેની તમામ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીને સ્વાસ્થ્યની જરૂરિયાતને ધ્યાવમાં રાખીને વિવિધ ઈન્જેકશન અને એન્ટીબાયોટીક આપી તાત્કાલિક ધોરણે એમ્બ્યૂલન્સમાં જ સારવાર આપવામાં આવે છે.

image source

તો બીજી તરફ જુનિયર ડૉક્ટર એશોશિએશનના તબીબ ડૉ. યોગેશ મોરીએ આ અંગે કહ્યું કે, 1200 બેડ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ આવે અને કોરોનાના બેડ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી દર્દીને પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં આપવાની કામગીરી અમારા તબીબો દ્વારા શરૂ કરવામાં આવી છે. જેથી તેને બેડ મળે ત્યાં સુધીમાં કોઈ તકલીફ ન પડે. તો બીજી તરફ એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ ઉપર રહેલા દર્દીને ઓક્સિજનની વધુ જરૂરિયાત જણાઈ આવે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે, સિવિલ હોસ્પિટલની 1200 બેડવી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે, ત્યારે હોસ્પિટલે સારવાર માટે આવતા દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે આ નવો અભિગમ અપનાવવવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!