કોરોના સામે લડી ચૂકેલા દીપિકા ચિખલિયાથી લઇને આ સેલેબ્સે પોતાની તકલીફ જણાવીને જણાવ્યા આ ઘરેલું ઉપાયો, જાણો તમે પણ

કોરોના વાયરસ સંક્રમણની મહામારીથી છુટકારો મેળવવા માટે હજી સુધી કોઈ ઉપાય મળ્યો નથી. દરેક વ્યક્તિ પોતાના અનુભવના આધારે અલગ અલગ ઉપાયો જણાવી રહ્યા છે. દિવ્ય ભાસ્કર દ્વારા કોરોના વાયરસને હરાવી દીધેલ સેલેબ્સની સાથે વાત કરવામાં આવી છે કે, તેઓ કોરોના વાયરસ સંક્રમણથી કેવી રીતે મુક્ત થયા? કોરોના વાયરસથી મુક્ત થયા બાદ તેમની લાઈફસ્ટાઈલમાં કેવા પરિવર્તન આવ્યા? કોરોના વાયરસનો નેગેટિવ રીપોર્ટ લાવવા માટે ઘરેલું ઉપાયોમાં આપે શું કર્યું? જાણીશું ફિલ્મ અને ટીવી સ્ટાર્સની લાઈફસ્ટાઈલ વિષે…

બ્રેક ધ ચેઈન ફોલો કરીશું તો જ કોરોના વાયરસથી મુક્ત થઈ શકીશું: સતીશ કૌશિક.

image source

હું, મારી ૮ વર્ષની દીકરી વાંશિકા સહિત ત્રણ નોકર એમ ઘરમાં કુલ પાંચ વ્યક્તિઓનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. પણ મારી પત્નીનો કોરોના વાયરસ રીપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ સમય દરમિયાન મારા ઘરમાં તણાવ વધી ગયો હતો. આ સમય મારા પરિવાર માટે ઘણો મુશ્કેલ સમય હતો કેમ કે, મારે આ સમય દરમિયાન મારું અને મારી દીકરીની સાર- સંભાળ કરવાની હતી. જીવનમાં પ્રથમવાર આટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

મારી દીકરીના આવનાર અઠવાડિયેથી ઓનલાઈન ક્લાસ શરુ થવાના છે. તો પણ અમે બધાએ સોશિયલ ડીસ્ટન્સ જાળવી રાખીએ છીએ. હાથને સેનેટાઈઝ કરી રહ્યા છીએ. હવે અમે સાથે જ ભોજન કરીએ છીએ. જો કે, અત્યારે કોઈ નોકર અમારા ઘરમાં છે નહી એટલા માટે ઘરના તમામ કાર્યો જાતે જ કરી લીએ છીએ. ઘરેલું ઉપાય તરીકે ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરતા હતા, ઉકાળો પીતા હતા અને સ્ટીમ લેતા હતા. અમે હવે ઘરનું જ ભોજન કરીએ છીએ.

આ એક મહિનો અમારા માટે સૌથી વધારે મુશ્કેલ હતો. લોકોને એક જ વાત કહીશ કે, આપે આપના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ કેમ કે, કોરોના વાયરસની બીજી લહેર બાળકોને વધારે અસર કરી રહી છે. પ્રતિ કલાકે હાથને સેનેટાઈઝ કે પછી ધોઈ લેવા જોઈએ. તમામ વ્યક્તિઓએ માસ્ક પહેરવું જોઈએ. બ્રેક ધ ચેઈનને ફોલો કરીશું તો જ કોરોના વાયરસથી મુક્ત થઈ શકીશું.

આ ચાર- પાંચ વસ્તુઓ આપના માટે જરૂરી છે, જે આપે કરવું જોઈએ- દીપિકા ચિખલિયા ટોપીવાલા.

image source

કોરોના વાયરસથી સંક્રમિત થતા દરેક વ્યક્તિમાં લક્ષણો જુદા જુદા જોવા મળી રહ્યા છે. કોઈ વ્યક્તિને તાવ આવે છે તો કોઈ વ્યક્તિને ઉધરસ આવે છે તો કોઈ વ્યક્તિને શરીર દુખે છે જે વ્યક્તિનું શરીર નબળું રહેતું હોય છે તેવી વ્યક્તિઓને કોરોના વાયરસ વધારે અસર કરે છે કોરોના વાયરસ શરીર પ્રમાણે હોય છે. જે વ્યક્તિ સંક્રમિત થાય છે તે વ્યક્તિએ પ્રોટીન વધારે લેવું જોઈએ. ત્યાર બાદ લિક્વિડ અને પાણીનું વધારે સેવન કરવું જોઈએ. હું રોજ ત્રણ લીટર જેટલું પાણી પી લેતી હતી, આ સાથે જ દોઢ લીટર લીંબુ પાણી, મગનું પાણી, જ્યુસ અને સુપનું સેવન કરી રહી હતી. શરીરમાં ઓછામાં ઓછું ૪ લીટર પાણી જવું જ જોઈએ.

પુરેપુરો આરામ. આ ખુબ જ મહત્વનું છે. આપ ઈચ્છો છો તો યોગ કરી શકો છો. જેમ કે, ચાઈલ્ડ પોઝ, બ્રાહ્મી પ્રાણાયમ, ભસ્ત્રિકા પ્રાણાયમ, પર્વતાસન, પવન આસન જેવા સામાન્ય આસન આપ બેડ પર બેસીને કરી શકો છો. આ આસન કરવાથી આપના શરીરમાં કોઈ મુશ્કેલી થાય નહી અને આપ જલ્દીથી સ્વસ્થ થઈ શકો છો. ત્યાર બાદ આપે હંમેશા ગરમ ભોજનનું સેવન કરવું જોઈએ. આપે કોઈપણ વસ્તુ ગરમ ખાવી જોઈએ. ગરમ પાણી, ગરમ સૂપ, ગરમ ભોજનનું સેવન કરવું. આપે ફ્રીજમાં રહેલ કે પછી વાસી ભોજનનું સેવન કરવું જોઈએ નહી.

દીપિકાનું માનવું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાવવામાં આવતા મેસેજથી દુર રહેવું, મે જાતે જોયું છે, એવા મેસેજ આવે છે કે, અહિયાં લોકો મરી રહ્યા છે, હોસ્પિટલમાં જગ્યા નથી, દવા નથી મળતી. આ વાત સાચી પણ હોઈ શકે છે. પરંતુ તેનાથી આપણી અંદર નકારાત્મકતા વધે છે એટલા માટે આપે સારી વાતો વાંચવી જોઈએ અને સાંભળવી જોઈએ.

મારો વ્યક્તિગત અનુભવ છે કે, કપૂરને સુંઘવાથી શરીરમાં ઓક્સિજનનું લેવલ વધી જાય છે. ગરમ પાણીના કોગળા કરવા અને સ્ટીમ લેવાથી મને ફાયદો થયો છે. આ સાથે જ ઉકાળો, હળદરનું પાણી અને લીંબુ પાણીનું સેવન કરવાથી પણ ઘણો આરામ મળ્યો છે. મારો કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યા બાદ મારા સસરા, પતિ અને પુત્રી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. એટલા માટે આવી ૪- ૫ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ઈમ્યુનીટી વધારવા માટે મેં નોનવેજનું સેવન કર્યું.- હિમાની શિવપુરી.

image source

મારા વ્યક્તિગત અનુભવના આધારે હું કહું તો કોરોના વાયરસ સંક્રમણની બીમારી વિષે વધારે વ્યક્તિઓને ખ્યાલ હતો નહી. તે સમયે હું કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ હતી. હજી પણ કોરોના વાયરસ વિષે વધારે જાણકારી છે નહી. મને શુટિંગ કરવા દરમિયાન થાક લાગતો હતો અને તાવ પણ આવી રહ્યો હતો. એટલા માટે જયારે કોરોના વાયરસ ટેસ્ટ કરાવ્યો ત્યાએ રીપોર્ટ પોઝેટીવ આવ્યો. એટલા માટે મારે એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું. તે સમય દરમિયાન મને હોસ્પિટલમાં રહેવું વધારે મુશ્કેલભર્યું લાગ્યું હતું કેમ કે, હોસ્પિટલમાં રહેવા દરમિયાન હું કોઈને મળી શકતી હતી નહી. ડોક્ટર્સ અને નર્સ પણ મારાથી અંતર જાળવીને જ વાત કરતા હતા. ઉપરાંત ભોજન પણ દરવાજા પર મુકીને ચાલ્યા જતા હતા.

કોરોના વાયરસના સંક્રમણ માંથી મુક્ત થયા પછી પણ ખુબ જ નબળાઈ આવી ગઈ છે. મને સ્વસ્થ થતા અંદાજીત બે મહિના જેટલો સમય લાગ્યો. ઈમ્યુનીટી વધારવા માટે મેં હોસ્પિટલમાં જ ચાલવાનું અને પ્રાણાયમ કરવાનું શરુ કરી દીધું હતું.

હોસ્પિટલમાં જે સમયે બધા સવારના ૪- ૫ વાગ્યા સુધી સુઈ રહેતા હતા. તે સમયે હું ચાલવાનું કરતી હતી. હોસ્પિટલ માંથી ઘરે આવી તે સમયે એટલી બધી સ્ટ્રોંગ દવા મને આપવામાં આવી હતી તે જોઈને મને લાગતું હતું કે, મને હાર્ટ એટેક આવી જશે. તે સ્ટ્રોંગ દવાના કારણે મારું બ્લડપ્રેશર અને એસીડીટી પણ વધી ગયા. મને ભય લાગતો હતો કે, હોસ્પિટલમાં ફરીથી એડમિટ થવું ના પડે.

ઘરેલું ઉપચાર તો હું પહેલેથી જ કરી રહી હતી. જેમાં ગળો, અશ્વગંધા સામેલ છે. ભોજન વ્યવસ્થિત રીતે કરી લેવું જોઈએ. હું જયારે કોરોના વાયરસથી સંક્રમિત હતી તે સમયે મને ભોજનમાં કોઈ સ્વાદ આવી રહ્યો હતો નહી. આમ તો હું નોનવેજનું સેવન નથી કરતી પણ ઈમ્યુનીટી વધારવા માટે મેં ચીકન અને ઈંડાનું સેવન કરી રહી હતી. લોકોનું એવું કહેવું હતું કે, ઈમ્યુનીટી વધારવા માટે નોનવેજનું સેવન કરવું પડે છે. તે સમયે નોનવેજનું પણ સેવન કર્યું. આદુ, તુલસીના પાનની ચા, ગરમ પાણીનું સેવન કરતી હતી. સવાર- સાંજે હળદરનું પાણી પીવું છે. યોગ અને પ્રાણાયમ કરી છું. મને ડાયાબીટીસ છે એટલા માટે હું રોજ વોક પણ કરું છું.

અજમો અને કપૂરની પોટલી બનાવીને સુંઘી રહી હતી- સીમા પાહવા.

image source

બીમાર થવું કોઈ વ્યક્તિને પસંદ હોતું નથી. એ પણ એવી બીમારી કે, આપે ૧૪ દિવસ સુધી પોતાના જ પરિવારના સભ્યોથી દુર એક રૂમમાં જ બંધ થઈ જવું પડે. આ સમય દરેક વ્યક્તિ માટે ખરાબ રીતે પસાર થાય છે કેમ કે, એક રૂમમાં એકલા બેઠા બેઠા ફક્ત દીવાલોની સામે જોયા કરવું પડે છે. બીમારી સામે લડવું પડે છે. શરીરમાં દુઃખાવો થતો રહે છે અને તાવ પણ આવે છે દવા લેવાય છે અને આ સાથે જ દવાના રીએક્શન પણ આવી રહ્યા હોય છે. આ ૧૪ દિવસ મારા માટે ખુબ જ મુશ્કેલ રહ્યા છે. પણ શું થાય જયારે આ બીમારીનું સ્વરૂપ જ એવું હોય છે કે, તેને સહન કરવી જ પડે છે.

હું ૧૪ દિવસ સુધી હોસ્પિટલમાં રહી છું. જો કે, અત્યારે મારામાં એટલી બધી શક્તિ નથી કે, હું મારા રૂટીનમાં કમબેક કરી શકું કેમ કે, કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ થકવી દે છે. કોરોના વાયરસની ટ્રીટમેંટ દરમિયાન દવાના એટલા બધા ભારે ડોઝ આપવામાં આવે છે કે, આપનું શરીર યોગ્ય રીતે રીએક્ટ પણ નથી કરી શકતું. પહેલાની જેમ સ્વસ્થ થવા માટે હજી ઘણો સમય લાગશે. તેમ છતાં હું પ્રયત્ન કરું છું કે, ૫ થી ૧૦ મિનીટ જેટલી વોક કરી શકું. એટલા માટે હું મારા જ રૂમમાં ચાલવાનું શરુ કર્યું હતું. આ સમયે બ્રીધીંગ એકસરસાઈઝ પણ કરી રહી હતી. જેનાથી સ્વાસ્થ્ય પર સારી અસર જોવા મળી. હવે હું પોતાને કોઈ પ્રવૃત્તિમાં સામેલ કરવાનો પ્રયત્ન કરીશ.

આપણે જયારે બીમાર થઈએ છીએ તે સમયે લોકો અલગ અલગ પ્રકારના ઉપાયો જણાવે છે. લોકોના જણાવ્યા મુજબ મેં તે બધા ઘરેલું ઉપાયો પણ કર્યા. જો કે, હજી સુધી કોરોના વાયરસની કોઈ યોગ્ય દવા શોધવામાં આવી નથી. ડોક્ટર્સ દ્વારા જે પણ દવાઓ આપવામાં આવી હતી તે દવાઓનું સાથે સાથે ઉકાળો, ગ્રીન ટી, ગરમ પાણીનું પણ સેવન કર્યું. દિવસ દરમિયાન ૩ થી ૪ વાર સ્ટીમ લીધી. શરીરમાં ઓક્સિજનની અછત ના થાય તે માટે કપૂર અને અજમાની પોટલી બનાવીને સુંઘી રહી હતી. ડોક્ટરની દવાઓની સાથે સાથે આ તમામ ઘરેલું ઉપચાર કર્યા છે. વધુમાં વધુ પ્રમાણમાં પાણી પીવું. ઉપરાંત તુલસી, અજમો, કાળા મરી, લવિંગ વગેરે નાખીને ઉકાળો બનાવીને દિવસ દરમિયાન ૩ થી ૪ વાર પીવો જોઈએ.

દિવસ દરમિયાન ૩- ૪ વાર સ્ટીમ લેવી અને ગરમ પાણીના કોગળા કરવા. આમ કરવાથી પણ લાભ થાય છે. શક્ય હોય એટલું હળવું ભોજન લેવું કેમ કે, તે સમય આપણી એક્ટીવીટી ઓછી થઈ જાય છે. ઘરે બનેલ ભોજનનું જ સેવન કરો. શરીરમાં ઓક્સિજનનું સ્તર નીચું ના જાય તેના માટે આપે અજમો અને કપૂરની પોટલી બનાવીને સુંઘતા રહેવું જોઈએ. આમ કરવાથી આપને લાભ થાય છે.

મેં જે પણ ઉપાયો કર્યા, તે પરથી કોરોના સમજી ગયો કે, અહિયાં કશું થવાનું નથી- ગુલકી જોશી.

image source

કોરોના વાયરસથી હું ગંભીર રીતે સંક્રમિત થઈ ગઈ હતી. મને કોરોના વાયરસની ગંભીર અસર થઈ હતી. તે સમય મને એટલો બધો થાક લાગી રહ્યો હતો કે, મારે વોશરૂમ પણ દીવાલ પકડીને જવું પડતું હતું. કોરોના વાયરસની બીમારીએ મારી પર વધારે ગંભીર અસર કરવાના પ્રયત્નો થયા તેમ છતાં હું બચી ગઈ છું. મે જે પણ ઉકાળા વિષે સાંભળ્યું કે પછી ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું તે ઉકાળા ખુબ જ સારા છે. પણ તે તમામ ઉકાળાનું સેવન મર્યાદામાં કરવું જોઈએ. દિવસ દરમિયાન વધારે વાર ઉકાળાનું સેવન કરવાથી કોરોના ભાગી જશે નહી. દિવસ દરમિયાન બે વાર ઉકાળાનું સેવન કરી શકાય છે. આ સાથે જ આપે આપના ફેફસાને મજબુત કરવા જોઈએ.

હું જયારે કોરોના વાયરસથી સંક્રમિત હતી તે સમયે કોઈ વધારાની દવા લીધી નથી ફક્ત ગરમ પાણી અને ઉકાળાનું સેવન કરી રહી હતી. આ સાથે જ વિટામીન C લઈ રહી હતી અને પ્રાણાયમ કરતી હતી. આમ આટલી વસ્તુઓનું સેવન કરી રહી હોવાથી ૧૫ દિવસમાં જ કોરોના વાયરસને સમજ પડી ગઈ કે, અહિયાં કઈ થાય તેમ છે નહી. એટલા માટે એ ચાલ્યો ગયો.

image source

શક્ય હોય ત્યાં સુધી આપે પચવામાં હળવો ખોરાક લેવો જોઈએ. ભારે ભોજનનું સેવન કરવાથી આપના શરીરમાં રહેલ લોહી અને તમામ શક્તિ ભોજનને પચાવવામાં ચાલી જાય છે. એટલા માટે આપે જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર નીકળવું જોઈએ નહી. આમ કરવાથી આપ પોતાને અને પોતાના પરિવારને સુરક્ષિત કરી શકો છો. આપણા દેશના પીએમથી લઈને મોટા સેલેબ્સ પણ હાથ જોડીને આ જ અપીલ કરી રહ્યા છે. તે વાત હવે તો લોકોને સમજાઈ જવી જોઈએ.

image source

અન્ય દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર આવી અને ચાલી પણ ગઈ જેની જાણ પણ નથી થઈ, પણ આપણો દેશ અત્યારના સમયમાં કોરોના વાયરસની બીજી લહેર માંથી પસાર થઈ રહ્યો છે. આની પહેલા આપણે ફક્ત સાંભળી રહ્યા હતા અને સમાચારમાં જોઈ રહ્યા હતા. પણ હવે આ જ બીમારી આપણને આપણી આસપાસ જ જોવા મળી રહી છે. આસપાસની વ્યક્તિ સાથે વાત કરતા દર ચોથી વ્યક્તિને કોરોના વાયરસથી પીડાઈ રહી હોય છે. એટલા માટે પ્લીઝ આપ ઘરે જ રહો. દુનિયાભરની પુસ્તકો વાચો, ટીવી પ્રોગ્રામ્સ જોવો અને ઓનલાઈન સીરીઝ માણો. પોતાના પરિવારની સાથે સમય પસાર કરો. આપ આપના એ રીવારનું ધ્યાન રાખો, ખુશ રહો અને મસ્ત રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!