પ્રેગનન્સીના સવાલ પર આઉટ ઓફ કન્ટ્રોલ થઇ ગઇ દિપીકા, અને પત્રકારોને ધમકાવીને બોલી કંઇક એવુ કે..

પોતાના ગર્ભવતી હોવાની અફવા વિષે છેવટે દીપિકાએ મૌન તોડ્યું

દીપિકા પદુકોણે હાલ બોલીવૂડની સૌથી લોકપ્રિય અને સૌથી વધારે કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. તેણી જે રીતે પોતાની એક્ટિંગ સ્કિલમાં સુધારો લાવી છે તે જોતાં તેની દરેક ફિલ્મ આગલી ફિલ્મ કરતાં ચડિયાતી સાબિત થાય છે. હાલ દીપિકા પોતાના પ્રોડક્શન હેઠળની ફિલ્મ છપાકનું પ્રમોશન પુરજોશમાં કરી રહી છે. આ ફિલ્મમાં તેણી એક એસિડ એટેક સર્વાઇવરનું પાત્ર ભજવી રહી છે. જે લક્ષ્મી અગરવાલના જીવન પર આધારીત છે.

image source

થોડા સમય પહેલાં જ્યારે દીપિકાએ પોતાની આ મહાત્વાકાંક્ષી ફિલ્મનું ટ્રેલર લોન્ચ કર્યું ત્યારે ખુબ જ લાગણીશીલ થઈ ગઈ હતી અને પોતાનાં આંસુ નહોતી રોકી શકી. અને ત્યાર બાદ તેણી નોનસ્ટોપ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા, કે પછી ટીવી પર આવતા રીયાલીટી શોઝ દ્વારા તેણે પોતાની ફિલ્મનું પ્રમોશન કર્યું છે.

image source

આવી જ એક ઇવેન્ટ દરમિયાન તેણીને એક પ્રશ્ન પુછવામાં આવ્યો જે તેની પ્રેગ્ન્ન્સીની અફવા વિષેનો હતો. જ્યારે એક પત્રકારે તેને પ્રશ્ન પુછ્યો કે તેણી પ્રેગ્નન્ટ છે ? ત્યારે દીપિકાએ કંઈક આ રીતે જવાબ આપીને પત્રકારની બોલતી બંધ કરી દીધી હતી.

image source

તેણીએ જવાબ આપ્યો હતો, ‘શું હું પ્રેગ્નન્ટ હોવું તેવું લાગી રહ્યું છે ? હું જ્યારે તેનું પ્લાનિંગ (ફેમિલિ વિકસાવવાનું વિચારીશ) કરીશ ત્યારે તમને પુછીશ, જો તમે મને રજા આપશો તો હું પ્લાન કરીશ. જો હું પ્રેગ્ન્ન્ટ થઈશ તો તમને નવ મહિનામાં ખબર પડી જ જશે.’

image source

થોડા સમય પહેલાં સાનિયા મિર્ઝાએ એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે તેણી જ્યારે વિમ્બલ્ડન જીતી હતી ત્યારે તેણી પોતાની કેરિયરમા આગળ શું કરવા માગે છે તે પુછવાની જગ્યાએ તેણીને પત્રકાર દ્વારા એવું પુછવામાં આવ્યું હતું કે શું તેણી માતા બનવાનું પ્લાનીંગ કરી રહી છે ? ત્યારે તેણીને ખુબ ગુસ્સો આવ્યો હતો. શું લગ્ન બાદ સ્ત્રીનું એક જ લક્ષ હોય છે અને તે માતા બનવાનું ?

image source

અહીં માત્ર દીપિકા સાથે જ નહીં પણ અનુષ્કા, પ્રિયંકા અને અન્ય અભિનેત્રીઓએ પણ લગ્ન બાદ આ પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો છે જેને તેમણે ખુબ જ સારી રીતે હેન્ડલ કર્યા છે.

દીપિકા પદુકોણ અને રણવીર સિંઘ બોલીવૂડની સૌથી પસંદ કરવામાં આવતી જોડી છે. તેમના લગ્નના છ મહિના બાદ જ દીપિકાની પ્રેગ્નન્સીની અફવાઓએ જોર પકડ્યું હતું જે ઘણો લાંબો સમય રહ્યું હતું. આ અફવા ફેલાવી ત્યારે શરૂ થઈ હતી જ્યારે દીપીકા પાદુકોણે તે વખતે વાયરલ થયેલા બેબી ફિલ્ટરવીળી પોતાની તસ્વીર શેર કરી હતી. અને સાથે કેપ્શનમાં બેબી ઇમોજી પણ મુક્યું હતા. અહીં તમે આ તસ્વીર જોઈ શકો છો.

image source

બસ ત્યારે બાદ તેણીને કે પછી રણવીર સિંઘને અવારનવાર પ્રેગ્નન્સી વિષે આડકતરા પ્રશ્નો પુછવામાં આવતા. પણ છેવટે દીપિકાએ બોલ્ડલી પત્રકારને તે વિષે જવાબ પરખાવી જ દીધો અને બધી જ અફવાઓ ધૂળધાણી થઈ ગઈ.

image source

હાલ તો દીપિકા છપાક ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે 10મી જાન્યુઆરીએ રીલીઝ થવા જઈ રહી છે. તેના ભાવિ પ્રોજેક્ટની વાત કરીએ તો તેણી મહાભારત પર આધારિત એક ફિલ્મ કરવા જઈ રહી છે જેમાં તેણી દ્રૌપદીનું પાત્ર ભજવતી જોવામાં આવશે. આ ઉપરાંત તેણી ભારતના અત્યંત પ્રિય ખેલ એવા ક્રીકેટ પર આધારીત ફિલ્મ ‘83માં પતિ રણવીર સિંઘ સાથે જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ