બપોરે ઊ્ંઘવાની આદત હોય તો છોડી દેજો, નહિં તો કેન્સરથી લઇને આ બીમારીનો બની જશો ભોગ

વયસ્કોમાં બપોરની ઉંઘ બની શકે છે કેન્સરનું કારણ અને વધારી શકે છે બ્લડ પ્રેશરનું જોખમ

image source

જે લોકો રાત્રી દરમિયાન પુરતી ઉંઘ લેતા હોય અને તેમ છતાં બપોરના સમયે તેમને ઘેન ચડતું હોય તો બની શકે કે તેમનામાં ડાયાબીટીસ, કેન્સર અને હાઇ બ્લડ પ્રેશરનું જોખમ વધી રહ્યું હોય. આવું એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે.

આ સ્થિતિને હાઇપરસોમનોલેન્સ કહે છે જેને રાત્રીની 7 કલાક ઉપરાંતની ઉંઘ લીધા બાદ પણ દિવસ દરમિયાન રહેતા ઘેન તરીકે વ્યાખ્યાઇત કરવાં આવ્યું છે. આ પ્રકારની ઉંઘ કેટલાક લોકોને નબળા પાડી શકે છે, તેમજ તેઓની કાર્યક્ષમતાને પણ અસર કરી શકે છે અને તેમની દીવસ દરમિયાનની પ્રવૃત્તિઓને પણ.

image source

આ અભ્યાસના લેખક જણાવે છે કે વયસ્ક લોકોમાં તેમના ઘેન પર જો ધ્યાન આપવામાં આવે તો તેનાથી ડોક્ટર્સને તેમની ભવિષ્યની તબીબી સ્થિતિ ભાંખવામાં અને તેને અટકાવવામાં મદદ મળે છે. વયસ્ક ઉંમરના વધારે ઉંમરના લોકો અને તેમના કુટુંબના સભ્યોએ તેમની ઉંઘની આદતો પર નજર રાખવી જોઈએ અને વધારે ગંભીર તબીબી સ્થિતિને વિકસાવવાના જોખમને સમજવું જોઈએ.

આ અભ્યાસ 10, 930 લોકો પર કરવામાં આવ્યો હતો. તેમાંથી 34 ટકા લોકો 65 વર્ષથી ઉપરના હતા. આ અભ્યાસ માટે સંશોધકોએ ભાગ લેનાર વ્યક્તિઓ સાથે ફોન દ્વારા બેવાર વાતચીત કરી હતી અને આ વાતચીતો વચ્ચે તેમણે ત્રણ વર્ષનુ અંતર રાખ્યું હતું. પ્રથમ વાતચિતમાં, 65 વર્ષની ઉપરના લોકોમાંના 23 ટકા લોકો વધારે પડતા ઘેનના ક્રાઇટેરિયામાં સમાવિષ્ટ થતા હતા.

image source

બીજી વાતચિત વખતે, 65 વર્ષની ઉપરના લોકોમાંથી 24 ટકા લોકો વધારે પડતા ઘેનના ક્રાઇટેરિયામાં સમાવિષ્ટ થતા હતા. તેમાંના 41 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમની આ ઘેનની સમસ્યા ઘણી જૂની હતી.

અભ્યાસ દ્વારા જાણવા મળ્યું કે જે લોકોને પ્રથમ વાતચિતમાં ઘેનની સમસ્યા રહેતી હતી તેમનામાં જે લોકોને ઘેનની સમસ્યા નહોતી રહેતી તેમની સરખામણીએ ત્રણ વર્ષ બાદ ડાયાબીટીસ અથવા તો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થવાનું જોખમ 2.3 ગણું વધારે હતું.

image source

આવા લોકોમાં કેન્સર થવાનું જોખમ પણ બેગણું વધારે હતું. સંશોધનમાં સમાવિષ્ટ લોકોમાંના 840 લોકો કે જેમમે પ્રથમ વાતચિત દરમિયાન ઘેનની સમસ્યા જણાવી હતી, તેમાંથી 52 લોકો અથવા કહો કે 6.2 ટકા લોકોમાં 74 લોકો અથવા 2.9 ટકા લોકો કે જેમને ઘેનની સમસ્યા નહોતી તેમની સરખામણીએ ડાયાબીટીસ ડેવલપ થયો હતો. આ ઉપરાંત આ 840 લોકોમાંના 20 લોકો માં અન્ય 21 લોકોની સરખીમણીએ કેન્સરનું જોખમ પણ વધ્યું હતું.

image source

બન્ને વાતચીત દરમિયાન જે લોકોને બપોરે ઘેન ચડતું હતું તેમનામાં હૃદય રોગનું જોખમ 2.5 ગણું વધારે હતું. જે લોકોએ બીજી વાતચીત દરમિયાન બપોરે ઘેન ચડવાની સમસ્યા જણાવી હતી તેમનામાં જે લોકોને બપોરે ઘેન ચડવાની સમસ્યા નહોતી તેવા લોકોની સરખામણીએ મસ્ક્યુલોસ્કેલેટલ સીસ્ટમ અને કનેક્ટીવ ટીશ્યુ જેમ કે સંધીવા વિગેરેની સમસ્યા ઉદ્ભવતી જોવા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ