જીયોનો આ ઓફરનો લાભ જો તમે નહિં લો તો અઢળક થશે પસ્તાવો…

શું તમે જીયોના આ ડેટા પ્લાન્સ વિષે જાણો છો ?, આ ઓફર હેઠળ તમે માત્ર 101 રૂપિયામાં મેળવી શકો છો અઢળક ડેટા

2007માં મુકેશ અંબાણીએ જીઓના પાયા નાખ્યા હતા અને બજારમાં પ્રવેશતાંની સાથે જ બીજી બધી જ ટેલીકોમ કંપનીને રીલાયન્સે હંફાવી મુકી હતી જે સીલસીલો આજે પણ યથાવત છે.

image source

આજે જીઓની વ્યાજબી ઓફર્સના કારણે બીજી ટેલિકોમ કંપનીના ગ્રાહકો તેમને છોડીને જીઓમાં જોડાઈ રહ્યા છે. આજે જીયોના 348.25 મિલિયન ગ્રાહકો છે. અને થોડા દિવસ પહેલાં જ ખબર મળ્યા કે વોડાફોન કંપનીને રૂપિયા 50,000 કરોડનું નુકસાન આ વર્ષે થયું છે.

image source

જીયોના બજારમાં આવવાના કારણે ઘણી બધી ટેલીકોમ કંપનીએ પોતાના ચાર્જીસમાં ધરખમ ઘટાડા કર્યા છે તેમ છતાં તેઓ જીયો જેટલી સસ્તી સર્વીસ નથી આપી શકતાં અને માટે જ બીજી કંપનીઓનું દેવાળુ ફુંકાઈ રહ્યું છે.

પણ મુકેશ અંબાણી જીયો દ્વારા પોતાના ગ્રાહકોને એક પછી એક સસ્તા પેકેજ આપી રહ્યા છે અને ગ્રાહકને લહેર પડી ગઈ છે.

image source

જો તમારા હાલના પ્લાન કરતાં પણ તમારો ડેટા વપરાશ વધારે હોય તો અમે તમને જીયોના કેટલાક ઉત્તમ પ્લાન વિષે જણાવીશું જે ઓછા રૂપિયામાં તમને વધારે ડેટા અપાવશે. તો ચાલો જાણીએ આ પ્લાન્સ વિષે.

આ પ્લાન્સમાં તમને બંપર ડેટા મળી રહ્યો છે તે પણ ઓછી કીંમતે.

image source

આ પ્લાનનું નામ જીયો દ્વારા 4જી ડેટા આપવામાં આવ્યું છે. પણ તમે કંઈ આગળ વિચારો તે પહેલાં તમને જણાવી દઈએ કે તમને તેમાં માત્ર ડેટા જ મળશે તમને કોલીંગ તેમજ એસએમએસની સેવા નહીં મળે.

તેમ છતાં આ પ્લાન્સ ઘણા લલચામણા છે અને જો તમે વ્હોટ્સએપ ધરાવતા હશો તો તેના દ્વારા પણ તમે ડેટાથી જ કોલીંગ પણ કરી શકશો અને મેસેજીંગ પણ કરી શકશો.

11 રૂપિયાનો જીયો ડેટા પ્લાન

image source

માત્ર અગિયાર રૂપિયામાં તમને અહીં 400 એમ.બી. ડેટા મળી રહ્યો છે. જો કે આ રીચાર્જથી તમે કોલ તો નહીં કરી શકો પણ તમે ઇમર્જન્સી દરમિયાન માત્ર 11 રૂપિયાનું આ રીચાર્જ કરાવીને તમારો ડેટા વધારી શકો છો.

બીજી એક ખાસ વાત આ મીની રીચાર્જમાં એ છે કે તેની વેલીડીટી તમારો જે હાલ પ્લાન ચાલી રહ્યો છે તેટલી હશે. એટલે તમારા પર તેને જલદી વાપરી નાખવાનું પ્રેશર નહીં રહે.

image source

21 રૂપિયાનો જીયો ડેટા પ્લાન

આ રીચાર્જમાં તમને 4જી ડેટા વાઉચર મળશે. આ પેક તમે તમારા હાલના પ્લાન સુધી વાપરી શકો છો એટલે કે જો તમારો પ્લાન 28 દીવસનો કે 56 દીવસનો હશે તો તેની વેલિડીટી પણ તેટલી જ હશે.

તેમાં તમને 1 જીબીનો ડેટા મળશે. અહીં તમને વોઇસકોલ તેમજ એસએમએસની સુવિધા નહીં મળે.

image source

51 રૂપિયાનો જીયો ડેટા પ્લાન

આ રીચાર્જ હેઠળ જીયો તેના ગ્રાહકને 3 જીબી સુધીનો ડેટા આપે છે જો કે તેમાં અન્ય રેગ્યુલર પ્લાનની જેમ કોલીંગ કે એસએમએસની સુવિધા આપવામાં આવતી નથી.

પણ અહીં ખાસ વાત એ છે કે આ રીચાર્જની વેલીડીટી તમારા રેગ્યુલર પ્લાન જેટલી જ હશે એટલે કે તમારો રેગ્યુલર પ્લાન જ્યાં સુધી વેલિડ હશે ત્યાં સુધી આ પ્લાન પણ વેલીડ ગણાશે.

image source

101 રૂપિયાનો જીયો ડેટા પ્લાન

આ ડેટા પ્લાન હેઠળ તમને 6 જીબી ડેટા મળશે. જો કે તેમાં તમને કોલીંગ કે એસએમએસની સેવા નહીં મળે. પણ આ પ્લાનની વેલીડીટી તમારા રેગ્યુલર પ્લાન જેટલી જ હશે એટલે કે જ્યાં સુધી તમારો રેગ્યુલર પ્લાન ચાલશે ત્યાં સુધી તમે આ ડેટા પ્લાન વાપરી શકશો.

251 રૂપિયાનો જીયો ડેટા પ્લાન

image source

જ્યારે તમારા રેગ્યુલર ડેટા પ્લાનમાંથી રોજનો ડેટા ખુટી જાય અને તમારે ઇમર્જન્સીમાં વધારાના ડેટાની જરૂર પડે ત્યારે તમે આ પ્રકારના ડેટા પ્લાનનો ઉપયોગ કરી શકો છો.

251 રૂપિયાનો જીયોનો આ ડેટા પ્લાન તમને 102 જીબી ડેટા આપશે. આ પ્લાનની વેલીડીટી 51 દીવસ સુધીની રહેશે. પણ આ ડેટા પ્લાનમાં તમને માત્ર ડેટા જ વાપરવા મળશે પણ કોલીંગ કે એસએમએસ કરવા નહીં મળે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ