વાળમાં થાય છે વારંવાર ડેન્ડ્રફ (ખોડો), તો ફોલો કરો આ ટિપ્સ…

શિયાળામાં થતી ખોડાની સમસ્યાથી આ રીતે મેળવો છૂટકારો, કોઈ કેમીકલથી નહીં પણ આ છોડના પાંદડાથી, આ છોડના પાંદડાના હેરપેકથી શિયાળામાં તમારા વાળને રાખો ડેન્ડ્રફ મુક્ત, જામફળના પાનના પ્રયોગથી તમારા વાળને ધોળા થતાં અટકાવો અને બનાવો મજબૂત

image source

શિયાળો શરૂ થતાં જ શરીરની ઘણી બધી તકલીફો શરૂ થઈ જાય છે. શિયાળાની સૌથી સામાન્ય જો કોઈ સમસ્યા હોય તો તે છે ત્વચા શુષ્ક થવી. અને ત્વચા શુષ્ક થવાથી જ માથાના વાળમાં પણ ખોડાની સમસ્યા પણ ઉદ્ભવે છે. જેને આપણે નીતનવા શેમ્પુ દ્વારા દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ પણ તેનો કાયમી નિકાલ તો નથી જ લાવી શકતા. પણ જો તમે ખરેખર ખોડાની સમસ્યાથી કાયમને માટે છુટકારો મેળવવા માગતા હોવ તો અમારો આજનો આ નુસખો તમારે ચોક્કસ અજમાવવો જોઈએ.

image source

આ એક સંપુર્ણ કુદરતી, સ્વસ્થ અને આયુર્વેદીક એટલે કે કોઈ પણ જાતની આડઅસર ઉત્પન્ન નહીં કરનારો નુસખો છે કારણ કે તેને એક વૃક્ષના પાંદડામાંથી તૈયાર કરવામા આવે છે. અને આ વૃક્ષ બીજુ કોઈ નહીં પણ જામફળનો છોડ કે પછી ઝાડ છે. જામફળના છોડના પાનનો લેપ તમારા વાળનો બધો જ ખોડો દૂર કરે છે તે પણ કાયમ માટે.

image source

જામફળના પાનનો હેરપેક બનાવવાની રીત

તેના મટે તમારે જામફળના 20-25 પાંદડા લેવા તેને વ્યવસ્થિત ધોઈ લેવા અને તેને થોડા દીવસ છાંયડામાં સુકવી દેવા. પાંદડામાંથી બધો જ ભેજ ઉડી જાય એટલે તે પાંદડામાંથી પાવડર તૈયાર કરી લેવો.

image source

હવે આ પાઉડરમાં અરધા લીંબુનો રસ ઉમેરી દેવો. હવે તેને એકબીજામાં બરાબર મિક્સ કરી લેવું. હવે જે લેપ તૈયાર થાય તેને તમારા વાળમાં લગાવી લેવો. હવે તેને તેમજ 20-25 મિનિટ રાખી મુકવું. અને ત્યાર બાદ વાળ ધોઈ લેવા.

અહીં જામફળના પાનને સુકવીને લેવામાં આવ્યા છે પણ તમે તાજા જ પાનનો લેપ તૈયાર કરીને તેમાં લીંબુનો રસ ઉમેરી તેનો પણ પ્રયોગ કરી શકો છો.

ખરતા વાળને અટકાવે છે જામફળના પાનનો આ પ્રયોગ

image source

અહીં તમારે જામફળના પાનની સાથે સાથે આંબળાનું તેલ ઉપયોગમાં લેવાનું છે. તેના માટે તમારે 1 નાની ચમચી જામફળનો પાઉડર લેવો અને તેમાં બેથી અઢી નાની ચમચી આંબળાનું તેલ મિક્સ કરી લેવું. હવે આ બન્ને સામગ્રીને બરાબર મિક્સ કરી લેવી. હવે તે મિશ્રણને વાળમાં તેલ લગાવો તે રીતે ઘસીને લગાવી લેવું અને તેનું મસાજ કરવું. હવે તેને તેમજ અરધો-પોણો કલાક રહેવા દેવું. ત્યાર બાલ માઇલ્ડ શેમ્પુથી ધોઈ લેવું અને સારી ક્વોલીટીના કન્ડીશનરથી વાળને કન્ડીશન કરી લેવા.

જાંફળના પાનના હેરપેકથી કસમયના ધોળાવાળની સમસ્યા પણ દૂર થશે

image source

જામફળના પાનને જો મીઠા લીંમડાના પાન સાથે ભેળવીને તેનો પ્રયોગ માથાના વાળ પર અને ખાસ કરીને સફેદ વાળ પર કરવામાં આવે તો તમારા વાળ કાળા થવા લાગે છે.

image source

તેના માટે તમારે 5-6 જામફળના પાન અને તેની સાથે 20-25 લીંમડાના પાન લેવા તેને મિક્સ કરી તેને પાણીમાં ઉકાળી લેવા. હવે પાણીને ઠંડુ થવા દેવું હવે તે જ પાણીથી તમારું માથું થોઈ લેવું. હવે તેને તેમ જ 10-15 મિનિટ રહેવા દેવું અને ત્યાર બાદ હળવા માઇલ્ડ શેમ્પુથી વાળ ધોઈ લેવા. ગણતરીના દીવસોમાં તમારા સફેદ વાળ કાળા થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ