લત્તા મંગેશકરની તબિયત નાજુક, તમે એમના ફેન છો તો વાંચી લો આ સ્ટોરી…

લતા મંગેશકર હજુ પણ ICU માં જ છે ? તેમની ખરાબ તબિયતથી ફિલ્મ જગત ચિંતિત, ધર્મેન્દ્ર લત્તા મંગેશકરની તબિયતના સમાચાર સાંભળી દુઃખી થયા. કર્યું એક લાગણીસભર ટ્વીટ

થોડા દીવસ પહેલા લતા મંગેશ્કરના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર સાંભળવા મળ્યા હતા. અને તેમનો કરોડોનો ચાહક વર્ગ દુઃખી થઈ ગયો હતો. ભારતના વિશ્વ વિખ્યાત સુર સામ્રાજ્ઞી લતા મંગેશ્કરની ખરાબ તબિયતના સમાચારથી માત્ર તેમના ફેન્સ જ નહીં પણ સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચિંતિત થઈ ઉઠી છે.

image source

જો કે તેમના હોસ્પિટલમા દાખલ થવાના સમાચાર બાદ તેમની તબિયત સ્ટેબલ હોવાના સમાચાર પણ આવ્યા હતા અને ત્યાર બાદ તેમની મૃત્યુની પણ અફવા ઉડી હતી જેને તેમના નજીકના સગાઓએ ખંડન કરીને નકારી કાઢી હતી.

image source

હાલ લતા મંગેશ્કરની તબિયત ખરાબ થવાથી તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ હાલ આઈસીયુમાં છે. તેમના ફેન્સ સતત તેમના સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે. વિતેલા જમાનાના સુપરસ્ટાર ધર્મેન્દ્ર પણ લતા મંગેશ્કરના ખુબ જ નજીકના મિત્ર છે તેમને પણ લતાજીની તબિયતના સમાચાર સાંભળીને દુઃખ થયું હતું. જેનાથી પ્રેરાઈને તેમણે એક ઇમોશ્નલ ટ્વીટ કર્યું છે.

ધર્મેન્દ્રએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર લતા મંગેશ્કરની યુવાનીની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસ્વીર શેયર કરી છે. જેમાં તેણી મીઠુ સ્મિત આપી રહ્યા છે. આ ફોટો શેયર કરતાં તેમણે લખ્યું છે ‘જમાનાનો જીવ છો…. આમ જ સ્મિત રેલાવતા રહો’ લવ યુ લતા જી…’

image source

ધર્મેન્દ્રના ઇમોશ્નલ ટ્વીટ કરતાંની સાથે જ તેમને તેની પ્રતિક્રિયાઓ મળી રહી છે. અને તેમના ફેન્સ લતાજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલ તેમની સારવાર ચાલી રહી છે. અને અહેવાલ મળ્યા પ્રમાણે હાલ અમેરિકાથી આવેલા ડોક્ટર્સની ટીમ લતા મંગેશ્કરના સ્વાસ્થ્ય પર એકધારી નજર રાખી રહ્યા છે અને તપાસ કરી રહ્યા છે. પીટીઆઈ તરફથી મળેલા સમાચાર પ્રમાણે તેમની તબિયત ધીમે ધીમે સુધરી રહી છે તેમને આ સમાચાર લતા મંગેશ્કરના નાના બહેન ઉષા મંગેશ્કર તરફથી મળ્યા હતા. તેમને રવિવાર રાતથી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા હતા. પણ તબિયત સ્થિર થતાં તેમને વેન્ટીલેટર પરથી ખસેડી લેવામાં આવ્યા હતા. ડોક્ટરની મંજુરી બાદ જ તેમને ઘરે લઈ જવામા આવશે.

image source

લતા મંગેશ્કર હાલ 90 વર્ષના છે. તેમને થોડા સમય પહેલાં શ્વાસ લેવામા તકલીફ પડતાં તાબડતોડ બ્રીચ કેન્ડી હોસ્પબિટલમાં દાખલ કરવામા આવ્યા હતા. લતા મંગેશ્કરે હીન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તો પોતાનો મધૂર અવાજ આપ્યો જ છે પણ તે સિવાય તેમણે અન્ય ઘણી બધી પ્રાંતિય ભાષામાં 3000 કરતાં પણ વધારે ગીતોને અવાજ આપ્યો છે. છેલ્લા સાત દાચયકાઓથી તેઓ સમગ્ર ભારતમાં વિવિધ ભાષાઓમાં પોતાનો મધૂર અવાજનો જાદૂ પાથરી રહ્યા છે તેમણે અત્યાર સુધીમાં 30000 કરતાં પણ વધારે ગીતોમાં અવાજ આપી તેને સુરીલા બનાવ્યા છે.

image source

તેમને પોતાના મધૂર અવાજ માટે કંઈ કેટલાએ દેશી તેમજ વિદેશી અવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય તેમને ઘણીવાર નેશનલ અવોર્ડ્સ પણ મળી ચુક્યા છે. અને 2001માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્ન પણ આપવામાં આવ્યું હતું. ભગવાનને પ્રાર્થના છે કે તેઓ ફરી સ્વસ્થતા પ્રાપ્ત કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ