ઘણી સ્ત્રીમિત્રો હજી પણ અમુક તકલીફ ડોક્ટરને પણ કહી નથી શકતી તો વાંચો જાણો અને અપનાવો…

શા માટે સ્ત્રીઓ એ જ આ બધા દુઃખ ભોગવવા પડે છે ? કારણ કે સ્ત્રીઓની પીડા સહન કરવાની શક્તિ પુરુષો કરતા વધારે હોય છે. ખરેખર ? ના! કેટલાક અભ્યાસો દ્વારા જાણવા મળ્યું છે કે પુરુષો સ્ત્રીઓ કરતાં પીડાને વધારે સહન કરી શકે છે. પણ સ્ત્રીમાં ઉંમરના વિવિધ તબક્કે થતાં શારીરિક પરિવર્તનોને કારણે તેમાં ઘણાબધા શારિરિક પરિવર્તનો આવે છે, જે તેને કેટલીક સ્વાસ્થ્યને લગતી જટિલતાઓ તરફ દોરી જાય છે.


આ બધાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે તે યૌવનમાં પ્રવેશે છે. તે વખતે તેના સ્તનના કદમાં પરિવર્તન આવે છે અને તેના વાળ અને શરીરમાં પણ ફેરફાર થાય છે, તેને ખીલ થવા લાગે છે – હોર્મોન્સ તેની રમત ચાલુ કરી દે છે જે આપણામાંના ઘણા માટે સતત ચાલુ જ રહે છે. કોઈ પણ સ્ત્રી માટે સૌથી પીડાદાયક જો કોઈ સમય હોય તો તે છે પિરિડ દરમિયાનની પીડા. તેણે પિરિયડ દરમિયાન માત્ર તેના સેનિટરી નેપ્કિન જ નથી બદલવાના હોતા પણ તેની સાથે જે પીડા કે જે સામાન્યથી લઈ અસહનિય હોય છે તેને પણ સહન કરવી પડે છે. તેનાથી તેનું સમગ્ર રૂટિન ખોરવાઈ જાય છે. તેનાથી છૂટકારો મેળવવા માટે તો તમે પેઇન કીલર લઈ, શેકની થેલી લઈ આડા પડી જવું તો સાવ સરળ છે. પણ શું તમે આ સમસ્યાના મૂળ સુધી પહોંચવા નથી માગતા ?

હા, આપણે જાણવા ઇચ્છિએ છીએ કે ખરેખર આ શું છે ? તો સૌ પ્રથમ તો, આપણે એ સમજવાનુ છે કે માસિક દરમિયાન શા કારણે પીડા ઉભી થાય છે. તો બહેનો તેનું મુખ્ય કારણ છે હોર્મોનલ પરિવર્તન ! કેટલીક સ્ત્રીઓ આ પરિવર્તનને પોતાના સ્તનોમાં થતાં ફેરફારો, જેમ કે કડક થઈ જવા અથવા ઢીલા થઈ જવા અથવા સોજો આવવો વિગેરે દ્વારા અનુભવી શકે છે. તો ચિંતા ના કરો આ બધું સાવ જ સામાન્ય છે અને તે હોર્મોન્સમાં થતાં પરિવર્તનના કારણે જ થાય છે.


પણ જો તમને એવું લાગતું હોય કે પિરિયડ દરમિયાન પણ તમારી કેટલીક બહેનપણીઓ જાણે કંઈ જ ન થયું હોય તેમ પોતાના કામને વળગેલી રહે છે અને તમે બિચારા પિરિડય દરમિયાન શેકની થેલી પેટ પર રાખી બેઠા રહો છો. તો આગળ અમે તે બાબત પર જ પ્રકાશ પાડવા જઈ રહ્યા છીએ.

જો તમે ક્યારેય પોતાના પિરિયડ દરમિયાનના દુઃખાવા કે પછી અસામાન્ય બ્લિડિંગની ફરિયાદ લઈ ગાયનેકોલોજિસ્ટ પાસે ગયા હોવ તો તમે તેને તે માટે તમારા હોર્મોન્સ જવાબદાર છે તેવું કહેતાં સાંભળ્યા જ હશે. જો તમે કેટલીક સ્ત્રીઓ સાથે વાત કરતા હશો તો તેમાંની 20 ટકા સ્ત્રીઓ પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ જેને સામાન્ય રીતે PCOS તરીકે ઓળખવામાં આવે છે તેની ફરિયાદ કરતી જોવા મળશે. તમને પ્રશ્ન થતો હશે કે આ બધું શું છે ? તમને પ્રશ્ન થતો હશે કે શા માટે કેટલીક સ્ત્રીઓને આવી કોઈ સમસ્યા નથી થતી અને કેટલીક બીચારીને અસહ્ય પીડા થતી હોય છે ?

તો અહીં પણ તેની પાછળનું કારણ છે હોર્મોન્સ – એન્ડ્રોજન્સ (મેલ હોર્મોન્સ)નું સ્તર વધી જવાથી આ સમસ્યા ઉભી થાય છે. આ પરિસ્થિતિથી કોથળી નાની થાય છે અને અંડકોશો મોટા થાય છે. વધી ગયેલું હોર્મોનનું સ્તર જીનેટિક પણ હોઈ શકે અને વાતાવરણના પરિબળોને કારણે પણ હોઈ શકે. પણ જો તમે એવું વિચારતા હોવ કે તમારે આખી જિંદગી આ દુઃખ સાથે જ જીવવું પડશે અને આ સમસ્યાને અવગણશો તો જરા આટલું વાંચો. જો તમારી આ સમસ્યા ખુબ જ ગંભીર બનશે તો તે તમને કેટલાક મૃતપ્રાય રોગો જેમ કે કેન્સર તરફ પણ તે ધકેલી શકે છે ! તો તમારા કાન ઉભા થઈ ગયા ને!


તો હવે એ જાણો કે તમને PCOS છે કે નહીં તે કેવી રીતે જાણવું ? તે બાબતે અમે તમને જણાવીશું. આ લક્ષણો પર ધ્યાન આપો.

પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ સિમ્પ્ટન્સ/(PCOS)ના લક્ષણો

– અનિયમિત માસિક ચક્રોઃ શું તમારા માસિક ચક્રો અનિયમિત છે ? જ્યારે તમે માસિકમાં હોવ ત્યારે તમને તમારા પગ, પેટના નીચેના ભાગમાં અથવા પીઠમાં ત્રાસદાયક દુઃખાવો થાય છે ? આ બધા જ લક્ષણો સાથે તમારો રક્તસ્ત્રાવ પણ વધારે થાય છે ? તો હા, તમને PCOS હોઈ શકે છે.
– કોઈપણ કારણ વગર વજન વધવુઃ જે સ્ત્રીઓને PCOS હોય છે તેમનું શરીર સફરજનના આકારનું હોય છે નહીં કે પિયર એટલે કે જમરુકના આકારનું. તેને તેમની જીવનશૈલી સાથે કોઈ જ લેવાદેવા નથી હોતા. વધારાના એન્ડ્રોજન્સ વજન વધારાને વેગ આપે છે, ખાસ કરીને પેટના ભાગમાં. આવી સ્ત્રીઓ ઇન્સ્યુલિન પ્રતિરોધક હોય છે જેમને ડાયાબિટસ, હૃદયના રોગો અને ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. PCOS ધરાવતી સ્ત્રીઓ અફળદ્રુપતાની સમસ્યાથી પણ પરેશાન હોય છે. આવી સ્ત્રીઓ માટે મોટો પડકાર વજન ઘટાડવું તે હોય છે.

– ખીલઃ તમારી ત્વચા ક્યારેય પણ ચોખ્ખી નથી હોતી ? શું તમે તે માટે દરેક પ્રકારના ઉપચાર કરાવી જોયા અને છતાં પણ કોઈ ફરક ન પડ્યો ? તો તે પણ PCOS નું જ એક લક્ષણ હોઈ શકે છે.

– શરીર પર વધારે પડતા વાળ, ખાસ કરીને ચહેરા તેમજ હડપચી પરઃ તમારા ચહેરા પરના જાડા વાળ તમને પુરુષ જેવો દેખાવ આપતા હશે, તમે શેવિંગ, થ્રેડિંગ અને વેક્સિંગ કરીને થાકી ગયા હશો . તો તે માટે પણ તમારા શરીરમાં વધેલા મેલ હોર્મોન્સ જ જવાબદાર છે ! તમને PCOS હોવાનો આ એક સ્પષ્ટ સંકેત છે.

ઉપચાર

તે માટે તમારા ડોક્ટર તમને કાં તો એન્ટિ-એન્ડ્રોજન મેડિકેશન પર મુકશે અથવા ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે ગર્ભનિરોધક ગોળી લેવાની સલાહ આપશે જેથી કરીને તમારું માસિક ચક્ર નિયમિત બને.

તે માટે તમે શું કરી શકો ?


નિયમિત વ્યાયામઃ PCOS માટે સૌપ્રથમ તો તમારે સતત પ્રવૃત્તિશિલ રહેવું જોઈએ. તમારા રોજિંદા નિત્યક્રમમાં તમારે યોગ તેમજ વ્યાયામનો સમાવેશ કરવો જોઈએ. જો તેમ શક્ય ન હોય તો ઓછામાં ઓછી રોજની 15 મિનિટ તમારે ચાલવું જોઈએ અને તેનાથી તમારો મેટાબોલિક રેટ નિયમિત રહેશે.

તમે શું આરોગો છો તે મહત્ત્વનું છેઃ જો તમે માસિક દરમિયાન અસહ્ય પિડા અનુભવતા હોવ તો તમારે તમારા ખોરાક પર ધ્યાન આપવાની જરૂર છે. વાયુયુક્ત પીણા, પુષ્કળ પ્રમાણમાં કેફિન, ધૂમ્રપાન, ઉચ્ચ રેશાયુક્ત ખોરાક, પ્રોસેસ્ડ ફૂડ- આ બધું જ તે ઘણી બધી વસ્તુઓમાં સમાવેશ કરે છે જેનો તમારે ત્યાગ કરવો જોઈએ. તમારા ખોરાકમાં તમારે લો ગ્લાસેમિક ફૂડનો સમાવેશ કરવો જોઈએ જે તમારા ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત રાખે છે. માનસિક તાણ પણ તમને PCOS તરફ દોરી જાય છે. માનસિક તાણને દૂર કરવા માટે તમારે મેગ્નેશિયમથી ભરપુર ખોરાક લેવો જોઈએ.

માસિક દરમિયાનના દુઃખાવા સામે કેવી રીતે લડવું

અહીં કેટલાક ખુબ જ ઘરગથ્થુ ઉપાયો તમને જણાવ્યા છે જે તમને માસિક દરમિયાનની પિડામાં રાહત આપશે.


– પેટ પર ગરમ થેલીનો શેક કરવો

– એક કપ ગ્રીન-ટી લેવી. એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપુર પીણુ પીવાથી તમને પીડામાં રાહત મળશે. તે તમારી કેફિનની લાલસા માટે સારો વિકલ્પ છે.

– દીવેલના તેલથી દુઃખતા ભાગ પર માલિશ કરવું, તે માત્ર તમારા શરીરને ઠંડુ નહીં પાડે પણ તેનાથી લોહીનું ભ્રમણ વધશે જેથી કરીને દુઃખાવામાં પણ રાહત મળશે.

– પિરિયડ દરમિયાન પેટ ફુલી જવાની સમસ્યા સામાન્ય છે તેને તમે પુષ્કળ પાણી પીને દૂર કરી શકો છો.

– ડેરી ઉત્પાદનો જેવા કે પ્રોસેસ્ડ ચીઝ તેમજ જંક ફૂડ કે જેનાથી દુઃખાવામાં વધારો થાય છે તેનાથી દૂર રહેવું જોઈએ.

– જ્યારે તમારા સ્નાયુઓમાં કળતર થઈ રહ્યું હોય ત્યારે તમારા મગજમાં વ્યાયામનો વિચાર તો આવતો જ નહીં હોય, પણ જો તમે પ્રવૃત્તિશિલ રહેશો તો તમારી પીડામાં મોટા પ્રમાણમાં ઘટાડો થશે.


– યોગ કરવાથી તમને ખુબ રાહત મળશો. દુઃખાવાના પ્રાથમિક કારણ જેમ કે ઓક્સિજનમાં ઘટાડો જેવી સમસ્યામાં યોગ આસનોથી રાહત મળશે. નીચે જણાવેલા યોગ આસનો તમારા માસિક દરમિયાનના દુઃખાવામાં રાહત આપશેઃ

1. સિર્સાસન

2. પાસાસન

3. મર્જરિઆસન અને બિતિલાસનનું સંયોજન

4. સવાસન

જો તમે PCOSની તેના શરૂઆતના તબક્કામાં જ સારવાર નહીં કરો તો તે તમને કેન્સર તરફ દોરી જશે. જો તમને ઉપર જણાવેલા એક પણ લક્ષણ હોય, તો અમારો આ લેખ તમારા માટે એક વેક-અપ કોલ છે. જ્યારે ક્યારેય દુઃખાવો થાય ત્યારે દવા લેવી તે કોઈ કાયમી ઉપાય નથી અને તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ છે. માટે તમારા ફેમેલિ ફિઝિશિયન અથવા ગાયનેકોલોજિસ્ટની મુલાકાત લો અને સ્વસ્થ રહો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ઉપયોગી ટીપ્સ માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ