સુંદર વાળ એ દરેક વ્યક્તિને ગમતા જ હોય છે, આજે અમે લાવ્યા છે તમારી માટે વાળને હમેશા સ્વાસ્થ્ય રાખવાનો ઉપાય…

અમે આજે તમને એવો ઉપાય બતાવવા જઈ રહ્યા છે જે તમારા ખરતા વાળને માત્ર 3 જ દિવસમાં અટકાવી દેશે અને તમને મૂળિયામાંથી નવા વાળ ઉગાડવમાં મદદ કરશે અને તેની સાથે સાથે તે તમારા સફેદ વાળને પણ કાળા બનાવશે. ચાલો જાણીએ આ ઉપાય વિષે.

તમને એવી કોઈ વ્યક્તિ નહીં મળે જે કાળા, ઘેરા, લાંબા વાળ નહીં ઇચ્છતી હોય. કારણ કે વાળ એ ચહેરાનું આકર્ષણ વધારતું એક અભિન્ન અંગ છે. જો તમારા વાળ સાવ જ પાતળા હોય અથવા હોય જ નહીં તો લોકો તમને મોઢા પર તો કંઈ નહીં કહે પણ તમારી પાછળ તો તમારી મજાક ઉડાવતા જ હશે. આજે એક નહીં તો બીજા કારણસર વાળ માટે ઘણીબધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે. જેમ કે વધતું જતું પ્રદૂષણ, આપણી ખાનપાનની ટેવો અને આપણી જીવનશૈલી. હવે તેમાં તો આપણે ન છૂટકે કોઈ જ પરિવર્તન લાવી શકીએ તેમ નથી. તો પછી અમે જણાવેલા આ ઉપાય જ અજમાવી લો.

પોતાના વાળથી અસંતુષ્ટ લોકો તે માટે ઘણા બધા ઉપાય અજમાવે છે પણ છેવટે તેમને કોઈ જ રાહત મળતી નથી. લોકો વિવિધ જાતના કેમિકલ યુક્ત શેમ્પુ, તેલ કે પછી હેર પેક વાપરે છે પણ ઘણીવાર ફાયદો થવાની જગ્યાએ નુકસાન થઈ જાય છે. પણ આપણા ઘરગથ્થુ ઉપચારો એવા હોય છે કે તેની કોઈ જ આડઅસર નથી હોતી. તે ફાયદો તો કરે જ છે પણ તે કોઈ નુકસાન તો ક્યારેય નથી કરતા.

અમે આજે તમને એક હેયરપેક જણાવશું જે તમારા વાળને હંમેશા સ્વસ્થ અને સુંદર રાખશે.

જરૂરી સામગ્રી :

1. આમળાનો પાઉડર,

2. દહીં,

3. જૈતુનનું તેલ (ઓલિવ ઓઇલ),

4. એલોવેરા જેલ,

પેક બનાવવાની વિધિ અને ઉપયોગ કરવાની રીત :

ઉપર જણાવેલી બધી સામગ્રીને સમાન માત્રામાં લઈને તેની એક પેસ્ટ બનાવી લેવી. તેને એક રસ કરીને મિક્સ કરવી. તૈયાર છે તમારો હોમમેડ હેયરપેક. આ હેયર પેકને અઠવાડિયામાં ૩ વખત પોતાના વાળ અને વાળના મૂળ પર સારી રીતે લગાવવાનો છે અને તેને લગભગ ૨૦ મિનીટ માટે લગાવી રાખવો. ત્યાર બાદ માત્ર પાણીથી જ વાળ ધોળી લેવા. કોઈ પણ પ્રકારનું શેમ્પુ યુઝ કરવું નહીં. આવું કરવાથી તમારા વાળ માત્ર ૩ વખતના ઉપયોગથી જ સ્વસ્થ અને મજબુત બની જાય છે. નવા વાળ ઉગવા લાગે છે, ગ્રે વાળ કાળા થવા લાગે છે, વાળનો ગ્રોથ વધવા લાગે છે અને જેના માથા પર વાળ નથી તેના મથા પર વાળ પણ ઉગવા લાગે છે. આ ઉપાયથી માથા પરની ફોતરીઓ નીકળી જાય છે.

આ હેયરપેકથી વાળ સંબંધિત બધી જ સમસ્યાઓમાં લાભ થાય છે. સ્ત્રી-પુરુષ બન્ને આ હેયરપેકનો ઉપયોગ કરી શકે છે અને પોતાના વાળને સ્વસ્થ સુંદર બનાવી શકે છે. આ એક ઘરગથ્થુ ઉપાય છે. કોઈ પણ જાતના કેમિકલ રહિત છે. માટે તેનાથી કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. તમે તેને ખચકાટ વગર ઉપયેગમાં લઈ શકો છો અને આજીવન લાંબા, કાળા, ઘેરા વાળ રાખી શકો છો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ ઉપયોગી માહિતી તમારા ફેસબુક પર દરરોજ આવી અનેક માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ