કમરના દુખાવા માટેના 7 યોગ આસનો…

કમરનો દુઃખાવો તમારા મિજાજને નિરાશ કરી મુકે છે અને તેના કારણે તમારી ઉત્પાદકતા પણ ઘટી જાય છે. કોઈ પણ જાતની આડ અસર વગર તમે તેને કેવી રીતે દૂર કરી શકો ? કમર અથવા તો કટિ મેરુબંધ એ હાડકાઓ, જ્ઞાનતંતુઓ, સાંધાઓ, અસ્થિ બંધનો અને સ્નાયુઓ સાથે આંતરિક રીતે જોડાયેલો છે. તમને બળ તેમજ લવચિકતા પુરી પાડવા માટે તે બધા એક સાથે કામ કરે છે.


પણ કોઈ પણ જાતની ઇજા થવાથી કમરનો ભાગ તરત જ સંવેદનશીલ બની જાય છે. અરે તમે માત્ર થોડા વધારે સમય માટે બેસી રહો કે પછી ઉભા રહો તો પણ તમને પીડા થવા લાગે છે. તો ચાલો તમારી આ સમસ્યાને આપણે આ 7 યોગ આસનો દ્વારા દૂર કરી દઈએ. તે કરતાં પહેલાં આપણે એટલું જાણી લઈએ કે કમરનો દુઃખાવો શા કારણસર થાય છે.

કમરનો દુઃખાવો શા માટે ઉભો થાય છે ?

તમારી કમરમાં રહેલા સ્નાયુઓ તમારા હલન ચલન દરમિયાન તમારા હિપ્સને વાળે છે અને ફેરવે છે અને તમારી કરોડને આધાર આપે છે. તમારી કમર તમારા રોજિંદા હલન ચનલ જેમ કે વાંકુ વળવુ, પાછળ ફરવામાં તમને મદદ કરે છે. તે તમારા શરીરના ઉપરના ભાગના વજનને ટેકો પણ આપે છે.


કમરનો દુઃખાવો ત્યારે ઉભો થાય છે જ્યારે સ્નાયુઓ, સાંધાઓ અથવા ઢાંકણીઓમાં ઇજા થાય છે. બળતરા દ્વારા તમારુ શરીર ઠીક થાય છે જે તમને પીડા જેવું લાગે છે. પીડા સ્નાયુઓ ફાટવા, ઢાંકણીની સમસ્યા, અથવા અસ્થિ બંધન મચકોડાવાથી હોઈ શકે છે. બીજી પરિસ્થિતિ જેમ કે ફાઇબ્રેમાયાલ્ગિયા, ઓસ્ટિયોપોરોસિસ, અસ્થિવા, કરોડ રજ્જુ, અને એન્કિલોસિસ સ્પોન્ડિસિટિસના કારણે પણ કમરનો દુઃખાવો થઈ શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન શરીરનું વધારાનું વજન અને કરોડ રજ્જુનું સંકોચનના કારણે પણ કમરનો દુઃખાવો થઈ શકે છે. મેદસ્વી લોકોને પણ કમરના દુઃખાવાની સમસ્યા રહે છે કારણે કે શરીરના વધારાના વજનના કારણે ઢાકણીઓ તેમજ પીઠના સ્નાયુઓ પર તાણ પડે છે. ચાલો હવે એ જાણીએ કે યોગ કેવી રીતે કમરના દુઃખાવામાં રાહત આપી શકે છે.

કમરના દુઃખાવા માટે યોગ

નબળો ખોરાક અને વ્યાયામની કમીને કારણે તમારો કમરનો દુઃખાવો દીવસે દીવસે વધતો જાય છે. તે વધારે તીવ્ર થાય તે પહેલાં તેને સુધારી લો, અને તે માટે યોગ એ એક ઉત્તમ વિકલ્પ છે. કરોડના સ્નાયુબદ્ધ તંત્ર માટે પીઠ તેમજ પેટના સ્નાયુઓ એ મહત્ત્વના ઘટકો છે. જ્યારે તમે યોગનો અભ્યાસ કરો છો ત્યારે તમારા આ સ્નાયુઓને માવજત મળે છે, અને તેનાથી તમને કમરના દુઃખાવામાં આરામ મળે છે.

જે લોકો કમરનો દુઃખાવો રહેતો હોય તેમના માટે સ્ટ્રેચિંગ એ મહત્ત્વને વ્યાયામ છે. જ્યારે તમે તમારા ઘૂંટણના સ્નાયુઓ સ્ટ્રેચ કરો છો ત્યારે તે તમારા પેડુમાં હલચલ જગાવે છે, જેના કારણે છેવટે તમારી કમરની તાણમાં ઘટાડો થાય છે.

આ ઉપરાંત સ્ટ્રેચિંગથી કમર તરફનો લોહિનો પ્રવાહ વધે છે અને તેનાથી તેની આસપાસના સ્નાયુઓ અને પેશીઓને પોષણ મળે છે. તેનાથી ઝેરી તત્ત્વો બહાર નીકળે છે અને પોષકતત્ત્વો અંદર જાય છે.

નકારાત્મક વિચારો તમને તમારો કમરનો દુઃખાવો વાસ્તવિક કરતા ગંભીર છે તેવું માનવા પ્રેરે છે અને તેના કારણે વધારાનું દબાણ ઉભુ થાય છે, જે તમારા મગજને અસર કરે છે. આ નકારાત્મકતાથી બહાર આવવા તમારે ધ્યાન કરવું જોઈએ અને તેની સાથે યોગ આસનો કરવાથી તમારો કમરનો દુઃખાવો ઝડપથી દૂર થાય છે.

હવે જાણીએ તે યોગ આસનો વિષે

કમરનો દુઃખાવો દૂર કરવાના યોગ આસનો

નીચે જણાવેલા યોગ આસનો તમારા કમરના દુઃખાવામાં રાહત આપશે અને ભવિષ્યમાં તેને પાછો નહીં ફરવા દે. પણ જો તમને ગંભીર પીઠદર્દ હોય, તો તમારે આ યોગ આસનો કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

1. ભાર્દ્વાજઆસન (સીઅર પોઝ)

2. બિતિલાસન (કાઉ પોઝ)

3. મર્જરિઆસન (કેટ પોઝ)

4. સેથુ બંધ સર્વાંગાસન (બ્રિજ પોઝ)

5. અધો મુખા સવાનાસન (નીચેની તરફ મોઢા વાળો ડોગ પોઝ)

6. પદંગુસ્ઠાસન (બીગ ટો પોઝ)

7. ત્રિકોણાસન (ટ્રાઇન્ગલ પોઝ)

1. ભાર્દ્વાજઆસન (સીઅર પોઝ)


આસન વિષેઃ ભાર્દ્વાજઆસન અથવા તો સીઅર પોઝ બેસીને કરોડને વાળવાનું આસન છે. આ આસનનું નામ ભાર્દ્વાજ નામના ઋષિ પરથી પાડવામાં આવ્યું છે, તે સપ્તઋષિમાના એક ઋષિ છે. ભાર્દ્વાજઆસન એ હઠ યોગાસનનું મધ્યવર્તી આસન છે. આ યોગ આસનનો અભ્યાસ સવારે ખાલી પેટે કરવાનો હોય છે.

ફાયદાઃ ભાર્દ્વાજ આસનથી તમારી કરોડ અને હીપ્સ ખેંચાશે, તમારા પેટના અંગોને મસાજ મળશે અને તેનાથી કમરના દુઃખાવામાં રાહત મળશે. જે સ્ત્રીઓ ગર્ભાવસ્થાના બીજા ટ્રાઇમેસ્ટરમાં હોય છે તેમના માટે આ આસન લાભપ્રદ છે કારણ કે તેનાથી તેમની પીઠ મજબુત થાય છે.

2. બિતિલાસન (કાઉ પોઝ)


આસન વિષેઃ બિતિલાસન અથવા કાઉ પોઝ એ ગાયની મુદ્રાને દર્શાવે છે. ‘બિતિલા’ ગાય માટેનો એક સંસ્કૃત શબ્દ છે. વિન્યાસા યોગ આસનનું આ શરૂઆતનું સ્તર છે. ખાલી અને પેટ સાફ થયા બાદ આ આસનનો સવારે અભ્યાસ કરવો જોઈએ.

ફાયદાઃ બિતિલ આસન તમારા પોશ્ચર અને બેલેન્સને સુધારે છે. તે તમારી કરોડને મજબુત બનાવે છે અને તેને તાણે છે. તે મગજને ઠંડુ પાડી અને માનસિક તાણને દૂર કરી ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે.

3. મર્જરિઆસન (કેટ પોઝ)


આસન વિષેઃ મર્જરિઆસન અથવા તો કેટ પોઝ એ એક અદ્ભુત આસન છે જે બિલાડી પોતાના શરીરને ખેંચતી હોય તેવું આસન છે. મર્જરિઆસન એ અષ્ટાંગ યોગ આસનનું શરૂઆતનું લેવલ છે. આ યોગનો અભ્યાસ વહેલી સવારે ખાલી પેટે કરવો જોઈએ.

ફાયદાઃ મર્જરિઆસન તમારી કરોડની લવચિકતા વધારે છે. તે તમારા પેટને ટોન કરે છે અને તમારી પાચનશક્તિ સુધારે છે તેમજ શરીરમાંના લોહીના ભ્રમણને પણ સુધારે છે.

4. સેથુ બંધ સર્વાંગાસન (બ્રિજ પોઝ)


આસન વિષેઃ સેથુ બંધ સર્વાંગાસન એટલે કે બ્રિજ પોઝ આ આસન દેખાવે પૂલ જેવું લાગે છે અને માટે જ તેનું નામ બ્રિજ પોઝ છે. આ આસન વિન્યાસા યોગ આસનનું શરૂઆતનું લેવલ છે. આ આસનનો અભ્યાસ તમે સવારે ખાલી પેટે અથવા તો સાંજે જમ્યાના 4થી છ કલાક બાદ કરી શકો છો. આ આસનમાં તમારે 30થી 60 સેકન્ડ સુધી રહેવાનું છે.

ફાયદાઃ સેથુ બંધ સર્વાંગાસન તમારી ગોઠણ પાછળની નસોને મજબુત બનાવે છે અને તમારા કેન્દ્રિય ચેતા તંત્રને ઠંડુ પાડે છે. ઓસ્ટિઓપોરોસિસ અને હાઇપર ટેન્શન માટે આ એક સારી થેરાપિ છે. આ આસન કરવાથી પેટનો દુઃખાવો પણ દૂર થાય છે.

5. અધો મુખા સવાનાસન (નીચેની તરફ મોઢા વાળો ડોગ પોઝ)


આસન વિષેઃ અધો મુખા સવાનાસન એટલે કે નીચેની તરફ મોઢા વાળા કૂતરા જેવું આસન. અષ્ટાંગ યોગ આસનનું આ શરૂઆતનું લેવલ છે. આ આસનનો અભ્યાસ તમે વહેલી સવારે ખાલી પેટે અથવા સાંજે કરી શકો છો. તમારે આ પોઝમાં 1થી 3 મીનીટ રહેવાનું છે.

ફાયદાઃ અધો મુખ સવાંગાસન તમને ઉર્જામય બનાવે છે અને તમારો કાયાકલ્પ કરે છે. આ આસન કરવાથી તમારી માનસિક તાણ તેમજ હળવી નિરાશા દૂર થાય છે. આ આસન કરવાથી તમારી કરોડ લાંબી તેમજ ટટ્ટાર બને છે અને તેનાથી પીઠના દુઃખાવામાં પણ રાહત મળે છે.

6. પદંગુસ્ઠાસન (બીગ ટો પોઝ)


આસન વિષેઃ પદંગુષ્ઠાસન અથવા તો બીગ ટો પોઝ આ એક ખુબ જ સરળ આસન છે. જે લોકોએ હજુ માત્ર યોગ શીખવાની શરૂઆત જ કરી હોય તેમને સૌ પ્રથમ આવા સરળ આસનો શીખવવામાં આવે છે. આ હઠ યોગ આસન છે. આ યોગનો અભ્યાસ સવારે અથવા સાંજે ખાલી પેટે કરવો જોઈએ. આ પોઝમાં તમારે 30 સેકન્ડ સુધી રહેવું.

ફાયદાઃ પદંગુસ્ઠાસન તમારા શરીરની લવચિકતા સુધારે છે. તે ગભરામણને કાબુમાં રાખે છે અને કમરને તાણે છે. આ આસન કરવાથી તમારા શરીર અને મગજનું સંતુલન જળવાય છે અને ઉચ્ચ રક્ત ચાપમાં રાહત મળે છે.

7. ત્રિકોણાસન (ટ્રાઇન્ગલ પોઝ)


ત્રિકોણાસન એટલે કે ટ્રાઇન્ગલ પોઝ આ આસન કરવાથી ત્રિકોણ આકાર બને છે માટે જ તેને તે નામ આપવામાં આવ્યું છે. વિન્યાસા યોગ આસનનું આ શરૂઆતનું સ્તર છે. આ આસનનો અભ્યાસ સવારે તેમજ સાંજે પેટ સાફ થયા બાદ કરી શકાય છે. આ પોઝમાં તમારે 30 સેકન્ડ સુધી રહેવાનું છે.
ફાયદાઃ આ આસન કરવાથી તમારી પીઠ તેમજ હીપ્સ તણાય છે અને તે મજબુત બને છે. તેનાથી બ્લડ પ્રેશર, માનસિક તાણ અને ચિંતા ઓછા થાય છે. તેનાથી તમારા ગોઠણ પાછળની નસો તેમજ હીપ્સની લવચિકતા વધે છે. આ આસન કરવાથી સાથળ તેમજ કમરની ચરબી ઘટે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ ઉપયોગી પોસ્ટ અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ