દર્દીઓ માટે પરિવારજનોનાં દુઃખભર્યા અવાજો રાતે ઊંઘવા દેતા નથી, વાંચો સોનુ સૂદના કોરોનામાં કેવી રીતે પસાર થયા દિવસો

અભિનેતા સોનું સુદએ ફક્ત ૬ દિવસમાં જ કોરોના વાયરસને હરાવી દીધો છે. કોરોના વાયરસનો ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યા બાદ પણ સોનું સુદએ લોકોની મદદ કરવાનું શરુ રાખ્યું હતું. દિવ્ય ભાસ્કરની સાથે વાતચીત કરવા દરમિયાન સોનું સુદએ આટલા ઓછા સમયમાં કોરોના વાયરસને કેવી રીતે હરાવ્યો તેના વિષે જણાવ્યું છે. સોનું સુદ કહે છે કે, હું શાકાહારી છું.

image soucre

મને ફળ અને શાકભાજીનું સેવન કરતા રહેવાની આદત છે. આ સમય દરમિયાન મેં વિટામિન, કેલ્શિયમ, ઝિંક વધારે પ્રમાણમાં લેવાનું શરુ કર્યું. બાકીનું મારી રોગ પ્રતિકારક શક્તિની મદદથી મને કોરોના વાયરસના સંક્રમણને હરાવવામાં મદદ કરી. બ્રીધીંગ એકસરસાઈઝ પણ વધારે કરી છે. ‘પેન ડી 40’ થી લઈને જયારે મને તાવ આવતો તે સમયે ‘ડોલોઝ’ અને રેગ્યુલર મેડિસીન લઈ રહ્યો છું. સ્ટીમ લેવાથી પણ ઘણો લાભ થયો છે.

સોનું સુદને રાતના સમયે ઊંઘ કેમ નથી આવતી?

image source

શનિવારના રોજ સોનું સુદએ જણાવ્યું છે કે, હું સુઈ શકતો નથી. મધ્ય રાતે પણ લોકોના મદદ માટે ફોન આવ્યા કરે છે. ફોનમાં સામેની તરફથી એક દુઃખદ અવાજ સાંભળવા મળે છે જેઓ પોતાન પરીવારના સભ્યોને બચાવવા માટે ફોન કરે છે. આપણે આ કઠીન સમયમાં પણ જીવન જીવી રહ્યા છીએ. આવનાર સમય સારો હશે તેવી આશા રાખીને જીવીએ છીએ. આપે બસ ફક્ત પોતાની પર વિશ્વાસ રાખવો. આપણે બધા એકસાથે મળીને જીતીશું. આપણે હજી વધારે સાથની જરૂરિયાત છે.

આઈસોલેશનમાં રહેવા દરમિયાન પણ કામ કરતા હતા.

અભિનેતા સોનું સુદ કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ હોમ આઈસોલેશનમાં રહેતા હતા. તેઓ હોમ આઈસોલેશન દરમિયાન પણ સતત સક્રિય રહ્યા. સોનું સુદની ટીમ દ્વારા જરૂરીયાતમંદ વ્યક્તિઓને દવાઓ, બેડ, વેન્ટીલેટર અને ઓક્સિજન મોકલીને મદદ કરી રહ્યા છે.

સ્થિતિ ભયાવહ છે.

image soucre

ગત વર્ષે કોરોના વાયરસ સંક્રમણને અટકાવવા માટે લાગુ કરવામાં આવેલ લોકડાઉન દરમિયાન હજારો પ્રવાસી મજુરોને પોતાના ઘરે પહોચાડવા માટે મદદ કરનાર સોનું સુદ દ્વારા ભાવુક પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારે આ વર્ષે તેઓ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે બેડની વ્યવસ્થા અને દવાઓ નહી પહોચવાના કારણે લાચારી વ્યક્ત કરી છે. શુક્રવારના રોજ સોનું સુદએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હું સવારથી ઉઠ્યો છું ત્યારથી ફોન નીચે મુક્યો નથી. આખા દેશ માંથી હોસ્પિટલ, બેડ, દવાઓ, ઈન્જેકશનની મદદ મેળવવા માટે હજારોની સંખ્યામાં ફોન આવી ગયા છે. ત્યાં જ અત્યાર સુધીમાં મેં ઘણા બધાની મદદ પણ કરી શક્યો નથી. જેના લીધે હું હેલ્પલેસ અનુભવ કરું છું. હાલની સ્થિતિ ભયાવહ છે. પ્લીઝ આપ પોતાના ઘરે જ રહો, માસ્ક પહેરો અને પોતાને કોરોના વાયરસના સંક્રમણમાં આવવાથી બચાવો.

ચાલો સાથે મળીને જિંદગી બચાવીએ.

કેટલીક મિનીટ બાદ સોનું સુદ દ્વારા બીજી એક પોસ્ટ કરવામાં આવી અને આ પોસ્ટમાં લખ્યું છે કે, જે મે કહ્યું, એ મે કર્યું છે. એટલું જ નહી હજી પણ મારું કામ શરુ જ છે. મને ભરોસો છે કે, આપણે બધા એકસાથે મળીને ઘણા બધાના જીવનને બચાવી શકીએ છીએ. અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે સમયમાં કોઈ વ્યક્તિને દોષ આપવાનો નથી પરંતુ જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે આગળ આવીને મદદ કરવાનો છે. જરૂરીયાતમંદ વ્યક્તિઓ સુધી મેડીકલ સુવિધાઓ પહોચાડવાનું કામ કરો. ચાલો, સાથે મળીને જિંદગી બચાવીએ. હું આપના માટે હંમેશા ઉપલબ્ધ છું.

વેક્સિન ડ્રાઈવના બ્રાંડ એમ્બેસેડર બન્યા.

image source

સોનું સુદનું કામ અને પંજાબથી શરુ કરવામાં આવે એની પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહએ એક સોશિયલ મીડિયા પોસ્ટ પરથી જાહેરાત કરવામાં આવી છે કે, ‘પરોપકારી અભિનેતા સોનું સુદને પંજાબ સરકાર તરફથી કોરોના વેક્સિનેશન ડ્રાઈવ માટે બનાવવામાં આવ્યા છે. હું એના માટે તેઓને અભિનંદન પાઠવું છું.’ સોનું સુદના બ્રાંડ એમ્બેસેડર બનવાથી કોરોના વાયરસના વેક્સિનેશનને લઈને વધારે જાગરૂકતા આવશે. હું રાજ્યના તમામ નાગરિકોને અપીલ કરું છું કે, શક્ય હોય તેટલી વહેલા કોરોના વાયરસની વેક્સિન લઈ લે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!