ઐસા ભી હોતા હૈ ક્યા…વેઇટરે સાસુના ગાઉન પર શાક ઢોળ્યુ તો વહુએ ખુશીમાંને ખુશીમાં એવું કામ કર્યુ કે..ખરેખર વાંચવા જેવો છે સાસુ-વહુનો આ કિસ્સો

જ્યારે એક વર અને કન્યા લગ્ન સંબંધથી જોડાઈને પ્રભુતામાં- વિવાહિત જીવનમાં પગ માંડે છે ત્યારે બન્ને પક્ષે કુટુંબનું સમીકરણ બદલાઈ જાય છે .લગ્ન પછી લગ્ન કરનાર છોકરાની માતા સાસુ બની જાય છે અને એક માતાની છોકરી બીજા કુટુંબમાં આવે છે ત્યારે એ વહુ બની જાય છે

image source

આમ તો સાસુ વહુના ઘણા બધા કિસ્સા આખી દુનિયામાં ખૂબ જ ફેમસ છે. ક્યારેક સાસુ વહુ વચ્ચે થતા ઝઘડા તો ક્યારેક બંને વચ્ચેનો ગાઢ પ્રેમ અને સપોર્ટ આપણને ઘણીવાર જોવા તેમજ સાંભળવા મળે. હે પરંતુ એક કિસ્સો એવો સામે આવ્યો છે જેને વાંચીને તમે પેટ પકડી પકડીને હસી પડશો.

વેઇટરે સાસુના ગાઉન પર ઢોળ્યુ શાક તો વહુએ ખુશ થઇને કર્યુ એવું કામ કે...| bride tips to waitress for spilling gravy over mother in law in britain
image source

આ ઘટના બ્રિટનના એક લગ્નની છે. એક રિપોર્ટ અનુસાર આ લગ્ન સમારોહમાં જમવાનું સર્વ કરનાર વેઇટ્રેસથી અચાનક જ એક ભૂલ થઇ ગઇ હતી. મહેમાનોને સર્વ કરતી વખતે તેના હાથમાં રહેલું શાકનું બાઉલ પડ્યુ અને એમ રહેલું શાક સાસુના ગાઉન પર પડી ગયુ હતુ. આ ઘટના બાદ વેઇટ્રેસ ખૂબ જ ગભરાઈ ગઈ હતી, એને જરા સરખો પણ અંદાજો નહોતો કે તેની આ ભૂલનું શું પરિણામ આવશે.

image source

તમને જણાવી દઈએ કે જે મહિલાના ઉપર વેઇટ્રેસે ભૂલમાં શાક ઢોળ્યુ હતુ તે મહિલા પોતાના જ દિકરાના લગ્નમાં સફેદ ગાઉન પહેરીને પહોંચી હતી. જેવી આ ઘટના ઘટી કે તરત જ આ મહિલાની વહુએ ખુશ થઇને વેઇટ્રેસને ટિપમાં 100 ડૉલર એટલે કે 7 હજાર રૂપિયા આપ્યા હતા.

image source

મળેલી માહિતી અનુસાર સાસુના ગાઉન પર ભૂલમાં શાક ઢોળનાર આ વેટ્રેસનું નામ ક્લો બી છે. આ મહિલા અહીંના લગ્નમાં વેટ્રેસ તરીકે કામ કરે છે.
તમને જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના ક્લો બીએ પોતાના ટિકટોક અકાઉન્ટ પર શૅર કરી છે અને તેનો આ વીડિયો લાખો વાર જોવાઇ ચૂક્યો છે અને ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે.

image source

આ વાયરલ વીડિયોમાં ક્લો બીએ કહ્યું છે કે શાકથી ભરેલુ વાસણ તેણે ભૂલમાં એક મહિલાના ગાઉન પર ઢોળી દીધુ હતુ પરંતુ તેને બિલકુલ ખ્યાલ નહોતો કે આ ઘટના પછી આવું કંઇ થશે અને એને જે મહિલાના ગાઉન પર શાક ઢોડ્યું હતું એ મહિલાની વહુ તેને ખુશ થઇ ગઈ અને તેને ટિપ આપી હતી. ક્લો બીની આ ભૂલ બાદ જે મહિલાના ગાઉન પર શાક ઢોળાયું હતું એ પોતાનું ગાઉન બદલીને પોતાના દીકરાના લગ્નમાં સામેલ થઇ હતી

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!