કોરોનાના કહેર વચ્ચે અમદાવાદની આ હોસ્પિટલ દર્દીઓનું ફ્રીમાં કરે છે સીટી સ્કેન, જાણો વધુ વિગતો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવાયું હતું કે દેશમાં નોંધાયા કુલ કોરોનાના કેસમાંથી 74.15 ટકા કેસ 10 રાજ્યોમાંથી નોંધાય છે. આ 10 રાજ્યોમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત ગુજરાતનો સમાવેશ થાય છે. ગુજરાતમાં પણ છેલ્લા ઘણા દિવસોથી રોજ કોરોનાના નવા નોંધાતા કેસની સંખ્યા 12,000થી પણ વધુ સામે આવે છે.

image source

કોરોનાની બીજી લહેરને હાઈકોર્ટે પણ હવે તો સુનામી ગણાવી છે. દેશના દરેક રાજ્યમાં કોરોના કોહરામ મચાવી રહ્યો છે. ગુજરાતમાં પણ સ્થિતિ ખરાબ જણાય છે. અહીં રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ સહિતના શહેરોમાં તો દર્દીઓને ઓક્સિજન સહિતના બેડ મળી નથી રહ્યા, વેન્ટીલેટરની અછત છે, દર્દીને ઈન્જેકશન મળી નથી રહ્યા તેવી સ્થિતિ છે. આવા કપરા સમયમાં લોકો સ્વાર્થી પણ બની જતા હોય છે અને પહેલા અન્યને મદદ કરવાને બદલે પોતાનું સાજું કરે છે. પરંતુ આ સમયમાં અમદાવાદની એક હોસ્પિટલે જે કામ શરુ કર્યું છે તેને સો સો સલામ કરવાનું મન થઈ જાય.

image soucre

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેનું ઈન્ફેકશન છાતિમાં કેટલું ફેલાયું છે તે જાણવા સીટી સ્કેન કરાવવું પડે છે. આ સીટી સ્કેનના ભાવ 2000થી 3000 કે તેનાથી પણ વધુ હોય શકે છે. કેટલાક લોકો તો આ સમયમાં લોકોની ગજરને જાણી વધુ ભાવ પણ લેતા થયા છે તેવામાં અમદાવાદના નરોડામાં આવેલી પાર્વતી જાદવ હોસ્પિટલમાં માનવતાનું કામ શરુ કરવામાં આવ્યું છે.

image source

પાર્વતી જાદવ હોસ્પિટલએ આગામી 30 એપ્રિલ સુધી ખાસ સેવા શરુ કરી છે. અહીં 30 એપ્રિલ સુધી રોજ હોસ્પિટલના પહેલા 100 દર્દીને ટોકન આપી ફ્રીમાં સીટી સ્કેન કરી આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ હોસ્પિટલ 100 દર્દીઓ વચ્ચે પણ સારી રીતે સામાજિક અંતર જાળવી આ કામ કરે છે. હોસ્પિટલ તરફથી 100 લોકોને સીટી સ્કેન માટે અલગ અલગ સમય આપવામાં આવે છે જેથી એક સમયે વધુ દર્દીની ભીડ થાય નહીં.

images source

હોસ્પિટલની આ સેવાનો લાભ લેવા મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય તે સ્વાભાવિક છે પરંતુ હોસ્પિટલ દ્વારા કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એટલા માટે જ એક કલાકમાં 10 દર્દીને જ ટોકન આપવામાં આવે છે. ત્યારબાદ બધા જ દર્દી અલગ અલગ સમયે આવે છે.

images source

કોરોનાના આ સમયમાં એક ઘરમાં એકથી વધુ દર્દી હોય છે તેવામાં લોકો પર દવા અને સારવારનો ખર્ચ વધી જતો હોય છે તેવામાં આ હોસ્પિટલે જે સેવા શરુ કરી છે તેના વખાણ કરીએ તેટલા ઓછા તેમ કહી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!