કીકુએ ‘ધ કપિલ શર્મા’.. શોને લઇને કહી આ મોટી વાત, જે સો ટકા નહિં ખબર હોય તમને

શું હવે ‘ધ કપિલ શર્મા’ શોના કલાકારો ઘરેથી જ એપિસોડનું શૂટિંગ કરશે ? કીકૂ શારદાએ જણાવી હકીકત

image source

સમગ્ર દેશમાં હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે. 14મી એપ્રિલે પૂર્ણ થનાર લૉકડાઉનને કેન્દ્ર સરકાર દ્વારા લંબાવીને 3જી મે સુધી કર્યું છે. અને આપણે બધા સારી રીતે જાણીએ છે કે લૉકડાઉનમાં દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં જ રહેવાની ફરજ પડી છે. પોલીસ, સફાઈ કર્મચારીઓ અને માત્ર પેરામેડિકલ સ્ટાફ જ પોતાની ફરજ પર જઈ શકે છે બીજા બધા જ વ્યવહારો હાલ બંધ કરી દેવામાં આવ્યા છે તેમાં મનોરંજન જગતનો પણ સમાવેશ થઈ જાય છે.

image source

અને આ દરમિયાન સોશિયલ મિડિયા પર એક એવી વાત ફેલાઈ રહી છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે લૉકડાઉનના કારણે ધ કપીલ શર્મા શોનું શૂટિંગ બંધ થયું છે તેને કલાકારો પોતાના ઘરેથી જ કરશે ઓડિયન્સ વગર જ. પણ આ વાત જ્યારે શોના કલાકાર કીકુ શારદા સુધી પહોંચી ત્યારે તેણે એક ખૂલાસો કરવો પડ્યો હતો.

કીકુએ જણાવી હકીકત

image source

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, કીકુએ જણાવ્યું, ‘મને આ બાબતની કોઈ જ જાણકારી નથી. મને તે વિષે કોઈ જ સૂચના આપવામાં આવી નથી. મને નથી લાગતું કે આ પ્રકારનું કંઈ પણ થવા જઈ રહ્યું છે. સમગ્ર દેશમાં હાલ સ્થિતિ ખરાબ છે અને આપણે લોકડાઉનનું પાલન કરવું જોઈએ.’

‘શૂટિંગ માટે 100 લોકોને એક સાથે ભેગા કરવા તે મૂર્ખામી છેે, આપણે સોશિયલ ડિસ્ટંસિંગનું કડક રીતે પાલન કરવું જોઈએ. શોના કર્મચારીઓ તેમજ મહત્ત્વની વ્યક્તિઓ વગર શૂટિંગ કરવું અશક્ય છે. જો અમે ક્યારેય પણ કપિલ શર્મા શોના શૂટિંગની યોજના બનાવીએ તો પણ તેમાં ઓછામાં ઓછા 50-60 લોકોની જરૂર પડેશે. અને આ સમયે આવું જોખમ બીલકુલ ન ઉઠાવી શકાય.’

image source

કીકુએ વધારામાં જણાવ્યું, ‘જો દર્શકો વગર કપિલ શર્મા શોને શૂટ કરવાનું વિચારી રહ્યા હોય તો તે વિચાર છોડી દેવો જોઈએ. શો દર્શકો વગર ન થઈ શકે. માટે, જ્યારે લૉકડાઉન પુરું થશે અને બધા લોકો હશે ત્યારે જ તેનું શૂટિંગ કરવામાં આવશે. ત્યાં સુધી કોઈ જ શૂટિંગ નથી થઈ રહ્યું.’

image source

તમને જણાવી દઈએ કે હાલ ધ કપિલ શર્મા શોનું રિપિટ ટેલિકાસ્ટ જ થઈ રહ્યું છે. અને જૂના એપિસોડમાંથી બેસ્ટ એપિસોડ શોધીને દર્શકોના મનોરંજન માટે રજૂ કરવામાં આવી રહ્યા છે. બાકી શો સાથે જોડાયેલા કલાકારોની વાત કરીએ તો તેઓ પોત પોતાના ઘરમાં જ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ