શનિવારે આ ઉપાય કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પુરી કરશે.

પૂર્ણ શ્રદ્ધાથી આ ઉપાય અજમાવવાથી તમારી આર્થિક સ્થિતિમાં ધીમે ધીમે સુધારો આવતો જશે

હનુમાનજીને સફળતા આપનારા ભગવાન માનવામાં આવે છે. જો દર શનિવારે હનુમાનદાદાને પ્રસન્ન કરવામાં આવે તો તમારી દરેક મનોકામના પુરી થાય છે. અને જો તમે આ નીચે દર્શાવેલા ટોટકા કરશો તો તમારા જીવનની સફળતા વચ્ચે આવનારા બધા જ વિઘ્નો દૂર થઈ જાય છે.

આપણે સંસારને જાણીએ છીએ તેમ તમે ગમે તેટલા સારા હશો સારો સ્વભાવ ધરાવતા હશો પણ જ્યાં સુધી તમારા જીવનમાં ધન-સંપત્તિ નહીં હોય ત્યાં સુધી તમારું કોઈ જ ભાવ પુછશે નહીં. અને તમારે ભગવાનનો આશરો લેવો જ પડશે.

માટે ચાલો જાણીએ કેટલાક એવા ઉપાયો જે તમારા જીવનને સુખમય બનાવી દેશે અને તમને જીવનમાં ક્યારેય ધનની ખોટ નહીં થવા દે.

દર શનિવારના આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ધીમે-ધીમે બધા જ આર્થિક સંકટો દૂર થઈ જશે અને તમે સાધનસંપ્પન થશો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે કોઈ પણ ટોટકા અપનાવો તેમાં પુર્ણ શ્રદ્દા હોવી જોઈએ.

દર શનિવારે સુર્યોદય પહેલાં ઉઠી નિત્યક્રમ પૂર્ણ કરી ચોખ્ખા કપડાં ધારણ કરી પીપળાના 11 પાન તોડવા. ધ્યાન રાખવું કે આ પાંદડા સંપૂર્ણ હોવા જોઈએ ક્યાંયથી પણ ફાટેલા કે તૂટેલા ન હોવા જોઈએ.

આ પાન પર કંકુ, અષ્ટગંધ, ચંદનના મિશ્રણથી શ્રીરામ લખવું. આ વિધિ કરતી વખતે પૂર્ણ શ્રદ્ધા અને સાફ હૃદયે એકધારું હનુમાન ચાલિસાનું પઠન કરવું.

ત્યાર બાદ આ પાનની માળા બનાવી લેવી. માળા બનાવ્યા બાદ હનુમાન મંદીરે જઈ તેના પર ચડાવી દેવી.

આ ઉપાય કરતાં જ તમારા જીવનમાં પરિવર્તન આવવા લાગશે. અને ધીમે ધીમે તમારી જીવન પ્રત્યેની ફરિયાદો દૂર થતી જશે. અને તમે હકારાત્મક બનશો.

જીવનમાં ગમે તેટલી નિરાશા આવી જાય પણ ભગવાન પરની શ્રદ્ધા ક્યારેય ન ડગવી જોઈએ. છેવટે બધું તેમના હાથમાં જ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ