દાંત પરથી તમાકૂની પીળાશ દૂર કરવા અપનાવો આ સરળ નુસ્ખા…

દુનિયાની કોઈપણ વ્યક્તિ એવી નહીં હોય જ્યારે તે હસે ત્યારે તે સુંદર ન લાગે. ચહેરાની ખૂબસૂરતીના અનેક માપદંડ હોય છે તેમાં સૌથી ખાસ ધ્યાન આકર્ષે છે તેની સ્માઈલ. જે વ્યક્તિનો ચહેરો હસતો દેખાય તેની સાથે વાત કરવી આપણને ગમે. પરંતુ જો તે વ્યક્તિ ભલે હસમુખી હોય પણ તેના દાંત પીળા અને સાવ સડી ગયેલા હશે તો તેમની સાથે આપણને વાત કરવાનું મન નહીં થાય.

તમાકુનો વધુ પડતો ઉપયોગ તમારા દાંત અને આરોગ્ય બંને માટે નુકસાનકારક છે. પરંતુ કેટલાક લોકો હજુ પણ બિન્દાસ તમાકુનો ઉપયોગ કરે છે. તે દાંતોને વધુ ખરાબ થવા દે છે, પરંતુ એના લીધે કોઈ ગંભીર રોગ કે મુશ્કેલી ઊભી ન થઈ જાય તે જોવું પડે છે. જો કે, આજે આ બાબત માત્ર દાંતને વધુ ખરાબ કરવાના છે.

હકીકતમાં, તમાકુ ખાવાથી, તેમાં રહેલા નિકોટિન દાંતની આસપાસ એકઠ્ઠા થાય છે. આ સંચિત પદાર્થ દાંતમાં ભરાઈ રહેવાને લીધે તે પીળા પડવા માંડે છે. અહીં અમે તમને કેટલીક ટીપ્સ કહેવાના છીએ જે તમને તમારા દાંત સાફ કરવામાં મદદ કરશે. પછી આ વાતને તમે જો કાળજીપૂર્વક વાંચીને તે મુજબ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. અથવા તો જો આ માહિતી તમે તમારા મિત્રોની મદદ કરવા માટે પણ ઉપયોગી નિવડી શકશે.

દાંતની સપાટીને લીસી અને ચોખ્ખી રાખો : જ્યારે દાંતની સપાટી ખરબચડી હોય ત્યારે દાંત પર અમુક વસ્તુઓ ચોંટી જતી હોય છે. તેથી, દાંત પર કોઈજ વસ્તુ કે ખાદ્ય પદાર્થ ચીપકે નહીં તેનું ધ્યાન રાખવું. તેના માટે દાંતની સપાટી હંમેશા સ્વચ્છ અને લીસી રાખવી જોઈએ.

ઓરલ સફાઈનો ખ્યાલ રાખવો : ઓરલ સફાઈમાં ફકત દાંત કે પેઢાં જ નહીં આખા મોંનો સમાવેશ થાય છે. જે માત્ર બ્રશ કરી દેવાથી સ્વચ્છ થશે નહીં તેને ચોખ્ખું રાખવા માટે દિવસમાં ઓછામાં ઓછું એક વખત તો કોગળા કરવા જોઈએ. આ ટેવ કાયમ રાખશો તો ધીમે ધીમે તમાકૂને લીધે પીળા થયેલા દાંત ચોખ્ખા થતા જશે.

મોંમાં બેક્ટેરિયા ન થવા જોઈએ : મોંમાં આવતી વાસ અને પીળા દાંતનું એક મુખ્ય કારણ છે મોંમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. તેવું ન થવા દેવું હોય તો નિયમિત બ્રશ કરવું અને કોગળા કરવાની ટેવ પાડવી. બને તો રાતે સૂતાં પહેલાં પણ બ્રશ કે કોગળા કરવા જોઈએ.

બેકિંગ સોડાનો ઉપયોગ : નિયમિત રીતે દાંત સાફ કર્યા પછી એક ચપટી બેકિંગ સોડા આંગળી પર લઈને દાંતો પર લગાડીને માલીશ કરવાથી દાંતના રંગમાં ફાયદો જણાય છે. વળી તે સમય જતાં સફેદ અને ચમકદાર થઈ જાય છે.

ગાજર ખાવું જોઈએ : તમને થશે કે દાંત સાફ અને સફેદ રાખવા ગાજર ખાવાની સલાહ કેમ અપાય છે? તો તમને જણાવીએ કે ગાજર જેવી સખત કંદ ચાવીને ખાવાથી તેના રેસાઓ દ્વારા દાંતમાં રહેલો કચરો નીકળી જાય છે અને તેમાં રહેલ પ્રોટીન – વિટામિન આખા શરીર માટે ગુણકારી રહે છે.

નિયમિત ચેકઅપ કરાવવું જોઈએ. : આપણાં શરીરનું ચેકઅપ આપણે કરાવતાં હોઈએ છીએ તેમાં ડેન્ટલ કેરને આપણે અવગણીએ છીએ. તેવું ન થવું જોઈએ. વર્ષમાં એક વાર તો ઓછામાં ઓછું અને બે કે તેથી વધુ વખત કરાવો તો વધુ સારું રહે છે. કારણ કે આપણે ઘરેલૂ નુસ્ખાઓ તો અજમાવીએ છીએ તેની સાથે જો નિષ્ણાંત ડોક્ટરની પણ સલાહ લઈએ તો વધુ સારી દાંતની સારવાર અને માવજત કરી શકાય છે.