ક્રીસ્ટલ સ્ટોન વિશે વાંચી લો શું સાચુ અને શું ખોટુ..

જાણો શું છે ક્રીસ્ટલ હીલીંગ – સ્ફટીક ચિકિત્સા અને તેની સાથે જોડાયેલા ભ્રમ

image source

શરીરને હીલ કરવા માટે સમગ્ર દુનિયામાં અગણિત હીલીંગ પ્રોસેસ છે. અને તેમાંની એક છે ક્રીસ્ટલ હીલીંગ થેરાપી એટલે કે સ્ફટીક ચિકિત્સા.

જોકે લોકો આ ક્રીસ્ટલ હીલીંગ વિષે છેલ્લા એક દાયકાથી જ માહિતગાર થયા છે પણ વાસ્તવમાં આ હિલિંગ થેરાપી સદીઓ જુની છે. ક્રીસ્ટલનો ઉપયોગ જુદી જુદી સંસ્કૃતિમાં ચિકિત્સાના ઉદ્દેશથી થતો આવ્યો છે.

image source

આ અત્યંત સામાન્ય પણ સુંદર દેખાતા પથ્થરનો જો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારા શરીરને ઘણા બધા લાભ આપી શકે છે. જો કે આ બાબતે ઘણા બધા લોકોનો નકારાત્મક ખ્યાલ છે.

અને તેના કારણે લોકો તેના અદ્ભુત લાભ નથી ઉઠાવી શકતા. તો અમે તમને આજે જણાવીશું કે આ ખોટા ખ્યાલ શું છે અને ક્રીસ્ટલ એટલે કે સ્ફટીક ચિકિત્સા તમને કેવી રીતે મદદ કરી શકે છે.

image source

તમે સ્ફટીકનો ઉપયોગ જાતે જ તમારા શરીર પર કરી શકો છો

સ્ફટીકનો ઉપયોગ તમે તમારી જાતે જ કોઈ ઘરગથ્થુ ઉપાયની જેમ નથી કરી શકતાં. તેના માટે તમે જેમ દવા લેતી વખતે ડોક્ટરની સલાહ લો છો તેવી જે રીતે તમારે ક્રીસ્ટલનો ઉપયોગ કરતી વખતે પણ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ નહીંતર તેની આડઅસર થઈ શકે છે.

image source

સ્ફટીક ચિકિત્સા એ એક પ્રકારની વૈકલ્પિક ઔષધી ટેક્નીક છે અને તેને તમારા રુટીનમાં સમાવતા પહેલાં તમારે એટલું જાણી લેવું જોઈએ કે તમે તેના ઉપયોગની નકારાત્મક અને હકારાત્મક અસર વિષે જાણી લેવું જોઈએ.

ક્રીસ્ટલ એક જાદુઈ પથ્થર છે

image source

ઘણા બધા લોકો સ્ફટીકના સૌંદર્યની મોહજાળમા ફસાઈ જાય છે અને તેને એક જાદુઈ પથ્થ સમજી લે છે. પણ તમને જણાવી દઈ કે સ્ફટીકના પથ્થ તમારા શરીર પર રાતોરાત કોઈ જાદુ નહીં કરે. તમે તેનો ઉપયોગ એક સાધન તરીકે કરો છો અને તમારી આસપાસની હરાકાત્મકતા સાથે તમારે તેનો ઉપોયગ કવરાનો છે અને તે રીતે તે તમને એક આધ્યાત્મિક ઉઠાવ આપશે.

image source

એ પણ જાણી લોકે સ્ફટીકનો પથ્થર કોઈ જાદૂ કરીને તમારા પ્રેમમાં કોઈને નહી પાડી શકે, પછી તમારી કોઈ બીમારીને જાદૂથી સાજી નહીં કરે. ક્રીસ્ટલ માત્ર તમારી પીડાને દૂર કરે છે અને તેનો ઉપયોગ દવાઓ સાથે કરવામાં આવે છે.

સ્ફટીક તમને ભેટમાં મળેલો હોવો જોઈએ

image source

એવી પણ ભ્રમણા છે કે સ્ફટીક એટલે કે ક્રીસ્ટલ સ્ટોન તમારે ખરીદવાનો નથી હોતો પણ તમને તે ભેટમાં મળેલો હોવો જોઈએ. તેનાથી તમને કોઈ ફરક નથી પડતો તમે તેને ખરીદી પણ શકો છો.

ક્રીસ્ટની અસર પર તેનાથી કોઈ જ ફરક નહી પડે. માટે તમને કોઈ ક્રીસ્ટલ ગીફ્ટમાં આપે અને ત્યાર બાદ તમે તેનો ઉપયોગ કરશો તેવી રાહ જોવાની તમારે કોઈ જરૂર નથી.

image source

સુંદર-પારદર્શક અને પોલીશ્ડ ક્રીસ્ટલ વધારે શક્તિશાળી હોય છે

દેખાવે સુંદર ક્રીસ્ટલ એટલે કે સ્ફટીકના પથ્થરને તેની તમારા પરની અસર સાથે કોઈ જ સંબંધ નથી. તે રફ હોય કે પોલીશ્ડ હોય તે ચમકીલો હોય કે ડલ હોય તેનાથી તેની શક્તિમાં કોઈ વધારો ઘટાડો નથી થતો.

image source

જો તમને તે પથ્થર, તેના આકાર તેના કદ સાથે કોઈ જોડાણનો અનુભવ થતો હોય તો તેજ મહત્ત્વ ધરાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ