બીજા બધા કરતા દુનિયાના આ 5 દેશોની વાત છે કંઇક અલગ જ, ખરેખર વાંચવાની મજા પડે તેવી છે આ માહિતી

દરેક દેશની સુરક્ષા કરવા માટે જે તે દેશ પોતાની આવકનો બહુ મોટો ભાગ તેના સૈન્ય પાછળ ખર્છે છે.

image source

આપણે જાણીએ જ છીએ કે દરેક દેશ પોતાની સુરક્ષા માટે પોતપોતાની સેના ધરાવે છે. પરંતુ આ દુનિયામાં અમુક દેશો એવા પણ છે કે જેની પોતાની કોઈ સેના જ નથી. તેમ છતાં આ દેશો પોતાની સરહદોને અને નાગરિકોને સુરક્ષિત રાખી રહ્યા છે.

image source

તો વિશ્વમાં એવા ક્યા ક્યા દેશો છે જેમની પાસે પોતાની કોઈ સેના નથી ? આવો એ વિષે જાણીએ રસપ્રદ માહિતી..

વેટિકન સીટી

image source

સેના વગરના દેશોમાં સૌપ્રથમ નામ આવે છે વેટિકન સીટી. દેશના નામમાં સીટી વાંચીને ગફલતમાં ન રહેતા કે આ કોઈ સિટીનું નામ છે પરંતુ વેટિકન સીટી નાનકડો પરંતુ માન્યતા પ્રાપ્ત સ્વતંત્ર દેશ છે.

વેટિકન સીટી પાસે પોતાની કોઈ સેના નથી. જો કે અમુક વર્ષો પહેલા સુધી અહીં નોબલ ગાર્ડ દેશની સુરક્ષામાં ભાગ ભજવતા હતા. પરંતુ વર્ષ 1970 માં આ સંસ્થાને બંધ કરી દેવામાં આવી હતી. હવે આ દેશની સુરક્ષા ઇટાલી સેનાના માથે છે.

મોનાકો

image source

યુરોપના એક દેશ મોનાકો પાસે પણ પોતાની કોઈ સેના નથી. આ દેશનું ક્ષેત્રફળ નાનું છે અને અહીં 17 મી સદીથી જ કોઈ પ્રકારની સેનાની સુરક્ષા નથી. જો કે મોનાકો પાસે નાની – નાની બે ટુકડીઓ છે જે પૈકી એક ટુકડી દેશના રાજકુમારની સુરક્ષા સંભાળે છે તો બીજી દેશના નાગરિકોની. જયારે દેશની સરહદોની સુરક્ષા ફ્રાન્સની સેના કરી રહી છે.

મોરેશ્યસ

image source

સેના વગરના દેશમાં ત્રીજા નંબરે મોરેશ્યસ દેશનું નામ આવે છે. મોરેશ્યસ આમ તો ફરવા જવા માટે બેસ્ટ ટુરિસ્ટ કન્ટ્રી પૈકી એક છે. અહીં 1968 થી કોઈ સેના અસ્તિત્વમાં નથી. જો કે તેઓ પાસે 10000 પોલીસકર્મીઓ છે જેઓના માથે દેશની આંતરિક અને બાહ્ય બંને રીતે સુરક્ષા સંભાળવાનું કામ છે.

આઇસલેન્ડ

image source

આ લિસ્ટમાં ચોથું નામ છે યુરોપના સૌથી મોટા ટાપુ એટલે કે આઇલેન્ડનું. આઇસલેન્ડ કુદરતી સૌંદર્યની દ્રષ્ટિએ પર્યટકો માટે બેસ્ટ વિકલ્પ છે. અહીં પણ વર્ષ 1869 થી કોઈ સેના અસ્તિત્વમાં નથી. જો કે આ દેશ નાટોનો સભ્ય છે જેથી આ દેશની સુરક્ષાની જવાબદારી અમેરિકાના શિરે છે. માટે આ દેશની સુરક્ષા અમેરિકન સૈન્ય કરી રહ્યું છે.

કોસ્ટ રીટા

image source

કોસ્ટ રીટા પણ એક એવો દેશ છે જેની પાસે પોતાની કોઈ સેના નથી. માધ્ય અમેરિકાના કેરેબિયન ક્ષેત્રમાં આવેલા કોસ્ટ રીટામાં 1948 પછી કોઈ સેના અસ્તિત્વમાં નથી. 1948 માં અહીં ભયંકર ગૃહયુદ્ધ થયું હતું ત્યારબાદ આ દેશે પોતાના સૈન્યનું વિલીનીકરણ કરી સમાપ્ત કરી દીધું હતું. જો કે દેશના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ માટે અહીં સ્થાનિક પોલીસ પોતાની સેવા આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ