અઠવાડિયામાં સ્લીમ એન્ડ ટ્રીમ દેખાવા ઘરે જ કરો આ આસન, મળશે જોરદાર રિઝલ્ટ

લગ્ન પ્રસંગોમાં સ્લિમ એન્ડ ટ્રીમ દેખાવું છે?

image source

આ ત્રણ મહત્વના આસન અજમાવી જુઓ.

હાલ લગ્નની સિઝન ધૂમ મચાવી રહી છે ત્યારે લોકો ઘરમાં આવનારા પ્રસંગો ને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં વ્યસ્ત થયા હોય એમાં અવનવા પ્રસંગોને અનુરૂપ કપડાં ,જ્વેલરી ,હેર સ્ટાઈલ ની સાથે સાથે ફિગર સિંગર માટે પણ એટલી જ સજાગતા કેળવાય રહી છે.

લગ્ન પ્રસંગે ભોજનમાં નવી વાનગીઓનો રસથાળ સમક્ષ આવીને ઊભો રહે ત્યારે સ્વાદેન્દ્રિય વાનગીઓ પરત્વે લલચાય છે અને ફિટનેસ માટેની સજાગતા મનમાં દ્વિધા પણ ઊભી કરે છે.

image source

પણ અમે તમારી મૂંઝવણ દૂર થાય એવા ઉપાય લઈને આવ્યા છીએ.

આ લગ્નની સિઝનમાં તમારું શરીર શેપમાં પણ રહે અને તમે વિવિધ વાનગીઓને માણી પણ શકો અને વજન વધે પણ નહીં એવા સમસ્યાના સમાધાનની ચાવી રૂપ ત્રણ મહત્વના યોગાસન નિયમિત પણે અપનાવીએ.

સર્વાંગાસન

image source

ચત્તા સુઈને બંને હાથ બાજુ પર અને બંને પગ પુરેપુરા લંબાવેલા અને સાથે રાખો. બંને પગ સીધા સાથે જ રાખી જમીનથી ૩૦ અંશના ખુણા સુધી ઉંચા કરો, પછી ૬૦ અંશને ખુણે ઊંચકી ત્રણ-ચાર સેકન્ડ થોભો.

પછી ૯૦ અંશને ખુણે બંને પગ રાખો. બંને હાથ કમર પર મુકી ટેકો આપીને ધડ અને પગ એક સીધી રેખામાં આવે ત્યાં સુધી શરીરને ઉઠાવો. આખા શરીરનું વજન ગરદનનો પાછલો ભાગ, બંને ખભાનો પાછલો ભાગ તથા ખભાથી કોણી સુધીના બંને હાથ પર વહેંચાઈ જશે.

image source

હવે બંને હાથ વડે પીઠ પર દબાણ કરી, દાઢીને ગળા પાસે છાતીમાં જે ત્રીકોણાકાર ખાડો, કંઠકુપ છે તેમાં દબાવો. આ રીતે દાઢીને દબાવી રાખવાની ક્રીયાને જાલંધર બંધ કહે છે.

આ આસન એકલું કરવાનું હોય ત્યારે વધુ સમય થઈ શકે પણ બીજાં આસનોની સાથે કરવામાં આવે તો વધુમાં વધુ સમય પાંચ-છ મિનિટ રાખવો.આ આસન શરુઆતમાં ત્રીસ સેકંડથી શરુ કરી ક્રમે-ક્રમે વધારતા જવું હીતાવહ છે. આસન છોડતી વખતે ઉલટો ક્રમ લેવો.

 

image source

બંને હાથ જમીન પર ટેકવી કમરને નીચે લાવી બંને પગ ક્રમશઃ પ્રથમ ૯૦°ના ખુણે, પછી ૬૦° અને ૩૦°ના ખુણે અટકીને જમીન પર લાવવા. એમાં ઉતાવળ કરવી નહીં, એટલે કે શરીરને ઝટકો લાગવો ન જોઈએ.

ત્રિકોણાસન

ત્રિકોણાસન કેવી રીતે કરવું

image source

• સીધા ઊભા રહો.તમારા બંને પગ આરામદાયક રીતે (આશરે ૩.૫ થી ૪ ફૂટ)એક બીજાથી દૂર રાખો.

• તમારા જમણા પગના પંજાને બહાર ૯૦૦ વાળો અને ડાબા પગના પંજાને ૧૫૦ અંદરની તરફ.

• હવે તમારી જમણી એડીના કેન્દ્રને ડાબા પંજાના વળાંકના કેન્દ્રની સીધી લીટીમાં મુકો.

image source

• તમારા પગના પંજા જમીન પર દબાય તેનું તથા શરીરનું વજન બંને પંજા પર સંતુલિત હોય તેનું ધ્યાન રાખો.

• ઊંડો શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢતા તમારા શરીરને જમણી તરફ વાળો, થાપાથી નીચેની તરફ, કમરને સીધી રાખો, ડાબા હાથને હવામાં અધ્ધર રાખો અને જમણો હાથ નીચે જમીન તરફ.બંને હાથ સીધી લીટીમાં રાખો.

• જમણા હાથને ઢીંચણથી નીચે પગના આગળના ભાગ પર અથવા ઘૂંટી કે જમણા પંજાની બાજુમાં જમીન પર મુકો. કમરની બાજુઓને વાળ્યા વગર આમાંથી જે શક્ય હોય તેમ કરો.

image source

તમારા ડાબા હાથને છત તરફ સીધો,તમારા ખભાની સીધે ઉપર ખેંચો. તમારું માથું વચ્ચે રાખો અથવા ડાબી બાજુએ વાળો,તમારી નજર ડાબી હથેળી પર રાખો.

• તમારું શરીર બાજુમાં જ ,અને નહી કે આગળ કે પાછળ તરફ, નમેલું હોય તેનું ધ્યાન રાખો. પેડુ અને છાતી વળેલા ના હોય.

image source

• મહત્તમ ખેંચાણ આપો અને સ્થિર રહો.લાંબા ઊંડા શ્વાસ લેવાનું ચાલુ રાખો.બહાર નીકળતા દરેક શ્વાસ સાથે શરીરને વધારે ને વધારે વિશ્રામમાં લાવો.

• ઊઠો, તમારા હાથ તમારી બંને બાજુએ લાવી દો, અને તમારા પંજા સીધા કરો.

• બીજી બાજુએ આ જ રીતે કરો.આ રીતે ચારથી પાંચ વાર બંને બાજુ કરવું જોઈએ

ધનુરાસન

image source

મૂળ સ્થિતિ : ઊંધા સૂવું, બંને શરીરની હથેળી જમીન તરફ, પગ ઘૂંટણમાંથી સીધા.

પદ્ધતિ :
• બંને પગને ઘૂંટણેથી વાળી તેમની એડી નિતંબ પાસે લાવો.

• બંને હાથ વડે બંને પગને ઘૂંટી આગળથી પકડવા.

• ઉંડો શ્વાસ ભરતાં ભરતાં બંને પગને બંને હાથ વડે એકબીજાને સમાંતર રહે તે પ્રમાણે ઉપર તરફ ખેંચો. બંને ઘૂંટણને વધુ પડતા પહોળા કરવા નહિ.

image source

• આગળથી માથું અને છાતી તથા એ જ રીતે પાછળથી બંને ઘૂંટણ અને સાથળ ઊંચા કરો, જેથી શરીરનું બધું વજન પેડુ પર આવે. દ્રષ્ટી ઉપર તરફ રાખો.

• થોડીવાર આ સ્થિતિમાં રહો. ધીમે ધીમે સમયમાં વધારો કરવો. એકસાથે ત્રણથી ચાર વખત મહાવરો કરવો.

• અંતિમ સ્થિતિ થોડી વાર જાળવો તે દરમિયાન પેડુ, સાથળ અને પીઠના સ્નાયુઓ પર ધ્યાન કેન્દ્રીત કરો.

image source

• ત્યારપછી ઊલટા ક્રમે પગની ઘૂંટીઓ છોડો. પગ લાંબા અને પગ, છાતી તથા માથું જમીન પર સીધી લીટીમાં આરામમાં રહે તેમ મૂળ સ્થિતિમાં આવો.

• મકરાસનમાં કેટલીક સેકંડ આરામ કરો.

ત્રણે આસન નિયમિત કરવાથી વજન નિયંત્રિત રહે છે અને વધારાની ચરબી દૂર થઈ શરીર શેપમાં પણ રહે છે .

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ