પેટમાં દુખાવો થવા છતા જો ના આવતુ હોય માસિક, તો પહેલા વાંચી લો આ સ્ટોરી નહિં તો પસ્તાશો

પેટમાં દુખાવો થવા છતાં માસિક નથી આવતું? જાણો તેના હોઈ શકે છે અન્ય ગંભીર આ પાંચ કારણો…

ક્યારેક એવું બને છે કે તમારી માસિક સ્ત્રાવના સમયની તારીખ નજીક ન હોવા છતાં પણ અથવા તો હાલમાં જ પિરિયડ્સ આવી ગયા હોવા છતાં તમને પેટના નીચેના ભાગમાં એટલે કે નાભીની નીચે પેડુમાં આંચકી આવે કે વળ ચડીને પેટમાં દુખાવો રહે છે.

એમ માનવામાં આવે છે, કે જે સ્ત્રીઓને પેડુમાં દુખાવો થવા લાગે તેમને પી,એમ.એસ કે પિરિયડસની તારીખ નજીક હોય તો દુખાવો થાય. પરંતુ, બધા કેસમાં આ શક્ય નથી પણ હોતું.

આવો જાણીએ શું છે, આ પેડુનો દુખાવો, જેને ક્રેમ્પસ પણ કહેવાય છે…

image source

ક્રેમ્પસ થતા હોય પરંતુ, પિરિયડ્સના લક્ષણ ન દેખાતા હોય ત્યારે…

માસિક સ્રાવ શરૂ થવા પહેલાં અને તેના દરમ્યાન પેટમાં ચડતા વળ, તણાવ અને દુખાવો એ સામાન્ય બાબત ગણાય છે.પેટના નીચના ભાગમાં લબકારા થવા અને ત્યાં ગુંચવાણ જેવું અનુભવ થવું એ તદ્દન અસહ્ય હોઈ શકે છે અને આ તકલીફ તમારી રોજિંદા પ્રવૃત્તિમાં અવરોધ લાવી શકે છે.

image source

પેટમાં થતા આ પ્રકારના ખેંચાણને અંગ્રેજીમાં ક્રેમ્પ કહે છે. જે સ્ત્રીઓને માસિક શરૂ થવાના થોડા દિવસો પહેલાં જ થવા લાગે છે.

આવું થાય ત્યારે એવું માનવામાં આવે છે કે તે પ્રોસ્ટાગ્લાન્ડિન (એક લિપિડ હોર્મોન) ગર્ભાશયની માંસપેશીઓના સંકોચન તરફ દોરી જાય છે જ્યારે અનફર્ટિલાઇઝ્ડ ઇંડા અને ગર્ભાશયના અસ્તરને વિસર્જિત કરે છે.

પરંતુ હંમેશા ક્રેમ્પ થયા બાદ પીરિયડ્સ આવવાના સમયને નજીક હોવાનો સંકેત સમજવું એ જરૂરી નથી પણ હોતું. બીજી કેટલીક તબીબી સ્થિતિને લીધે પણ પેડુમાં દુખાવો થઈ શકે છે અને પેલ્વિક પેઈન થઈ શકે છે.

image source

અહીં એવાં પાંચ કારણો છે જ્યારે તમે માસિક સ્રાવ ન હોવા છતાં પણ તમારા પેટના નીચલા ભાગમાં દુખાવો થાય છે.

ગર્ભાશયનું એન્ડોમેટ્રિઓસિસ

એન્ડોમેટ્રિઓસિસ એ એક તબીબી સ્થિતિ છે જેમાં ગર્ભાશયના અસ્તરને સમાન પેશીઓ ગર્ભાશયની બહાર વધવા માંડે છે.

image source

આ પેશીઓ ગર્ભાશયની પેશીઓની જેમ જ સમયગાળાના હોર્મોન્સને રીએક્શન આપે છે. તેઓ ગર્ભાશયની પેશીઓની જેમ જ તૂટી જાય છે અને લોહી વહે છે.

જટિલ બાબત એ છે કે આ પેશીઓ યોનિ દ્વારા શરીરમાંથી કાઢી શકાતી નથી અને તેથી તેને શરીર માટે જખમી બાબત માનવામાં આવે છે, જેનાથી પેટની નીચેના ભાગમાં દુખાવો અને સોજો આવે છે.

જો તમે એન્ડોમેટ્રિઓસિસથી પીડિત છો, તો તમે મહિનાના કોઈપણ સમયગાળામાં માસિક દરમિયાનમાં આવતી હોય તેવા ખેંચાણનો અનુભવ કરશો.

image source

આને માટે નિષ્ણાંત ગાયક્નોલોજિસ્ટને બતાવવું ખૂબ જ જરૂરી બની જાય છે અને તેમણે સૂચવેલ સારવાર પણ કરાવવી ખૂબ જ અગત્યની રહે છે.

પેલ્વિક ઇનફ્લેમેટરી રોગ (પી.આઈ.ડી.)

પેલ્વિક ઇનફ્લેમેટરી રોગ અથવા પીઆઈડી એ સ્ત્રી પ્રજનન અંગોમાં એક પ્રકારે બેક્ટેરીયલ ચેપ છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ બેક્ટેરિયાના કારણે ચેપ થાય છે જે સામાન્ય રીતે યોનિમાંથી ગર્ભાશયમાં ફેલાય છે.

image source

જો તમે આ રોગ વિશેની કલ્પના કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આ પણ એક અઘરી શારીરિક મુશ્કેલી ઊભી કરે છે. પ્રારંભિક તબક્કે પીઆઈડીના લક્ષણો જાણવા મળી શકતાં નથી.

જો તમે તમારા પેટની નીચેના ભાગમાં બંને બાજુએ, પીઠના નીચેના ભાગમાં દુખાવો અનુભવો છો, સાથે તમે શારીરિક સંભોગના સમય દરમિયાન લોહી વહે છે અને તમારા સ્રાવમાંથી દુર્ગંધ પણ આવે છે, તો તરત જ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

આંતરડામાં સોજાની બીમારી

image source

આંતરડામાં થતો આ રોગ (આઇબીએસ) એ પાચનતંત્રની તીવ્ર બળતરાને કારણે થાય છે. જોકે ચોક્કસ કારણ હજી સુધી શોધી શકાયું નથી, એવું માનવામાં આવે છે કે આ સ્થિતિ કોઈક રીતે તમારા આહાર અને માનસિક તાણના સ્તર સાથે જોડાયેલી છે.

આઇબીએસમાં તમે તમારા પેટના જમણી બાજુ નીચલા અથવા મધ્ય ભાગમાં તીવ્ર પીડા અનુભવો છો તો તમારે ડોક્ટર પાસે યોગ્ય તપાસ જરૂર કરાવવી જોઈએ. આ તકલીફમાં પેડુમાં પીડા હળવીથી લઈને તિવ્ર કે ગંભીર પણ હોઈ શકે છે.

ફાટી ગયેલા અંડાશયમાં થતું ઇન્ફેક્શન

image source

ગર્ભાશયની કોથળીમાં રહેલ અંડાશય ફાટી જાય કે તૂટી જાય અથવા તો અંડાશયમાંનું પ્રવાહીથી ભરેલા કોથળીઓ છે જે ફાટી ગયું છે. ત્યારે મોટાભાગના કેસોમાં, આ કોથળીઓને હાનિકારક અને બિન-કેન્સરગ્રસ્ત હોય છે.

મોટે ભાગે આ કોથળીઓને જાતે જ કુદરતી રીતે સફાઈ થઈ જાય છે, પરંતુ તે ઘણી વખત સમસ્યા ઊભી કરે છે અને ત્યારે તેની યોગ્ય સારવારની જરૂર પડે છે.

image source

જો તમને ફાટી ગયેલ આવરણની તકલીફ હોય, તો તમે તમારા પેટ અથવા નીચલા પેટની કોઈપણ બાજુ અચાનક, તીવ્ર ક્રેમ્પ્સનો અનુભવ કરી શકો છો. તમને થોડી બ્લડ સ્પોટિંગ અને પીઠનો દુખાવો પણ થઈ શકે છે.

લેક્ટોઝ ઇનટોલરન્સ

લેક્ટોઝ ઇનટોલરન્સ એ એક સામાન્ય તબીબી સમસ્યા છે જેમાં શરીર લેક્ટોઝને પચાવવામાં સક્ષમ નથી હોતું, એટલે કે જે કોઈ પણ ડેરી ઉત્પાદનોમાં મુખ્ય કાર્બોહાઇડ્રેટ છે તેને શરીર યોગ્ય રીતે પચાવી નથી શકતું.

image source

જો તમે લેક્ટોઝ ઇનટોલરન્સની તકલીફથી પીડાઓ છો તો તમે પેટમાં થતા દુખાવા, ઝાડા, ઉબકા અને પેટનું ફૂલવું જેવી મુશ્કેલીઓ અનુભવી શકો છો.

આ લક્ષણો સામાન્ય રીતે ડેરી વસ્તુઓ જેમકે દૂધ, દહીં, છાશ, પનીર, ઘી વગેરેના વપરાશ પછી ૩૦ મિનિટથી ૨ કલાક પછી દેખાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ