પ્રેગનન્સીમાં થતા કમરના દુખાવાથી કંટાળી ગયા છો? તો વાંચી લો એકવાર આ ટિપ્સ

સગર્ભાવસ્થા સમયે છતાં કમર દર્દને પેટ દર્દનો સરળ ઉપાય. માતા બનવું એ જીવનનો અમૂલ્ય લહાવો છે. બાળકના જન્મની સાથે જ માતાનો પણ જન્મ થતો હોય છે.

પણ બાળકના જન્મ પહેલાં માતાએ ગર્ભાવસ્થાના તકલીફ સમયમાંથી પસાર થવું પડે છે પરંતુ આવનારા બાળકની ખુશી ને કારણે ગર્ભાવસ્થામાં પડતી નાની-મોટી તકલીફો લગભગ બધી જ મહિલાઓ ઉપેક્ષા કરતી હોય છે.

ગર્ભાવસ્થા દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે.

image source

ગર્ભાવસ્થાના દરમિયાન સ્ત્રીનું વજન વધે છે અને હોર્મોન્સમાં સતત પરિવર્તન થતું રહે છે. વજન વધવાને કારણે અને હોર્મોન્સમાં બદલાવ આવવાને કારણે કમર દર્દ અને પેટ દર્દની સમસ્યા ઉત્પન્ન થાય છે.

ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયમાં થતું પરિવર્તન પણ આંતરિક દબાણ સર્જે છે જેને કારણે સ્ત્રીઓના બેસવા ,ઊઠવા અને સૂવામાં પણ તકલીફ પડે છે.

ગર્ભાશયનો આકાર બદલાવા ને કારણે પણ માંસપેશીઓમાં ખેંચાણ થાય છે અને માંસપેશીઓ અલગ થવા માંડે છે આ કારણે પણ કમર દર્દની સમસ્યા સર્જાય છે.

image source

ગર્ભાશયમાં બાળકનું વજન જેમ જેમ વધતું જાય એમ પણ મહિલાઓને હલનચલનમાં તકલીફ ઊભી થાય છે.સગર્ભાવસ્થા દરમિયાન તણાવમાં રહેતી સ્ત્રીઓને પણ વધુ માત્રામાં શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

પણ આ બધી જ સમસ્યા માત્ર ગર્ભાવસ્થા પૂરતી જ હોય છે અને સામાન્ય છે માટે એમાં ગભરાઈ જવાની જરૂર રહેતી નથી પણ તેની ઉપેક્ષા પણ કરી શકાય નહીં. થોડી સતર્કતા દાખવવામાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યાથી બચી શકાય છે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન થતી સમસ્યા થી બચવાના કેટલાક સરળ ઉપાય

ગર્ભવતી મહિલાઓએ આહાર આ બાબતે સાવધાની રાખવી જોઈએ.કાર્બોહાઈડ્રેટ ફેટ પ્રોટીન વિટામીન્સ અને મીનરલ્સ સાથે ફાઇબર વાળો સમતોલ આહાર ગર્ભવતી મહિલા માટે અત્યંત આવશ્યક છે.

વિશેષમાં વધુ માત્રામાં પ્રોટીન યુક્ત આહાર લેવો જોઈએ ,કારણ કે બાળકના વિકાસ માટે પ્રોટીનની વધુ માત્રામાં જરૂર રહે છે.

image source

ગર્ભવતી મહિલાએ એક સાથે ઘણું બધું ખાવાનું ટાળવું જોઇએ, તેને બદલે થોડા થોડા સમયના અંતરે થોડો થોડો પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

આહાર બાબતે યોગ્ય સંભાળ રાખવાથી મહિલાના સ્નાયુઓ સ્વસ્થ રહે છે જેને કારણે અને કમર દર્દની સમસ્યામાંથી છુટકારો મળે છે.

સગર્ભાવસ્થા દરમિયાન થોડી હળવી કસરત કરવી પણ જરૂરી છે. ગર્ભવતી મહિલાઓ માટે યોગાસન શ્રેષ્ઠ ઉપાય છે.

image source

તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, માંસપેશીઓને આરામ મળે છે, તણાવમુક્ત રહેવાય છે તેમજ વજન પણ જરૂર પૂરતું જ વધે છે.

પરંતુ હળવી કસરત અને યોગ આસન ડોક્ટરની સલાહ બાદ કોઇ નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવા.

મેટરનીટી બેલ્ટનો ઉપયોગ પણ કરી શકાય છે. મેટરનીટી બેલ્ટ બજારમાં આસાનીથી ઉપલબ્ધ છે. તે કમર પર બાંધવાથી થતા ખેંચાણમાં રાહત રહે છે. ઉપરાંત પેટના વજનને વહન કરવામાં બેલ્ક મદદ કરતા સાબિત થાય છે.

image source

ગર્ભવતી મહિલાઓએ ખુલતા અને આરામદાયક કપડાં પહેરવા જોઈએ. હીલવાળા ચંપલ પહેરવા આરોગ્ય માટે હિતાવહ નથી ઉપરાંત તેમાં પડી જવાનો ભય પણ રહે છે જેને કારણે દુર્ઘટના પણ સર્જાઇ શકે છે.

ગર્ભવતી મહિલાએ બેસતી વખતે અને ઊભા થતી વખતે કોઈ ચીજોનો સહારો લેવો. બેસવામાં કમર પાછળ ઓશીકું રાખીને બેસવું. ગર્ભવતી મહિલાઓએ બેસતી વખતે ઊભા થતી વખતે અને સૂતી વખતે ઉતાવળ કરવી નહીં.

image source

એક પગ પર વજન રાખીને ઊભા રહેવું નહીં. પડખું ફરતાં પણ સાવધાની રાખવી. પીઠ પર દબાણ આવે એવી રીતે કોઈ પણ કામ કરવું નહીં.

વધુ પડતું વજન ઉપાડવું નહીં. સમતોલ આહાર સાથે વિપુલ માત્રામાં પાણી પીવું જોઈએ. યોગ્ય આરામ પણ આવશ્યક છે.

image source

સગર્ભાવસ્થા દરમિયાન નિયમિત પણે ડોક્ટરી તપાસ કરાવી પણ જરૂરી છે. ગર્ભવતી મહિલાએ આવનાર બાળક અને પોતાના આરોગ્ય માટે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે.

3અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ